શું તમે પણ વાસી રોટલીને ફેંકી દો છો? તો આજે જાણીલો તેના સેવનથી થતા આ શારીરિક લાભ વિશે, આટલા રોગો રહે છે દુર…

Spread the love

આજકાલ ઇંટરનેટના જમાનામા આરોગ્ય માટે અનેક જાણકારીઓ મળતી રહેતી હોય છે. હમણા બહાર આવેલી જાણકારી મુજબ કહ્યુ છે કે રાતનો વધેલો ખોરાક ખાવાથી આરોગ્યને નુકશાન થાય છે. પરંતુ આ વાત રોટલી પર લાગુ પડતી નથી. આ રોટલી ખાવાથી અનેક ફાયદા થાય છે. આના અનેક જાતના ફાયદાઓ છે. આ ડાયબિટિસ માટે ખુબ જ અસરકારક છે. આ અનેક રોગો માટે અક્સીર ઇલાજ સાબિત થયો છે. તમારા ઘરમા વધે છે તે રોટલીનુ તમે શુ કરો છો. મોટા ભાગના લોકો તો તેને ફેંકી આપે છે.

બધા લોકો આને બહાર ફેંકે છે અથવા પ્રાણીઓને ખવડાવી દે છે. આ લેખ વાંચીને તમે આમ કરવાનુ બંધ કરી દેશો. આના ઘણા બધા આરોગ્યને લગતા ફાયદા થાય છે. આ મધુપ્રમેહને કાબુ કરવાનુ કામ કરે છે. આ સમસ્યા વાળા લોકોને વાસી રોટલી ખાવાનુ જણાવવામા આવે છે. આને ખાવાથી પાચનતંત્ર પણ મજબુત બને છે. આ આપણા શરીર માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. આમાથી ઘઉંમા હોય એટલા જ ગુણો મળી આવે છે. આમા ફાઅય્બર ખુબ વધારે હોય છે. આમા જીઆઇ સુચકાંક બહુ ઓછી માત્રામા હોય છે.

આને ખાવાથી થતા ફાયદાઓ :

પેટની સમસ્યા માટે :

આજકાલના બધા લોકો પેટને લગતી સમસ્યાનો સામનો કરતા હોય છે. આમ આ સમસ્યા માટે વાસી રોટલી અક્સીર ઇલાજ ગણવામા આવે છે. રાત્રે સુતા પહેલા દુધમા આને ભેળવીને ખાવી જોઇએ. આમ કરવાથી કબજીયાત, ગેસ, વાયુ અને એસીડીટીની સમસ્યામા રાહત રહે છે. તમારા જીવનશૈલીમા આનો સમાવેશ કરવો જોઇએ.

શરીરના તાપમાનને કાબુ કરે છે :

આમાન્ય રીતે બધાના શરીરનુ તાપમાન ૩૭ ડીગ્રી સેલ્સિયસ જેટલુ હોય છે. જ્યારે તે 40 થી વધી જાય છે ત્યારે તે વધી જાય છે. આનાથી અનેક અંગને નુકશાન થાય છે. ઠંડા દુધમા વાસી રોટલીને પલાળીને ખાવાથી તાપમાન કાબુમા રહે છે. સવારમા ઊઠીને ખાલી પેટે આ લેવુ જોઇએ. આનાથી શરીરને જોતા પોષણત્ત્વો મળી જાય છે. આનાથી એસીડીટીની સમસ્યા પણ દુર થાય છે.

લોહીના દબાણને કાબુ કરવા માટે :

આને દુધ સાથે ખાવાથી ઉચ્ચ લોહીના દબાણને કાબુમા કરે છે. આ સમસ્યા માટે આ ખુબ જ લાભદાયક છે. આને દુધમા દસ થી પંદર મિનિટ પલાળીને સવારે ભુખ્યા પેટે ખાવાથી લોહીનુ દબાણ દુર થાય છે.

મધુપ્રમેહની સમસ્યાને કાબુમા કરવા માટે :

આજના જમાનામા બધાને લોહીમા સુગરની માત્રા ખુબ જ વધી ગઇ છે. આ સમસ્યાનો બધા લોકો સામનો કરી રહ્યા છે. કાયમી નિયમિત આને ખાવુ જોઇએ. રોટલીને દુધમા પંદર મિનિટ પલાળીને તમે ગમે ત્યારે તેને ખાય શકો છો. આમ કરવાથી મધુપ્રમેહ ઓછુ થાય છે અને તે કાબુમા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *