શું તમે પણ પીડાવ છો ગેસ અને અપચાની તકલીફથી? તો એકવાર જરૂરથી અજમાવો શિલ્પા શેટ્ટી નો જણાવેલો આ કારગર ઉપાય, ટૂંક સમય મા જ મળશે રાહત…

Spread the love

આપણા બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે, જે તેના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ નિયમિત છે. તે તેના સ્વાસ્થ્યની સારસંભાળ ખૂબ જ સારી રીતે રાખે છે અને તેના માટે તે કોઈપણ બાંધછોડ કરતાં નથી. તેના વ્યસ્ત જીવનમાથી પણ તે સમય કાઢીને તેના શરીરને તે સમય આપે છે. તે આટલા વ્યસ્ત રહે છે તેમછતાં પણ તે ગમે તેમ કરીને તેના સ્વાસ્થ્ય માટે તે સમય કાઢી લે છે. આજે આપણે બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટી વિષે જાણીએ. તે તેના સ્વાસ્થયનું ખૂબ ધ્યાન રાખે છે.

આજે આપણે જાણીએ કે તે તેના સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખે છે અને તેના માટે શું કરે છે. આ અભિનેત્રીને તંદુરસ્તી અને સ્વસ્થ આહાર બાબતમાં તેને ખૂબ રુચિ રહેલી છે. આ અભિનેત્રીએ તેના ચાહકો માટે તેના વ્યક્તિગત તંદુરસ્તી માટેના મૂલમંત્ર બધાને જણાવ્યા છે. તેનાના ઇન્સ્ટાગ્રામ માં ખૂબ વધારે ચાહકો રહેલા છે.

તેના ચાહકો તેની સાથે સંકળાયેલી બાબતો જાણવા માટે ખૂબ ઉત્સુક છે. આજે આપણે તેની ત્ંદુરસ્તી વિષેની થોડી માહિતી મેળવીએ. તેને વધારે શાકાહારી અને ગ્લુટેન મુક્ત આહારનો શોખ રહેલો છે. આજે આપણે તેના દ્વારા જણાવાયેલ એક ખૂબ અસરકારક ઉપાય વિષે જાણીએ. તેનાથી તમને ગેસ અને અપચા જેવી સમસ્યા માથી તરત રાહત મળી શકે છે. આજે તેના ઉપાય વિષે જાણીએ.

તેને એસિડિટી અને અપચા માથી રાહત મેળવવા માટે :

આ ઉપાય ઘરેલુ છે તેમાં જીરું, અજમા અને વરિયાળીની જરૂર રહે છે. તેને જણાવ્યુ કે અનિયમિત કહવાની ટેવને કારણે અને તણાવ વધારે રહેવાથી એસિડિટી અને અપચાની સમસ્યા થતી હોય છે. તને દૂર કરવા માટે આ ઉપાય ખૂબ ફાયદાકારક સાબિત થશે. આ સમસ્યાને દૂર કરવા માટે આ ખૂબ સરળ ઉપાય છે તેના માટે આ પાણીનું સેવન તમારે કરવું જોઈએ.

આ પાણી પીવાથી શરીર પૂરી રીતે ડિટોક્સ થાય છે :

વરિયાળી, જીરું અને અજમાનું પાણી શરીરને ડિટોક્સ કરવામાં ખૂબ મદદ કરે છે. સવારે ખાલી પેટ આ પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ અને ચયાપચયનું સ્તર વધવામાં ખૂબ મદદ મળે છે. અજમાને પ્રાચીન સમયથી પાચનને લગતી સમસ્યા માટે ઉપયોગ થતો આવ્યો છે. જીરાથી આપની પાચન ક્રિયામાં ઘણો સુધારો થાય છે. આ બધા લાભદાયી ઘટકોને એક સાથે ભેળવીને તેનાથી તમારા શરીરમાં ખૂબ સારી અસર પડી શકાય છે.

આ વસ્તુનો ઉપયોગ તમારે કેવી રીતે કરવો તેના વિષે જાણીએ. આ ત્રણેય સામગ્રીને સરખા ભાગમાં લઈને તેને હલકા શેકી લેવા અને તેનો પાઉડર બનાવી લેવો જોઈએ. તેને તમારે એરટાઈટ ડબ્બામાં ભરી લેવું. તે કહે છે કે આનું સેવન કરવા માટે તમારે એક ચમચી મિશ્રણ અને એક ગ્લાસ પાણીમાં તમારે થોડું લીંબુનો રસ નાખીને તેનું સેવન કરવું જોઈએ. આ પાણીનું નિયમીત રીતે સેવન કરવાથી તમારી પેટને લગતી બધી સમસ્યા દૂર થશે અને તેનાથી મેદસ્વીતાથી પણ રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *