શું તમે પણ પીડાવ છો ગેસ્ટ્રીક, વાયુ અને અપચાની સમસ્યાથી? તો આજે જ અપનાવો આ દેસી નુસ્ખા અને જુઓ ફરક…

Spread the love

આજકાલ વાયુ અને અપચા ની સમસ્યા દરેક લોકોમાં જોવા મળે છે. તેના કારણે બીજા અનેક રોગો પણ જન્મ લ્યે છે, જેવાકે મોટાપો, માથાનો દુખાવો, બેચેની, ગભરામણ, ભોજન માં અરુચિ, દુર્બળતા વગેરે. આ રોગને દૂર કરવા માટે હીંગવાષ્ટક, ચિત્રકાદિવટી, લવણ ભાસ્કર તથા અવિપત્તિકર ચૂર્ણ નો કોઈ વૈધ ની સલાહ લઈ ઉપયોગ કરવો જોઇએ.


ત્રિફળા ચૂર્ણ રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે લેવાથી પણ ગેસ અને પેટની તકલીફ માં રાહત મળે છે. આ ઉપરાંત હરડે નું સેવન કરવું પણ ફાયદાકારક છે. સવારે ખાલી પેટે હરડે નું સેવન કરવાથી આ તમામ તકલીફો થી છુટકારો મળશે. આખો દિવસ આદુનો ટુકડો મોંમાં રાખી ચવતા રહેવું. તેનો રસ ધીરે ધીરે પેટમાં જશે જે તમારી પાચનશક્તિ વધારશે.

ગેસ ને મટાડવા માટે જવની રોટલી, પરવળ, કારેલાં, દૂધી, તુરિયા, ટીંડોરા તથા મેથીની ભાજી સરગવો, લસણ, લીંબુ, દ્રાક્ષ, આદુ, ફુદીનો, કોથમીર, અજમો, સિંધવ, કાલા નમક, મધ, વરિયાળી, લવિંગ, સૂંઠ વગેરે પદાર્થો ખૂબ જ ઉપયોગી છે. તેથી રોજિંદા જીવનમાં તેનું સેવન કરવું જોઈએ. ચા માં આદુ નાખી ને પીવી. સવારે ખાલી પેટે ગરમ પાણીનું સેવન કરવું.

આ તકલીફ માટે ફૂલ પેટ ક્યારે જમવું નહીં અને સાવ ભૂખ્યા પણ ન રહેવું. દિવસમાં ૪-૫ વખત થોડું થોડું ખાવું અને દિવસમાં ૨ વાર યોગ કરવા. ગેસની તકલીફ માટે એક મુદ્રા છે તે કરવી. તેમજ સવારે વહેલા ઊઠીને દોડવાનું રાખવું. ચિંતા મુક્ત રહેવું. તણાવના કારણે પણ પેટની તકલીફ થઈ શકે. ચાવી ચાવી ને ખાવું. આમ કરવાથી ખોરાક માં લાળ ભળે છે અને ખોરાક ને બરાબર રીતે પચાવે છે. જમીને તરત પાણી ન પીવું.

આદુ ના ટુકડા, લીંબુ નો રસ તથા સિંધવ મિક્સ કરીને તે ટુકડા ચાવવા તેમજ ભોજન માં પણ આદુ નો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો. આદુ પાચન શક્તિ માટે ખૂબ લાભદાયક છે. આ ઉપરાંત મધ, ફુદીનો, કોથમીર, સિંધવ નું સેવન કરવું જોઈએ. જમીને ૨૦ મિનિટ વજ્રાસન માં બેસવું અને ડાબે પડખે સૂવું. આમ કરવાથી તમને પેટ ની બધી તકલીફ થી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *