શું તમે પણ મેથીનુ નામ સાંભળતા ભાગો છો દૂર, તો આજે જ જાણીલો તેના આવા સ્વાસ્થ્યવર્ધક ફાયદા…

Spread the love

મિત્રો, આપણા આયુર્વેદમા અનેકવિધ એવી ઔષધિઓ આવેલી છે કે, જે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આજે આપણે આ લેખમા આયુર્વેદની એક એવી વિશેષ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમારા સ્વાસ્થ્યને નીરોગી બનાવવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે, તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુ?

આ મેથીના દાણા વધુ પડતી કડવી પ્રકૃતિ ધરાવતા હોવાના કારણે લોકો તેને ખાવાનુ વધારે પડતુ પસંદ કરતા નથી પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આ મેથીમા પુષ્કળ માત્રામા ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ છે. તેમા પ્રોટીન ભરપૂર માત્રામા સમાવિષ્ટ જોવા મળે છે, જે તમારી ભૂખ વધારવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત આ વસ્તુમા ભરપૂર માત્રામા ગ્લાઈકોસાઈડ પણ સમાવિષ્ટ હોય છે, જેના કારણે તે ખુબ જ કડવી લાગે છે. આ સિવાય તેમા લેસીથિન, વિટામીન-ડી, ફોસ્ફેટ અને આયરન જેવા તત્વો સમાવિષ્ટ હોય છે, જે આપણા સ્વાસ્થ્યને નીરોગી રાખે છે. જો તમે આ મેથીના દાણાને પીસીને તેને ત્વચા પર લગાવો તો તમારા શરીરને સુંદર રાખવામા પણ સહાયરૂપ સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત તે તમારી ચામડીને મુલાયમ રાખવા માટે પણ લાભદાયી સાબિત થાય છે. આ સિવાય તે મેથીના દાણાને પીસીને ઘા પર લગાવવામા આવે તો તેની બળતરા ઓછી થાય છે અને ઘા ની પણ ઝડપથી સારવાર થાય છે. આ સિવાય પહેલાના સમયમા ગર્ભવતી સ્ત્રીને પણ આ મેથીના દાણા ખવડાવવામા આવતા હતા અને તેનાથી પ્રસુતિમા પણ સરળતા રહે છે.

આ સિવાય તે પાચનશક્તિ મજબુત બનાવવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ ઉપરાંત કબજિયાત જેવી સમસ્યાઓ સામે પણ રક્ષણ મળે છે. આ સિવાય તે ગેસ્ટ્રિક અને અલ્સરના નિદાનમા પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત તેમા સમાવિષ્ટ સ્ટેરોએડયુક્ત સૈપોનિન અને લસદાર રેશા રક્તમા શર્કરાને ઘટાડે છે, તેથી ડાયાબીટિસની બીમારીઓને દૂર કરવા માટે પણ તે ખુબ જ લાભદાયક સાબિત થાય છે. આ સિવાય મેથી ખાવાથી તમારી માનસિક સક્રિયતા વધે છે અને આપણા શરીરના કોલેસ્ટ્રોલનુ પ્રમાણ પણ નિયંત્રણમા રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *