શું તમે પણ કમરના દુખાવાથી છો પરેશાન? તો જરૂર કરો આ ઉપાય, ટૂંક સમય મા જ મળશે રાહત, જાણો તમે પણ…

Spread the love

આજકાલના મોટા ભાગના લોકોને કમરનો દુ:ખાવો થાય છે. આ ગમે તે કારણથી થઇ શકે છે. આ સમસ્યા વધારે વજન ઉપાડવાથી, ભારે વસ્તુને ઊંચકવાથી, ભારે કસરત કરવાથી, જીમમા વર્કઆઉટ કરવાથી અને વધારે સમય એક જગ્યાએ બેસવાથી થાય છે. આ બધા જ કમરના દુખાવાના મુખ્ય કારણો છે.

આ દુ:ખાવો થાય ત્યારે આપણે આ બધી વસ્તુ પર ધ્યાન આપતા નથી. તે દર્દ થવાથી આપણે બીજા કામ પણ નથી કરી શક્તા. આમા રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરી શકો છો. તો આજે આ લેખમા આપણે આના વિશે જાણીશુ. તો ચાલો જાણીએ તેના વિશે.

મસાજ :

કમરની નિયમિત તેલ મસાજ કરવાથી તેના દુ:ખાવામા આરામ મળે છે. તેની મસાજ કરવા માટે તમે સરસવ તેલ, જૈતુનનુ તેલ અને લવંડરના તેલ જેવા તેલનો ઉપયોગ કરી શકો છો. તેલને હળવુ ગરમ કરીને કમરની મસાજ કરવી જોઇએ. કરોડરજ્જુ પર હળવો વજન આપીને મસાજ કરવી જોઇએ, આમ કરવાથી થોડાક જ સમયમા દર્દ ઓછુ થાય છે.

સિન્ધાલુ નિમક :

એક વાટકો સિન્ધાલુ નિમક લેવુ. ત્યારબાદ બાથટબને હળવા ગરમ પાણીથી ભરવો. તેમા તે વાટકો એક સિન્ધાલુ નિમક નાખવુ જોઇએ. ત્યારબાદ તેમા તમારે બેસવુ જોઇએ. જ્યા સુધી પાણી ગરમ રહે છે ત્યા સુધી તેમા રહેવુ જોઇએ. તમે તેમાથી બહાર આવશો તો તરત જ દુખાવો દુર થશે.

મેથી :

મેથીના દાણા લઇને તેનો ભુક્કો કરવો જોઇએ. ત્યારબાદ એક પ્યાલો ગરમ દુધ લેવુ જોઇએ અને તેમા એક ચમચી મધ અને એક ચમચી આ પાવડર ભેળવવુ જોઇએ. આને લીધા બાદ તમને કલાકમા જ આરામ મળશે.

હળદર :

હળદરમા ઘણા બધા ઔષધિય ગુણ હોય છે. ઘણા બધા દુખાવા માટે આ અક્સીર ઇલાજ સાબિત થઇ છે. એક પ્યાલો ગરમ દુધમા ચમચી એક હળદર ભેળવીને ફુંક ફુંક મારતા મારતા ધીરેથી પીવુ જોઇએ. રાત્રે સુતા પહેલા આ પીવુ જોઇએ. આમ કરવાથી સવારે તમારા દુખાવામા રાહત મળે છે.

આદુ :

આદુ આપણા શરીર માટે ખુબ જ સારુ છે. આમા જીંજરલ નામના કમ્પાઉંડર રહેલ હોય છે. આ વસ્તુ પોષણતત્વોથી ભરપુર હોય છે. જે બળતરા અને દુખાવો દુર કરવામા મદદ કરે છે. આનો એક મોટો કટકો લેવો જોઇએ. ત્યારબાદ તેને વાટીને એક વાટકો ગરમ પાણીમા ભેળવવુ જોઇએ. તેમા ચમચી એક મધ નાખવુ જોઇએ. આમ કરવાથી આમા આરામ મળે છે.

લસણ :

એક નાનુ લસણ લેવુ જોઇએ. તેને ફોલીને તેની દસ જેટલી કળીઓને પીસીને પેસ્ટ બનાવી જોઇએ. ત્યારબાદ આ લેપને કમરમા જ્યા દુખાવો છે ત્યા લગાવુ જોઇએ. ગરમ પાણીમા એક ટુવાલ પલાળીને તે લેપ પર લગાવી લેવુ જોઇએ. આને અડધો કલાક માટે રાખવો જોઇએ. ત્યારબાદ તેને સાફ કરી લેવુ જોઇએ. આમ કરવાથી ઝડપથી આરામ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *