શું તમે પણ ઘરમા ઝેરી જીવજંતુઓના ઉપદ્રવથી છો પરેશાન? તો અત્યારે જ અજમાવો આ ઉપાય અને તુરંત મેળવો મુક્તિ…

Spread the love

આપણાં બધાના ઘરમાં ભેજવાળું વાતાવરણ હોય ત્યારે મચ્છર માખી અને ગરમીની રૂતુમાં દીવાલ પર ગરોળી જોવા મળતી હોય છે. તેનાથી કેટલીક બહેનો ગરોળીથી ડરતી હોય છે. ઘણા લોકોને મચ્છર ઘરમાં આવે તો તેને દૂર ન કરે ત્યાં સુધી તેમને શાંતિ મળતી નથી. રસોડામાં કેટલીક જગ્યાએ વંદા થાય છે. તેનાથી કેટલીક બીમારી થઈ શકે છે.

બજારમાં મળતું વિનેગર પાણીમાં નાખીને તેના પોતા કરવાથી માખી ઘરમાં આવતી નથી. પાણીમાં મરચાં નાખીને તે પાણીને ઘરમાં રાખવાથી જ્યાં ખૂબ માખીઓ હોય તે દૂર થાય છે. આપણાં વાતાવરણમાં અનેક જીવજંતુઑ રહેલા હોય છે. તેનામા મનુષ્યની જેમ જીવ રહેલો હોય છે. મચ્છર કરડવાથી કેટલાક રોગો થાય છે.

લસણ, ડુંગળી, કાળાનો પાવડર બનાવીને તેને પાણીમાં નાખીને તેને ઘરમાં છાંટવા જોઈએ. તેથી વ્ંદા ઘરમાં આવતા નથી. મોરપીછાને ઘરમાં રાખવાથી ગરોળી આવતી નથી. તેથી પહેલાના લોકો ઘરમાં તેને લટકાવીને રાખતા. લીંબુના ફાડામાં લવિંગ નાખીને મૂકી રાખવાથી ઘરમાં મચ્છરનો ત્રાસ દૂર કરી શકાય છે.

ભેજવાળા વાતાવરણમાં અને ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યાં મચ્છર વધારે થાય છે. વરસાદ હોય ત્યારે વધારે પ્રમાણમાં મચ્છર થાય છે. કપૂરને એક ખૂણામાં રાખવાથી તે દૂર થાય છે. તેનો ધુમાડો કરવાથી મચ્છર દૂર થાય છે. રાતના સમયે ઘરના બારી દરવાજા બંધ કરી દેવા જોઈએ. તેથી તે ઘરમાં આવતા નથી.

તુલસી ઘરમાં રાખવાથી મચ્છર દૂર થાય છે. પાણીમાં થોડો મરીનો પાવડર નાખીને તે પાણીને છાંટવાથી માખીઓ ઓછી થાય છે. ડુંગળીની સુગંધથી ઘરમાં ઉંદર આવતા નથી. તેના ટુકડા કરીને ઉંદર આવતા હોય ત્યાં રાખવા જોઈએ. તેથી તે આવતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *