શું તમે પણ ફ્રીજમા મુકો છો આ વસ્તુ? તો થઈ જજો સાવધાન, ગેસ, એસિડિટી તેમજ પાચનથી લગતા થઇ શકે છે આવા રોગ, જાણો તમે પણ…

Spread the love

આપણે બધા જ્યારે બજાર માથી કઈ શાક ભાજી અકે ફળ ખરીદીને લાવીએ છીએ ત્યારે આપણે તેને તાજા રાખવા માટે આપણે તેને ફ્રીજમાં રાખીએ છીએ અથવા જ્યારે આપણે બનાવેલો ખોરાક વધે ત્યારે તેને પણ આપણે ફ્રીજમાં રાખીએ છીએ. તેથી તેને આપણે ફરી ખાઈ શકીએ છીએ. પરંતુ ફ્રીજમાં રાખેઌ વસ્તુ ખાવાથી આપનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

ઘણી એવી વસ્તુ છે કે તેને ફ્રીજમાં રાખીને ખાવાથી આપના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. તેને ફ્રીજમાં રાખવાથી વસ્તુનો સ્વાદ પણ બદલાય છે. ટામેટાને ફિજમાં રાખવાથી તેનું કલર અને તેનો સ્વાદ બગડી જાય છે ત્યારે આપણે તેને બહાર કાઢીને તેનું શાક બનાવીએ છીએ તેનાથી આપની તબિયત બગડી શકે છે. તેને ત્નડા તાપમાનમા રાખીને ન ખાવું જોઈએ.

આપણે જે ભોજન કરીયે છીએ તેનો મુખ્ય હેતુ એ હોય છે કે તેમાથી આપના શરીરને ઘણા પોષક તત્વો મળે. પરંતુ વાસી ખોરાક ખાવાથી તેમાં પોષક તત્વો રહેતા નથી. તેનાથી આપણને લાભ થતો નથી તેથી આળસ અને થાક જેવી અનુભૂતિ થાય છે. જ્યારે બ્રેડને ફ્રીજમાં રાખવાથી તે સુકાય જાય છે. તેનાથી તેનો સ્વાદ બદલાય છે. તે આપના શરીરને નુકશાન કરે છે.

તેવી રીતે બટાકાને પણ ફિજમાં રાખવાથી તેમાં ઉત્પન્ન સ્ટાર્ચ શુગરમાં ફેરવાય છે. તેનાથી પેટની સમસ્યા સર્જાય છે. તેથી જે લોકોને ડાયાબિટીસ હોય તેને ફ્રીજમાં રાખેલા બટાકા ન ખાવા. કોફીને ફ્રીજમાં રાખવાથી તેની સુંગંધ જતી રહે છે. તેનાથી તેને લેવાતાહી રોગ થવાનો ખતરો વધી જાય છે. કેળાને ફ્રીજમાં રાખવાથી તે કાળા પડી જાય છે. તેથી તેને તમારે બહાર કુદરતી તાપમાનમાં રાખવું જોઈએ.

તેવી રીતે મધને પણ ઘણા લોકો ફ્રીજમાં રાખતા હોય છે. તેને ફ્રીજમાં રાખવાથી તે જામી જાય છે. તેના સ્વાદમાં પણ ઘણો ફેરફાર થાય છે તેથી તેને ખાવાથી મધનો સ્વાદ આવતો નથી. મધને યોગ્ય તાપમાનમાં રાખવું ખૂબ જરૂરી છે. આપણે ફ્રીજમાં તરબૂચને ન રાખવું જોઈએ. તેને ફ્રીજમાં રાખવાથી તેમાં રહેલા પોષક તત્વો મળી શકતા નથી.

વાસી ખોરાક ખાવાથી પેટમાં દુખાવો, ગેસની તકલીફ, અપચો, પાચન થવાની ક્રિયા ધીમી પડી જાય છે. તેના લીધે કબજિયાત થવાની તકલીફ થાય છે. વાસી ખોરાક ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તેથી વાસી ખોરાક ખાવાથી અનેક બીમારી થઈ શકે છે. તેથી વાસી ખોરાકનું સેવન ન કરવું જોઈએ.

ડુંગળી અને લસણને પણ આપણે ક્યારેય ફ્રીજમાં રાખવું જોઈએ નહીં. તેનાથી ફ્રીજમાં ખરાબ વાસ આવવા લાગે છે. આપણે ડુંગળીને બહાર અંધારા વાળી જગ્યાએ રાખવી જોઈએ તેનાથી તે સારી રહે છે. જે ફળોમાં સાઈટ્રિક એસિડ રહેલું હોય તેવા ફળ જેમ કે લીંબુ. તેને આપણે નીચા તાપમાનમાં રાખવું જોઈએ નહીં. તેના પર ડાઘ પડી જાય અને તેનો સ્વાદ બદલાય જાય છે.

તેવી રીતે સફરજનને પણ તમારે ક્યારેય ફ્રીજમાં રાખવું જોઈએ નહીં. તેની સાથે ચેરી જેવા ખાટા ફળને પણ આપણે ક્યારેય ફ્રીજમાં રાખવા જોઈએ નહીં. ઘણા લોકોની એવી આદત હોય છે કે તે રોટલીને ફ્રીજમાં રાખે છે. તેનાથી તે સુકાય જાય છે. તેના લોટને બાંધીને પણ ફ્રીજમાં રાખવો જોઈએ નહીં. તેનાથી લોટ ખરાબ થાય છે અને તેમાથી બનેલી રોટલી પણ ન ખાવી જોઈએ તેનાથી પણ અનેક બીમારી થવાનો ખતરો વધી જાય છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણું નુકશાન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *