શું તમે પણ કેન્સર જેવી જટિલ બીમારીથી બચવા માંગો છો? તો જરૂર કરવો જોઈએ આ ઉપાય, જાણો તમે પણ…
કેન્સર એ ખુબ ગંભીર રોગોમાથી એક છે. આ થાય તે કોઇને પણ ગમતુ નથી. આમ આ નામથી ઘણા લોકોને બીક લાગે છે. તેથી તેના માટે બધા પહેલા જ ખુબ જ કાળજી રાખે છે. તે લોકો આનાથી બચવા માટે ગમે તે કરી શકે છે. અત્યારના સમયમા આધુનિક દવાઓ અને થેરાપીઓ આવવા લાગી છે. આ માટે લોકો ગમે તેટલા નાણા ખર્ચવા તૈયાર છે. આજના સમયમા એંટી કેંસર ડ્રગ્સના કારણથી આ થવાનુ જોખમ ઓછુ થાય છે.
હોલિસ્ટિક દવાના ક્ષેત્રમા જાણીતા એવા અમેરિકાના ડિક્ટર એંડ વેલ્સ કહે છે કે આ થવાનુ મુખ્ય કારણ ફ્રી રેડીકલ શરીરમા જમા થવા પર થાય છે. એંટીઓક્સિડંટની અછતના કારણે આવા બધા ગંભીર રોગો થાય છે. આનાથી લોહીનુ દબાણ, મધુપ્રમેહ, અર્થાઇટીસ અને શ્વાસના અનેક રોગ થવાનો ખતરો વધી જાય છે.
આપણા શરીરમ તોફાન લાવતા તત્વોને ફ્રી રેડીકલ તતવો કહેવામા આવે છે. આ ખોરાક, હવા અને પાણીથી ઉત્પન્ન થાય છે. કેફીન, આલ્કોહોલ અને તમાકુનુ વધારે સેવન કરવાથી આ થાય છે. આ આપણા શરીરના તંદુરસ્ત તત્વો પર જામી જાય છે. આનાથી રક્ષણ મેળવવા માટે દુધ, અનાજ, કઠોળ, લીલા શાકભાજી અને ફળો ખાવા જોઇએ. જરૂરી માત્રામા સેલેનિયામ, વિટામિન એ, સી અને ઇ લેવાથી અને ખનિજો લેવા જોઇએ. દરરોજ અડધી કલાક કસરત કરવી જોઇએ. આનાથી આ થવાનુ જોખમ ઓછુ થાય છે.
નેશનલ કેંસર ઇંસ્ટીસ્ટયુટમા હોલિસ્ટિક મેડીસીન મુજબ આના આહારનો પ્રયોગ કરવામા આવ્યો હતો. તેના કહેવા મુજબ લીલા શાકભાજી અને ફળો વધારે ખાવા જોઇએ. એક દિવસમા પાં થી દસ ફળ અથવા શાકભાજી ખાવા જોઇએ. એક સર્વિંગ એટલે ચાનો અડધોપ પ્યાલો થાય છે. આમ કરવાથી અનેક જાતના કેન્સર થવાનો ખતરો ઘટે છે. આમાથી તમને એંટીઓક્સીડંટો વધારે માત્રામા મળે છે. આની સાથે સાથે તમારે લાયકોપેન, બ્રોકલી, પાલક, ભાજી, સફરજન, દ્રાક્ષ અને લીંબુનુ વધારે સેવન કરવુ જોઇએ.
ફાયબરનુ પ્રમાણ વધારે હોય તેવા ખોરાક વધુ લેવાઅ જોઇએ. આ એક જાતનો કાર્બોહાઇટ્રેડ છે. આ પાણીમા ભળે ત્યારે તે ફુલવા લાગે છે. આ પચવામા સરળ હોય છે. તેથી કબજીયાતની સમસ્યા પણ દુર થાય છે. આંતરડામા ચોંટેલા વધારાના પદાર્થને પણ દુર કરે છે. ચરબીવાળો ખોરાક બહુ જ ઓછો લેવો જોઇએ. આમ આવો વધારે ખોરાક લેવાથી પ્રોસ્ટેટ, પિતાશય, સ્તન અને આંતરડાના કેંસરનુ જોખમ વધી જાય છે. રોજના આહરમા ૨૦ % ચરબીવાળો આહાર લેવો જોઇએ.
જે ખોરાકામા ફોલિક એસીડ વધારે હોય તેવો ખોરાક લેવો જોઇએ. પાનવાળા શાકભાજી, લીંબુ, સંતરા, મોસંબી અને જમરૂખ જેવા આહાર વધારે લેવો જોઇએ. તેની સાથે જ ૧૫૦૦ મિલીગ્રામ જેટલુ કેલ્સિયમ લેવુ જોઇએ. આ દુધ, બદામ અને તલમાથી મળે છે. લસણ વધારે પ્રમાણમા લેવુ જોઇએ. પેનસીલીવીનીયામા આવેલ સ્ટેટ યુનિવર્સીટીના અભ્યાસમા જાણવામા આવ્યુ છે આને રોજ ખાવાથી પ્રોસ્ટેટ અને ફેફસાનુ કેંસર થતુ નથી. ખોરાક એકસરખો ન લેવો જોઇએ. તેમ બદલાવ કરવો જોઇએ. ઘરનો સાત્વિક આહાર લેવો જોઇએ. બહારનો ખોરાક ન ખાવો જોઇએ.
સપ્તાહમા એક દિવસ ઉપવાસ કરવો જોઇએ. આમ કરવાથી શરીરમા રહેલ વધારાના પદાર્થો દુર થાય છે. આમ કરવાથી આંતરડા, ફેફસા, જઠર અને કિડનીને આરામ મળે છે અને તે સાફ થાય છે. ઉપવાસમા વધારે પ્રવાહી, ફળો અને શાકભજી લેવા જોઇએ. આમ કરવાથી કેંસર થવાનુ જોખમ ઘટે છે.