શું તમે પણ આ દસ વસ્તુઓ ની છાલ ને ફેંકી દો છો? તો લેખ વાંચ્યા બાદ નહી ફેંકો, જાણો આવા છે લાભ…

Spread the love

દાડમની છાલ: દાડમની છાલને વાટીને તેને વાળની ત્વચામાં લગાવો અને ત્રીસ મિનિટ બાદ ધોઈ નાખો. આમ કરવાથી વાળ ખરતાં અટકશે અને વાળ ચમકદાર બનશે.

કાકડીની છાલ: કાકડીની છાલને તડકામાં સુકવીને વાટી લો. ત્યાર બાદ તેમાં થોડીક બુંદ ગુલાબજળની ઉમેરી એક પેસ્ટ બનાવો. આ પેસ્ટ મુખ પર લગાવો. તેનાથી તમારુ મુખ ગોરુ બનશે અને ટેનિંગ પણ દૂર થશે.

ચોખાનું પાણી: વાળને ધોવા માટે ચોખાનું પાણી કંડીશનર તરીકે કાર્ય કરે છે. સાથોસાથ જ તે વાળની ચમકને પહેલા જેવી જાળવી રાખે છે.

કેળાની છાલ: કેળાની છાલના ભિતરના ભાગથી મુખ પર માલિશ કરી પાણીથી મુખ ધોઈ નાખો. આ નૂસ્ખો કરવાથી ખીલની સમસ્યાનો અંત આવશે.

ચાનું પાણી: મહેંદીમાં ચાયનું પાણી ભેળવીને વાળમાં લગાવવાથી વાળ તંદુરસ્ત બને છે અને ચમકીલા બને છે.

પાઈનેપલનો પલ્પ: પાઈનેપલનુ જ્યુસ બનાવ્યા બાદ જે પલ્પ રહી જાય છે તેને મુખ પર લગાવવાથી મુખની કાળાશને દૂર કરી શકાય છે.

લીંબુની છાલ: લીંબુની છાલ ઉપર ખાવાનો સોડા લગાવી તેને સરખી રીતે દાંત પર ઘસવાથી દાંતની પીળાશનો અંત આવે છે.

આમલીનું પાણી: આમલીમાં ડાયટરી ફાયબર વિપુલ પ્રમાણમાંઆવેલા હોય છે. જેથી તેના પાણી નુ સેવન કરવાથી ડાઈજેશન સારું બની રહે છે.

બટેટાની છાલ: બટેટાની છાલમાં એન્ટીબેક્ટરિયલ ગુણ હાજર હોય છે. જેથી દાઝેલા ભાગ ઉપર તેની છાલ લગાવવાથી દાઝવાના દર્દમાં રાહત મળે છે.

કાંદાની છાલ: કાંદાની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ્સ તત્વો હાજર હોય છે. જેનાથી માલિશ કરવામા આવે તો સોજા તથા દર્દમાં આરામ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *