શું તમે લીધી છે આ જગ્યાની મુલાકાત? અહિયાં કપડા મળે છે પાણી ના ભાવે, જલ્દી જાણીલો ક્યાં આવેલી છે આ જગ્યા…

Spread the love

આપના ભારત દેશમાં આટકા બધા સિટી છે અને તેમાં પણ આટલા બધા બજાર છે. આજે આપણે એવી જગ્યા વિષે જાણવાના છીએ જ્યાં નાના બાળકોથી લઈને મોટા લોકો સુધીના કપડાં ખૂબ સસ્તા ભાવે મળી શકે છે. આ એક હોલસેલ બજાર છે જ્યાં તમે તમારા માટે ખૂબ સારી ખરીદી કરી શકો છો અને તમે એટલી સસ્તી કિમતે ત્યાથી વસ્તુ ખરીદી શકો છો કે તમને તેના ભાવ જાણીને ખૂબ આશ્ચર્ય થશે. કારણકે ભારતમાં અમીર અને ગરીબ બધા પ્રકારના લોકો રહે છે.

અત્યારે લોકો તેના કપડાને ઘણું મહત્વ આપવા લાગ્યા છે. આ ફેશનનો જમાનો છે. અત્યારે નાના બાળકો થી લઈને મોટા માણસો બધા સારા દેખાવા માટે સારા પહેરવેશમાં જોવા માંગતા હોય છે. આપણે જે બજાર વિષે વાત કરીએ છીએ તે બજારમાં તમને ૩ શર્ટ ૧૪૦ રૂપિયામાં મળી જશે. તમને અહી એક શર્ટ ખાલી ૪૬ રૂપિયામાં જ મળી રહેશે. અહી નાના બાળકોના અને યુવાનોના કપડાં પણ મળી આવે છે. અહી બધી સાઈઝના કપડાં મળે છે.

સાઇઝ પ્રમાણે અહી કપડાઓની કીમત રહે છે. તમને ત્યા બ્રાંડેડ જીન્સ ૧૦૦ રૂપિયામા મળી જશે. અહી બાળકોના કપડાઓ ખૂબ ઓછી કીમતે મળી રહે છે. અહી તમે મનભરીને ખરીદી કરી શકો છો એ પણ ઓછા પૈસા ખર્ચ કરીને. આ કપડાઓ દિલ્લીમા ગાંધીનગર બજારમા મળી રહે છે. આના વિષે વધારે જાણીએ તો આ બજારને દેશની અને એશિયાની સૌથી સસ્તી બજાર માનવામા આવે છે. આ બજારની ખાસ બાબત એ છે કે અહી તમને બધી બ્રાન્ડના કપડા સસ્તી કીમતે મળી જશે.

અહી રોજે લાખો રૂપિયાની ખરીદી અને વેંચાણ કરવામાં આવે છે. આ એક જ વ્યવસાય અહી થયા છે. આ જગ્યા સિલમપુર મેટ્રો સ્ટેશનની પાસે આવેલી છે. તે વેસ્ટ કાંતિનગરમાં પાસે છે. અહી કોઈ પણ કપડાના ૩ થી ૧૨ પીસ મળે છે. અહી તમારે એવી રીતે જ કપડાં ખરીદવા પડશે તમને અહિયાં એક કે બે કપડાં નહિ મળે અહી જથ્થા બંધનો જ ભાવ કરવામાં આવે છે. અહી તમને ૩ શર્ટ ૧૪૦ રૂપિયામાં મળી જશે. અહી તમને બધા માટેના કપડાં મળી જશે.

આ બજારમાં આટલા ઓછા ભાવ હોવા છતાં પણ બધા ખૂબ વધારે ભાવતાલ કરાવે છે. તેથી તમે પણ આ બજારની મુલાકાત લો ત્યારે તમે ભાવતાલ કરવાનું ભૂલતા નહિ. અહીના વેપારી તમને એવા ભાવ પહેલા કહેશે કે તમે ભાવ નહીં કરવો તો તમે છેતરાઈ શકો છો. અહી તમને નબડા કપડાં અથવા વાપરેલાં કપડાં નહીં મળે તમને અહી બધાજ માપના કપડાં મળી રહેશે.

આના વિષે વધારે એક વાત જાણીએ કે અહીના કપડાં મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. તેથી તે આ બજારમાથી તેના પસંદના કપડાં ખરીદી શકે આ બજારમાં બીજી જ્ગ્યાએથી કપડાં મંગાવીને વહેંચવામાં આવે છે. અહી ટીશર્ટ તીરપુરથી અને લેડીસ તો અને બુટ લખનવથી મંગાવાય છે. અંહી ચણિયાચોળી પણ ખૂબ સસ્તા ભાવે મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *