શુ તમે ક્યારેય વિચાર્યું કે કોરોના દર્દી પાછળ રોજ ના કેટલા રૂપિયા ખર્ચવામા આવે છે? આંકડો સંભાળીને ઉડી જશે હોશ!….

Spread the love

મિત્રો, હાલ સમગ્ર દેશ ના દેશવાસીઓ ઘરમા બંધ રહીને કોરોના સામે યુધ્ધ લડી રહ્યા છે. ત્યારે કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ છે તે લોકો દવાખાનામા કોવિડ-૧૯ ની સમસ્યા સામે યુધ્ધ લડી રહ્યા છે. દેશના ૮૦ ટકા થી વધુ દર્દીઓ નુ નિદાન સરકારી હોસ્પિટલોમા કરવામા આવી રહ્યુ છે. અમુક ખાનગી હોસ્પિટલો પણ કોરોના ની સારવાર કરી રહી છે.

પરંતુ, શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે કોરોના ના દર્દીના નિદાન પાછળ હાલ કેટલા નાણા ખર્ચ કરવામા આવી રહ્યા છે. તો ચાલો આજે આ લેખમા આ વિશે થોડી માહિતી મેળવીએ. બુધવાર ના રોજ રાત્રીના ૯ વાગ્યા સુધીમા આપણા દેશમા ૨૦,૪૦૦ થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૫,૮૪૯ હજુ પણ ચેપગ્રસ્ત છે. જ્યારે બાકીના ૩૯૫૯ લોકો રિકવર થઈ ચૂક્યા છે અને ૬૫૨ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.

કોઈપણ દર્દી ની કોરોના સારવારમા કેટલો ખર્ચ થશે તે અનેક વસ્તુઓ પર આધાર રાખે છે. જેમ કે, વ્યક્તિ ના શરીરમા વાયરસ કેટલો ઉંડો ફેલાયો છે? કોરોના સિવાય કઈ-કઈ બીમારી થી પીડાઈ છે? તેની ઉંમર શુ છે?  તિરુવનંતપુરમ મેડિકલ કોલેજ હોસ્પિટલના સિનિયર દાક્તરના જણાવ્યા મુજબ કોરોના ના સામાન્ય દર્દીના નિદાન માટે સરેરાશ ૨૦ થી ૨૫ હજાર રૂપિયા પ્રતિ દિવસ ખર્ચ થાય છે.

જો તેમના નિદાનમા કોઈ વેન્ટિલેટર અથવા કોઈ જીવન બચાવનાર સંસાધન ના વપરાય તો. આ મુજબ ગણતરી કરીએ તો ૧૪ દિવસ ની સારવાર માટે દર્દી ૨.૮૦ લાખ થી માંડીને ૩.૫૦ લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે. જ્યારે નિરંતર  ૩-૫ કોરોના પરીક્ષણો નકારાત્મક આવે છે, ત્યારે દર્દીને સામાન્ય રીતે ડિસ્ચાર્જ કરવામા આવે છે અને ત્યારબાદ ઘરે જવા દેવામા આવે છે. અમુક દર્દીઓમા આ પરીક્ષણ ૮-૧૦ વાર કરવુ પડે છે. ટેસ્ટના પરીક્ષણ નુ મૂલ્ય ૪૫૦૦ રૂપિયા છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા ખાનગી લેબ માટે આ પરીક્ષણની મહત્તમ રકમ છે. આ ઉપરાંત ટેસ્ટ કીટનુ મૂલ્ય માત્ર ૩૦૦૦ રૂપિયા છે. જો કોઈ વ્યક્તિમા કોરોનાના લક્ષણો જણાય છે અને તેનુ પરીક્ષણ કરવામાં આવે, તો તેને એમ્બ્યુલન્સ દ્વારા જ લાવવામા આવે છે, જેનો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામા આવે છે. એકવાર દર્દી દવાખાનામા પહોંચી જાય ત્યારબાદ તેને આઇસોલેશન વોર્ડમા રાખવામા આવે છે. જેના માટે અમુક વિશેષ સૂચનાઓ છે.

દરેક રૂમ મા એક અલગ શૌચાલય હોવુ આવશ્યક છે. આ રૂમમા આ દર્દી સિવાય અન્ય કોઈ પલંગ ના હોવો જોઈએ. જો કોઈ દર્દી વૃદ્ધ છે અને આ સિવાય ની અન્ય સમસ્યાઓ થી પણ પીડાતો હોય તો ત્યા વેન્ટિલેટર હોવુ આવશ્યક છે. કોટ્ટાયમમા ૯૫ વર્ષનો એક વૃદ્ધ વ્યક્તિ અને તેની ૮૮ વર્ષ ની પત્ની ૧ અઠવાડિયા થી વધુ સમય માટે વેન્ટિલેટર પર હતા. અમુક ખાનગી દવાખાનાઓ ૧ દિવસ માટે વેન્ટિલેટરના ૨૫-૫૦ હજાર રૂપિયા લે છે.

રૂમ નુ ભાડુ દવાખાના પર આધારીત હોય છે પરંતુ, સૌથી સસ્તુ દવાખાનુ પણ રોજના ૧૦૦૦-૧૫૦૦ રૂપિયા ચાર્જ લે છે. હાલ, દરેક મોટા કોવિડ દવાખાનામા નિયમિત ૨૦૦ પીપીઇ કિટ્સની આવશ્યકતા પડે છે કારણકે, દાક્તરથી લઈને નર્સ સુધી ની દરેક વ્યક્તિએ ૪ કલાક ના અંતરે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો બદલવા પડે છે. જો દર્દી માટે કોરોના વાયરસ નો સંક્રમણ વધુ પડતુ હોય, તો આરોગ્ય કર્મચારીઓએ વધુ જલ્દીથી પી.પી.ઇ કીટ બદલવી પડે છે.

એક પી.પી.ઇ કીટ નુ મૂલ્ય ૭૫૦-૧૦૦૦ રૂપિયા છે. દર્દીઓ માટે દવાઓ ની આવશ્યકતા જુદી-જુદી હોય છે પરંતુ, કોરોના દર્દીઓ ની દવાઓ પાછળ નિયમિત ૫૦૦-૧૦૦૦ રૂપિયા નો ખર્ચ થાય છે. આ ખર્ચમા દર્દીને આપવામા આવતા ભોજન નુ મૂલ્ય શામેલ નથી. આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજા જણાવે છે કે, કોરોના દર્દીઓ ના નિદાનમા કોઈ જ પ્રકાર ની મુશ્કેલી નથી.

શૈલજા જણાવે છે કે, અમે અમારા દર્દીઓ નુ શ્રેષ્ઠ નિદાન કરી રહ્યા છીએ અને અમુક વિદેશી લોકો કે જે આપણી સારવાર થી સ્વસ્થ થયા છે તે પણ આપણી તબીબી સારવાર વખાણ કરે છે અને આપણી તબીબી સારવાર ને શ્રેષ્ઠ દર્શાવે છે. જો કે સરકાર કોરોના સામે લડવામા આવતા થતા ખર્ચ થી પણ પરેશાન છે, રાજ્ય ની તિજોરી પર તેની કેટલી અસર પડશે તે આગામી દિવસોમા જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *