શું તમે જાણો છો માતા ના ગર્ભમાં નવ મહિના સુધી બાળક શું કરે છે? ચાલો જાણીએ…

Spread the love

દરેક દંપતીના જીવનમાં મા બાપ બનવાનું સુખ કઈક અલગ જ હોય છે. જ્યારે એક સ્ત્રી એક સ્ત્રી માથી મા બનવા જઇ રહી હોય ત્યારે એક નાનો જીવ આ દુનિયામાં જ્ન્મ લે છે. આજે આપણે જાણીએ કે આ નાનાઓ જીવ જ્યારે માતાના ગર્ભમા હોય ત્યારે તે શું અનુભવે છે તેના વિષે આપણે જાણીએ.

સંશોધન પ્રમાણે આપણે જાણીએ કે આ નાનું જીવ જ્યારે તેની માતાના ગર્ભમાં હોય ત્યારે તે સપનાઓ જોવે છે. તે અંદર કરવટો પણ લે છે. તે તેના હાથની આંગળી ચૂસે છે. આ સિવાય તે ઘણા એવા કામ કામ કરે છે. તમે અલ્ટ્રા સાઉન્ડના પરિક્ષાણમા જાણીએ તો તે ગર્ભમાં આમ તેમ ફરતું જ રહે છે. તે તેનો અહેસાર કોઈ પણ રીતે તેની માતાને કરાવતો રહે છે. તમે પહેલી વખત મા બનો છો ત્યારે તમારે આ બાબતો જણાવી જોઈએ.

સ્વાદ અનુભવવો:

એક અભ્યાસ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે આ સમય દરમિયાન માતા જે પણ ખોરાક લે છે તેનો સ્વાદ એમિનેટેડ ફ્લુઈડથી થઈને આ બાળક સુધી પહોંચે છે.

કરવટો લેવી:

બાળક વધારે સમય માટે સુવાનું જ કામ કરે છે. તે જ્યારે જાગે છે ત્યારે તે ઘણી વાર કરવટો બદલે છે. તે આંખો ખોલીને આમ તેમ ફરે છે.

નિરીક્ષણ કરવુ:

જ્યારે ગર્ભમાં ૨૮મા અઠવાડીયા પછી આ નાનું જીવ તમારી બધી જ ક્રિયાનું ખૂબ ધ્યાનથી પરીક્ષણ કરે છે. ઘણી વાર તે તેનો ઉત્તર પણ આપે છે.

હેડકી આવવી:

જ્યારે ગર્ભાવસ્થાનો શરૂઆતનો સમય હોય ત્યારે આ જીવને હેડકી પણ આવે છે.

હાસ્ય અને રૂદન કરવુ:

જ્યારે ગર્ભના ૨૬મા અઠવાડીયા પછી બાળક તેની માતાના બધા કામ અને પ્રક્રિયાનો જવાબ આપે છે ત્યારે તે હાસ્ય પણ કરે છે. તે ઘણી વાર ગર્ભની અંદર રૂદન પણ કરતું હોય છે.

બોન્ડિંગ:

જો એક સાથે બે બાળકો ગર્ભમાં હોય ત્યારે તે બંનેનો સબંધ માતા સાથે ગર્ભથી જ અતૂટ બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *