શું તમે જાણો છો તુલસી નો છોડ પણ આપે છે આવા સંકેત, આજે જ જાણીલો શું સૂચવે છે આ સંકેતો…

Spread the love

તુલસીને આપણે માતા કહીએ છીએ. તેને હિંદુ ધર્મમાં પવિત્ર છોડ ગણવામાં આવે છે અને તેની પુજા પણ કરવામાં આવે છે. ભગવાનની પુજા વખતે પણ તુલસીને પહેલા ધરવામાં આવે છે. પુજામાં તુલસી ન હોય તો તે પુજા અધુરી માનવામાં આવે છે. તે ઔષધીમાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને ઘરના આંગણામાં વાવવું ખુબ શુભ મનાય છે. તે ઘરમાં આવતી તકલીફ વિષે પણ જાણ કરે છે. તે કેવા સંકેતો આપે છે તેના વિષે જાણી લઇએ.

જો તમારા આંગણમાં લીલો તુલસીનો છોડ ઉભો હોય અને તે અચાનક સુકાવા લાગે તો સમજી લો કે તમારા ઘર પર કોઇ મુશીબત આવવાની છે. ઘરમાં રહેતા પરિવારને મોટું નુકસાન થવાનું છે. તેને પૈસાની તંગી આવવી બહાર નીકળવું જેવી સમસ્યાઓ આવી શકે છે.

તમારા ઘરમાં વારંવાર તુલસીનો છોડ વાવવાથી પણ તે ન મોટો થઇ શકે અથવા તે સુકાઇ જાય. આવું થવા પાછળનું કારણ એ હોઇ શકે કે તમારા ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ હોઇ શકે છે. તમારા ઘરમાં કઇક તો એવું ખોટુ છે જે આ છોડને વધવા નથી દેતુ. તે નકારાત્મક ઉર્જા ઘરમાં ફેલાવી રહ્યું છે.

તમારા આંગણે તુલસીના પાન ખરવા લાગે તો એવું મનાય છે કે તમાર ખર્ચમાં વધારો થશે. તે ખર્ચ બિન જરૂરી હોવાથી પરિવારમાં લડાઈ ઝઘડાઓ થવાની સંભાવના રહેલી છે. ઘરમાં તણાવનું વાતાવરણ જોવા મળી શકે છે. તમે તુલસીના છોડની સરખી રીતે દેખરેખ રાખતા હોવ છતા પણ તેમાં કોઇ રોગ આવી જાય તો તે ઘર માંથી માતા લક્ષ્મી ચાલ્યા ગયા છે એટલેકે ગરીબીનો વાસ થવાનો છે. આવા ઘરોમાં હંમેશા લડાઈ અને ઝઘડા થતા રહે છે. કેમકે ત્યાંથી માતા લક્ષ્મી ચાલ્યા ગયા હોય છે.

તમારા તુલસીના પાન અચાનક બગડવા લાગે અને સંકોચાવા લાગે તો તમારા ઘરમાં કઇક ખરાબ થવાનું હોય છે. તેનાથી નફરત વધે છે અને જે તમને નફરત કરતા હશે તેના તરફ થી તમને મોટુ નુકસાન થઇ શકે છે. તેનાથી ઘરમાં પણ તણાવનું વાતાવરણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *