શું તમે જાણો છો સ્ત્રીએ પગમાં માછલી શા માટે ધારણ કરવી જોઈએ? જાણો તેનાથી થતા લાભ
મિત્રો , મોટાભાગ ની સ્ત્રીઓ ને પગ થી લઈને માથા સુધી આભૂષણ ધારણ કરવાનો એક વિશિષ્ટ શોખ હોય છે. તમે કોઈપણ પુરૂષ ને જુઓ તો અનુમાન ના લગાવી શકો કે આ પુરૂષ પરણેલો છે કે કુંવારો. પરંતુ , એક સ્ત્રી ની રહેણીકરણી અને જીવનશૈલી ને જોઈને તમે અવશ્ય અનુમાન લગાવી શકો કે આ સ્ત્રી પરણેલી છે કે કુંવારી. આ પાછળ ના મહત્વ ના કારણો છે સ્ત્રી એ ધારણ કરેલા આભૂષણો.
એક પરણિત સ્ત્રી હંમેશા મંગળસૂત્ર , સિંદુર , બંગડી વગેરે આભૂષણો ધારણ કરીને રાખે છે જેથી અનુમાન લગાવવું અત્યંત સરળ બની જાય છે. આપણે બાળપણ માં આપણા દાદી અથવા તો આપણાં માતા ના મોઢે થી સાંભળ્યુ હશે કે , આ બધા આભૂષણો ને સુહાગ ની નિશાની ગણવામાં આવે છે. પરંતુ , શું તમને ખ્યાલ છે કે આ ફકત સુહાગ ની નિશાનીઓ જ નથી આ સિવાય પણ તેને ધારણ કરવા પાછળ અનેક વૈજ્ઞાનિક કારણો તથા રહસ્યો છુપાયેલા છે.
હાલ , આજે આપણે આ લેખ માં આ આભૂષણો માં નુ એક આભૂષણ કે જેને પગ માં ધારણ કરવામાં આવે છે તેના થી થતા લાભો વિશે જાણીશું. આ આભૂષણ છે માછલી. મિત્રો , શું તમે જાણો છો કે અમુક રાજયો માં પગ માં માછલી ધારણ કરવી એ પણ સુહાગ ની નિશાની ગણાય છે. વર્તમાન સમય માં તો પગ માં માછલી ધારણ કરવી એ એક ફેશન બની ગઈ છે. પરંતુ , વિજ્ઞાન નુ આ વિશે કઈક અલગ જ માનવુ છે.
વૈજ્ઞાનિક તારણ મુજબ માછલી ને પગ ના અંગૂઠા ની બાજુ ની આંગળી માં ધારણ કરવામાં આવે છે. જેથી પગ માં રહેલી ઉર્જા નિયંત્રણ માં રહે છે. ચાંદી ને ઉર્જા નું એક સારુ એવુ માધ્યમ ગણવામાં આવે છે. પગ માં માછલી ધારણ કરવાથી પગ મા રહેલી ધ્રુવીય ઉર્જા નો સંચાર સમગ્ર શરીર માં થાય છે અને શરીર ઉર્જા થી ભરપૂર રહે છે. ચાંદી ની કોઈ વસ્તુ ધારણ કરવી એ આપણા શરીર માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે.
આ સિવાય ચાંદી ની માછલી પગ માં ધારણ કરવાથી શરીર મા અન્ય અનેકવિધ લાભ પ્રાપ્ત થાય છે. તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે પગમાં માછલી ધારણ કરવાનો એક સંબંધ ગર્ભાશય સાથે પણ સંકળાયેલો છે. વૈજ્ઞાનિક તારણો અનુસાર આપણે પગ ની જે આંગળી માં માછલી ધારણ કરીએ છીએ તે આંગળી માં એક વિશેષ નસ રહેલી હોય છે જે સીધી જ ગર્ભાશય સાથે સંકળાયેલી હોય છે.
આયુર્વેદ અનુસાર જો સ્ત્રી પગ માં માછલી ધારણ કરે તો તેની પ્રજનન ક્ષમતા માં પણ વૃદ્ધિ થાય છે. કારણ કે , જેમ આપણે અગાઉ ચર્ચા કરી તેમ પગ ની જે આંગળી માં માછલી ધારણ કરવામાં આવે છે ત્યા એક વિશિષ્ટ નસ રહેલી હોય છે આ નસ પર દબાણ પડતા તમારા શરીર માં રકત ના પ્રવાહ મા વૃદ્ધિ આવે છે અને તેની પ્રજનન ક્ષમતા વધે છે. આ સિવાય પગ માં માછલી ધારણ કરવાથી માસિક ધર્મ સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે અને તેમાં રાહત મળે છે.
આ ઉપરાંત પગ માં માછલી ધારણ કરવાથી હ્રદય ના ધબકારા નિયમિત રહે છે અને તેમનું સંતુલન જળવાઈ રહે છે. માછલી પગમાં ધારણ કરવાથી સમગ્ર શરીર નું તંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે. જેથી તમે તણાવમુકત રહો અને શરીર માં યોગ્ય ઉર્જા નો સંચાર થાય.