શું તમે જાણો છો શરીર પરના અનિચ્છનીય મસ્સાઓ ને દૂર કરવા માટે આજે જ અજમાવી જુઓ આ ઘરગથ્થુ ઉપાય, થોડા દિવસોમા જ મળી જશે છૂટકારો…

Spread the love

આપણા શરીર પર જે ફોલ્લી થાય છે તેને આપણે સાદી ભાષામાં માસ અથવા મસો કહીએ છીએ. તે આપણા શરીરની સુંદરતાને ઘટાડે છે. તે ખૂબ ખરાબ લાગે છે. તેને આપણે અંગ્રેજીમાં ત્વચા ટેગ કહેવાય છે. આને ગાળા, ખભા અને પીઠ પર વધારે દેખાય છે. તે મોટા ભાગે આ શરીર પર થાય છે. તે જગ્યાએ ભેજની માત્રા વધારે હોય છે ત્યાં કોઈ દુખાવો થતો નથી. પરંતુ જ્યારે કપડાં અને ઘરેણાં પહેરીએ ત્યારે આ મસાઓ ખેંચાય શકે છે. ત્યારે ઘણી વાર લોહી નીકળે છે અને ખૂબ દુખાવો પણ થાય છે.

તેને તબીબી ભાષામાં એસ્ફિબ્રોફિથેલિયલ પોલિપ અથવા એક્રોકોર્ડોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આપની ત્વચાના જખમ માથી એક ગણાવામાં આવે છે. તેને સામાન્ય રીતે એડિપોસાઇટ, ફાઇબર અને ત્વચાની પેશીઓથી બને છે. આ કોઈપણને થઈ શકે છે. તે આનુવંશિક છે. આ વધારે પડતાં ડાયાબિટીસ વાળા લોકોને અને સગર્ભા મહિલાઓને વધારે થાય છે. ઘણા લોકોને તે જરાપણ પસંદ નથી પરંતુ તેનાથી કાયમી માટે મુક્તિ મેળવવા માટે કેટલાક પ્રયાસો કરે છે. આજે આપણે તેનાથી હમેશા માટે છૂટકારો મેળવવા માટે ઘરેલુ ઉપાય વિષે જાણીએ.

આ ઉપાય કરીને મસાથી મુક્તિ મેળવી શકાય છે :

આ ત્વચા માટે ખૂબ ગંભીર બીમારી નથી. તમને મસામાં ક્યારેય દુખાવો નથી થતો અથવા તે વધતો નથી ત્યારે તમારે ચિંતા કરવાની જરૂર નથી અને તમારે ડોક્ટર પાસે જવાની પણ કોઈ જરૂર નથી. તમે આ મસાથી છૂટકારો મેળવવા માંગતા હોવ ત્યારે તમારે કેટલાકા ઘરેલુ ઉપાય કરવા જોઈએ. તેનાથી તમને સરળતાથી મસા માથી મુક્તિ મળી શકે છે. આ ઉપાયનો ઉપયોગ કરવાથી તમારા મસાને તે સૂકા કરેને તેને સરળતાથી તોડી નાખે છે.

ટી ટ્રી ઓઇલ :

આની અંદર એન્ટી-સેપ્ટિક અને એન્ટી-બેક્ટેરિયલ જેવા ગુણધર્મો રહેલા છે. તેનાથી આપણી ત્વચાને ઘણા લાભ થાય છે અને તેનાથી ખીલથી રાહત મળી શકે છે. તેની સાથે મસાથી પણ છૂટકારો મળી શકે છે. તેના માટે મસાને પાણીથી ધોઈ લો અને રૂ થી તેના પર આ તેલથી મસાજ કરો. આના રાતે પર પટ્ટી બાંધી દેવી. આ ઉપાય ઘણા દિવસ સુધી સતત કરવાથી તે સુકાઈને તૂટી જશે.

કેળાની છાલ :

કેળાની છાલ તમને મસાથી રાહત આપી શકે છે. તેના માટે આની છાલ તમારે મસા પર લગાવીને તેને ઉપરથી પાટો બાંધો દેવો જોઈએ. મસો ખરી જાય ત્યાં સુધી આ તમારે ફરીથી કરતાં રહેવું જોઈએ.

સફરજનનો રસ :

રૂની મદદ વડે તમારા મસા પર આ રસ લગાવો. તેના માટે મસા પર રૂ મૂકો અને તેને ૧૫ થી ૨૦ મિનિટ માટે પાટો બનશીને રહેવા દેવું. થોડા સમય પછી તેને ધોઈ લેવું. આ પદ્ધતિને આ રીતે તમે અઠવાડીયા સુધી કરો છો ત્યારે તમારા મસા થોડા દિવસમાં ખરી જશે.

લસણ :

લસણની મદદથી પણ મસા માથી છૂટકરો મેળવી શકાય છે. તેના માટે લસણની કાળી લેવી અને તેને પીસી લેવી અને તેને મસા પર બાંધવું. સવારે તેને પાણીથી સાફ કરી લેવું. આ કરવાથી તમારા મસા સૂકા થઈને ખરી જશે.

વિટામિન-ઇ :

ત્વચા પર રહેલા મસાથી છૂટકારો મેળવવા માટે વિટામિન-ઇ ખૂબ જ મદદ કરે છે. તેના માટે તમારે મસા પર વિટામિન-ઇનુ તેલ લગાવવું. થોડા દિવસ આ કરવાથી તમને મસા માથી હમેશા માટે છૂટકારો મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *