શું તમે જાણો છો પાચન શક્તિ અને હાડકા મજબૂત કરવાની સાથોસાથ ઘણી રીતે સ્વાસ્થ્યવર્ધક છે શક્કરિયા, આ રીતે કરવુ સેવન…

Spread the love

શક્કરીયાને બટાકાની જાત ગણવામા આવે છે. તેને સ્વીટ પોટેટો તરીકે પણ ઓળખવામા આવે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારુ છે. આમા વિટામિન, બીટા કેરોટીન, ફાયબર, મેગ્નેસિયમ, આર્યન, એંટીવાયરલ અને એંટીઓક્સીડંટ ખુબ વધારે પ્રમાણમા રહેલ હોય છે. આ આપણા શરીરની ઇમ્યુનિટીને મજબુત બનાવામા મદદ કરે છે. આ હાંડકા અને આંખો માટે ખુબ જ સારુ છે. આનાથી અનેક લાભ આપણા શરીરમા થાય છે. તો આજે આપણે તેના ફાયદાઓ વિશે જાણીશુ. તો ચાલો જાણીએ તેના વિશે.

આને ખાવાની રીત :

બધા લોકો આને જુદી જુદી રીતે ખાય છે. આને તમે પણ ઘણી બધી રીતે પણ ખાય શકો છો. આને તમે પાણીમા બાફીને એટલે કે ઉકાળીને પણ ખાય શકાય છે. તેને તમે શેકીને પણ ખાય શકો છો. તમે આને ગેસ અને કોલસાના ભઠ્ઠામા શેકી શકો છો. આને ઘણા લોકો કાચુ પણ ખાય છે. અમુક જગ્યાએ લોકો આને બટાકા અને બીજા શાકભાજીઓ અને ફળ સાથે ભેળવીને તેને બાફીને ખાય છે.

શક્કરીયાના ફાયદાઓ :

હ્રદય માટે :

આનુ સેવન કરવાથી શરીરમા રહેલ વધારાનુ કોલેસ્ટ્રોલ કાબુમા આવે છે. ધીરે ધીરે તે નહિવત થઇ જાય છે. આમ થવાથી લોહીના દબાણ પર પણ કાબુ રાખે છે. આમ થવાથી હ્રદય પરનો ભાર ઓછો થાય છે. આમ આ આપણા હ્રદયને તંદુરસ્ત રાખવામા મદદ કરે છે. આનાથી હ્રદયના હુમલાનો અને બીમારીઓનો ખતરો ઓછો થાય છે.

કેન્સર :

આમા એંટીઓક્સિડંટ, એંટીબેક્ટેરિયલ અને એંટીવાયરલ ગુણ ખુબ જ વધારે માત્રામા હોય છે. આમ, તે આપણા શરીરમા વધી રહેલ કેન્સરના કોષોને રોકે છે. આમ, આ કોષ આંતરડા, ફેફસા, સ્તન અને અંડાશયના કેન્સર થવાનો ખતરો વધારે છે. આના માટે શક્કરીયુ ખુબ જ સારુ છે.

આંખો માટે :

આજકાલ બધાને કમ્પ્યુટર અને મોબાઇલ જેવા આધુનિક સાધનો સાથે કામ કરવાનુ વધી ગયુ છે. તેનાથી બધાને આંખોની સમસ્યાઓ વધી ગઇ છે. આમ, આંખોમા ઉમર વધવાથી પણ રોશની ઓછી થાય છે. આ સમસ્યામા આને ખાવુ ખુબ જ સારુ ગણવામા આવે છે. તે આંખોની નબળાઈને દુર કરે છે અને તેને જોઇતા બધા જ પોષણો પુરા પાડે છે.

તણાવ દુર કરવા માટે :

આનો સ્વાદ ખુબ જ સારો હોય છે. બધા લોકોને આનુ સેવન કરવુ પસંદ આવે છે. આ પોષણતત્વોથી ભરપુર હોય છે. આને ખાવાથી લોકોનુ મુડ પણ સુધરે છે. આને ખાવાથી માથાનો દુખાવો દુર થાય છે અને એનાથી તણાવ અને ચિંતામા પણ વધારો થાય છે.

હાંડકાને મજબુત બનાવે છે :

આમા ખુબ જ વધારે માત્રામા કેલ્સિયમ હોય છે. કેલ્સિયમ સ્નાયુઓ અને હાંડકા માટે ખુબ જ સારુ છે. આ હાંડકા અને સ્નાયુને જરૂરી પોષણ પુરુ પાડે છે. બાળકોના દરરોજના આહારમા આ આપવુ જોઇએ. આનાથી હાંડકા મજબુત બને છે અને તેનો દુખાવો પણ દુર થાય છે.

પાચન શક્તિ માટે :

આમા ફાયબર ખુબ જ વધારે હોય છે. તેથી આને વધારે ખાવાથી આપણા શરીરનુ પાચનતંત્ર ખુબ જ મજબુત બને છે. આનાથી પેટને લગતી દરેક સમસ્યામા પણ આરામ આપે છે. આ સમસ્યા વાળા લોકોએ પોતાના રોજિન્દા ખોરાકમા આનો સમાવેશ કરવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *