શું તમે જાણો છો પાચન સંબંધિત ૫૦ થી વધારે રોગોમાં અમૃત સમાન ગણાય છે ભોજનની સાથે આ વસ્તુનુ સેવન, જાણો આ ઉપયોગી માહિતી વિશે…

Spread the love

છાશ આપણાં બધા માટે ખૂબ પ્રિય હોય છે. તે આપણાં શરીરમાં કેટલાક ઝેરી તત્વો રહેલ હોય છે તેને બહાર કાઢી નાખે છે. ગરમી માં આપણે છાશ વધારે પીવાનું રાખીએ છીએ. તેથી આપણે રોગ સામે લડી શકીએ છીએ. શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે છાશ ઉપયોગી બને છે. તેમને આયુર્વેદ માં એક ખોરાક તરીકે દર્શાવવામાં આવ્યું છે. આપણે કોઈ પણ મસાલાવાળું ભોજન જમીને પછી છાશ પીવાનું રાખીએ છીએ. તેથી એસિડિટી જેવી સમસ્યામાથી બચી શકાય છે.

તેને દહીમાથી બનાવવામાં આવે છે. તેનાથી આપનું આરોગ્ય સારૂ રહે છે, ભોજન સાથે આપણે બધા છાશ પીએ છીએ. તેમના વગર આપણું જમવાનું અધૂરું રહે છે. ખૂબ જ ગરમીમાં તે ઠંડક આપે છે. તેમાં પ્રોટીન, પોટેશિયમ, વિટામિન બી વગેરે જોવા મળે છે. તેમાં અનેક પ્રકારના મિનરલ્સ જોવા મળે છે. કેટલાક પોષક તત્વો આપણને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં મદદરૂપ બને છે. તેનું સેવન કરવાથી આપણને ઊંઘ સારી આવે છે.

છાશમાં બાયોએક્ટિવ પ્રોટીન રહેલું હોય છે તેથી દૂધમાં રહેલી ચરબીને દૂર કરે છે. તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જાય છે. એંટીવાઇરલ, એંટીબેક્ટેરિયલ, વગેરે જેવા અનેક તત્વો રહેલા હોય છે. તેમનું નિયમિત સેવન કરવાથી શરીરમાં બ્લડપ્રેશર ઓછું થઈ જાય છે. તેથી શરીરનું સ્વાસ્થ્ય ખૂબ સારું બને છે.

આંતરડાની કોઈ તકલીફમાં પણ છાશ ફાયદાકારક સાબિત થાય છે. તેનું સેવન કરવાથી કબજિયાત, પેટનો દુખાવો દૂર થાય છે. તેનાથી બીજા અનેક પ્રકારના રોગ જેવા કે મરડો, ઝાડા, વાયુ, હરસ, આંતરડાની નબળાઈ વગેરે રોગોને દૂર કરી શકે છે. જમ્યા પછી છાશ પીવાથી પાચન બરાબર થાય છે. કોઈ લોકોને વાત પ્રકૃતિની સમસ્યા હોય તે લોકોને ખાટી છાશ અને સિંધવ મીઠું લેવાથી તેમાં ફાયદો થાય છે.

કફ થયો હોય તે લોકોને છાશનું સેવન કરવું જોઈએ. કફ થયો હોય ત્યારે તેમાથી માખણ કાઢીને તે છાશ પીવાથી ફાયદો થાય છે. કેટલાક લોકોને ભોજન કરીને તરત એસિડિટી થતી હોય છે તે લોકોને જમવામાં તેનો ઉપયોગ કરવો જોઈએ. પેટની બળતરા થવાની સમસ્યા હોય તે દૂર થઈ જાય છે. દહીમાથી બનેલી છાશ પીવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.

કેટલીક વાર આપણે મસાલાવાળું અને તળેલું ભોજન કરતાં હોઈએ છીએ. ત્યારે પેટમાં કેટલીક વાર બળતરા થાય ત્યારે છાશનું સેવન કરવું ખૂબ જરૂરી છે. દૂધમાથી બનતી અનેક વસ્તુઓ આપણને શરીરમાં ઠંડક આપે છે અને તીખાશને દૂર કરે છે. શરીરમાં અપચો થાય ત્યારે તેનું સેવન કરવાથી રાહત થાય છે. ઘણી વાર ઓટકાર આવતા હોય ત્યારે છાશ પીવાથી તે દૂર થાય છે. શરીરની પાચન શક્તિમાં વધારો કરે છે.

આપણે તેલ, ઘી, માખણ જેવા પદાર્થોનો ઉપયોગ જમવામાં કરતાં હોઈએ છીએ. તે શરીરની અન્નળીને પકડી રાખે છે. તેથી આને પીવાથી શરીરમાં પાચન ઝડપથી થાય છે. કોઈ પણ જ્ગ્યાએ તકડામાં બહાર જવાનું થાય ત્યારે દહી અને પાણીમાં થોડું મીઠું નાખીને પીવાથી આપણાં શરીરમાં પાણી ઘટવાની સમસ્યા રહેતી નથી. જે લોકોના શરીરમાં કેલ્શિયમ ઘટતું હોય તે લોકોને દૂધ પીવાને બદલે આનું સેવન કરવું જોઈએ.

શરીરના હાડકાં અને દાંતને મજબૂત રાખવા માટે છાશ ખૂબ જરૂરી બને છે. આપણાં શરીરમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે તેનું સેવન કરવું જોઈએ. દૂધની સરખામણીમાં છાશમાં વધારે કેલ્શિયમ રહેલું હોય છે. તેથી નિયમિત તેમનો ઉપયોગ કરવો જરૂરી છે. તેથી તમારા શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે રહે છે.

નિયમિત નાસ્તો કર્યા બાદ અને જમીને છાશનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કેટલાક લોકોને અમુક ઉમરે વાળ સફેદ થતાં હોય તેના માટે છાશનું સેવન કરવું ખૂબ જરૂરી છે. વાળના બીજા અનેક રોગો સામે તે રક્ષણ આપે છે. આપણને ક્યારેક ભૂખ ન લાગવી, પેટ ભારે રહેવું, જામેલું ભોજનનું પાચન ન થવું તે માટે છાસ પીવાથી ખૂબ ફાયદો થાય છે. કેટલીક વાર છાતીમાં દુખાવો અથવા મૂંઝવણ થતી હોય ત્યારે નિયમિત તેનું સેવન કરવું જોઈએ.

કેટલાક લોકો પોતાના વજનને નિયંત્રિત રાખવા માટે ડાયટિંગ કરતાં હોય છે. તે લોકોને નિયમિત એક ગ્લાસ છાશ પીવી જોઈએ. તેનાથી શરીરમાં ખૂબ જ પ્રમાણમા પોષક તત્વ મળી રહે છે. તમારે હંમેશા ગરમીવાળા વાતાવરણમાં રહેવાનુ થતું હોય તો વડની ડાળીને વાટીને તેમાં છાશ નાખીને તેનું સેવન કરવાથી શરીરમાં ઠંડક મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *