શું તમે જાણો છો પાચન અને પિત્ત થી લગતી દરેક જાતની બીમારીઓ તેમજ કોઇપણ પ્રકારના અસહ્ય દુખાવા માટે અજમાવવો જોઈએ આ આયુર્વેદિક પેઈનકીલર ઉપચાર, જાણો તમે પણ…

Spread the love

વધારે ઉધરસ આવતી હોય તો ચા પત્તિ, ફુદિનો અને અજમાના પાનને પાણીમા ઉકાળીને પીવુ જોઇએ. આમ કરવાથી ખાસીમા આરામ મળે છે. સરસવના તેલમા અજમો અને લસણ નાખીને ગરમ કરીને મસાજ કરવાથી હાડકાનો દુખાવો દુર થાય છે. તુલસી પાનનો પાવડર, આદુનો પાવડર અને અજમાને મધમા ભેળવીને ખાવાથી તાવ દુર થાય છે.

ઘણા લોકોના મોં માથી વાસ આવે છે તો જમ્યા બાદ આના બે થી ત્રણ પાનને ચાવીને ખાવા જોઇએ. આ મોઢાને ફ્રેસ કરે છે. તેમા રહેલ જીવાણુને દુર કરે છે અને પેઢાને મજબુત બનાવે છે. આ ચરપરો, હલકો, ઉષ્ણ,કડવો અને તીખો હોય છે. આનાથી ભુખ વધારે લાગે છે. આનાથી આફરો, કફ, વાયુ, શુળ, મસા, કૃમિ, ઝાડા–ઉલ્ટી અને યકૃતના રોગમા આરામ રહે છે. તે બધા માટે આ સારી ઔષધિય દવા છે. આને વધારે ખાવાથી પિત્ત વધે છે.

આને ધોઇને તડકામા સુકવી દેવો જોઇએ. ત્યારબાદ તેને કાચના પેક વાસણમા ભરી લેવો. તેમા લીંબુનો રસ નાખવો. તે રસમા ડુબી જવો જોઇએ. ત્યારપછી આને ખુલી કરીને સુર્યના તાપમા મુકવી જોઇએ. આમા રહેલ રસ સુકાય જાય પછી તેમા પાછો લીંબુનો રસ નાખવો જોઇએ. આમ સાત વાર કરવુ જોઇએ. સાતમી વખત તેને સારી રીતે સુકવીને બીજી બરણીમા ભરી દેવા જોઇએ.

આને દિવસમા બે વાર અડધી ચમચી ખાવુ જોઇએ. આને ખાવાથી ઉદરની બીમારી, નબળુ પાચનતંત્ર અને પુરુષત્વની તાકત વધારવા માટે ખુબ જ સારુ છે. મહિલાઓને પીરીયડ્સ દરમિયાન ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. તેમાથી રાહત મેળવવા માટે ૪ ચમચી અજમા અને ૨ ચમચી સિંધાલુ નિમક નાખીને વાટી લેવુ. દિવસમા ત્રણ વખત અડધી ચમચી ખાય સકાય છે.

તમે બે ચમચી અજમા અને ગોળને પાણીમા નાખીને તેનો ઉકાળો બનાવો જોઇએ. આને પીરીયડસના પહેલા એક અઠવાડીયા સુધિ ગરમ ગરમ આ પીવાથી આને લગતી બધી જ સમસ્યાઓ દુર થાય છે. હાડકાનો દુખાવો અથવા સંધિવા હોય તો અજમાના પાન ખાવા જોઇએ. આમા રહેલ એંટીઇન્ફ્લેમેટરી જેવા ગુણો હોય છે. ઠંડી રુતુમા આ સમસ્યા વધી જાય છે. ત્યારે આ પાન અને તુલસી પાનનો રસ બનાવવો અને તેમા લીંબુનો રસ ભેળવીને પીવાથી ડીહાઇડ્રેશનની સમસ્યામા રાહત મળે છે.

અજમા, જીરુ અને સુંઠ પાવડર ભેળવીને ખાવાથી પાચનતંત્ર મજબુત બને છે. આનાથી એસીડીટીમા પણ રાહત મળે છે. આ પાચનતંત્ર મજબુત બનાવે, ગેસ, અપચો, કબજિયાત જેવા અનેક પેટના રોગ માટે ખુબ સારુ છે. મધુપ્રમેહની સમસ્યામા રોજ આનુ પાણી પીવુ જોઇએ. આ સુગરને દુર કરે છે અને હદયની બીમારીનુ જોખમ ઘટાડે છે.

એસીડીટી અને બળતરા થતી હોય તો અજમા, સિંધાલુ અને તીખાને વાટીને અડધી ચમચી ત્રણ વખત પીવુ જોઇએ. આના ફુલનુ સેવન કરવાથી આંતરડામા રહેલ કૃમી દુર થાય છે. સગર્ભા મહિલાઓ માટે પણ આ ખુબ જ સારુ છે. આનાથી ધાવણ પણ વધે છે. આનુ ચૂર્ણ શરદી ખાસીમા રાહત આપે છે.

ધાધર અને ખરજવા જેવા ચામડીના રોગ હોય તો ચુનાના પાણીમા અજમાને પીસીને તેની પેસ્ટ બનાવી જોઇએ. તેને ચામડી પર લગાવીને પાટ્ટો વાળવો જોઇએ. આના પાવડરમા લવિંગ નાખીને ચાવવાથી ગર્ભવતી મહિલાઓને થતી ઉલ્ટી અટકે છે. મુળાના પાન સાથે આને ચાવવાથી પથરી દુર થાય છે. અજમા, સિંધાલુ અને હિંગને પીસીને તેની ફાકી બનાવીને ખાવી જોઇએ. અજમા અને ગોળને મિક્સ કરીને ખાવાથી શીળસ મટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *