શું તમે જાણો છો ખુબ જ અસરકારક છે હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે નો આ ઘરગથ્થું આયુર્વેદિક ઉપચાર, જરૂરથી જાણો આ ઉપચાર વિશે…
મનુષ્યના શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું અને વધારે પ્રમાણમા જોવા મળે છે. તે પાણીમાં ઓગળતું નથી. તેમાં વિટામિન ડી, પાચન અને કેટલાક હોર્મોન્સ તેમાં રહેલા હોય છે. તેમાં કેટલાક પ્રોટીન તત્વો રહેલા હોય છે. તે શરીરના દરેક ભાગમાં લોહી પહોચાડે છે. તે પ્રોટીન સારા અને ખરાબ એવા બે કોલેસ્ટ્રોલમાં રહેલા હોય છે. ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં હોય તો હાર્ટ એટેક આવી શકે છે. તેથી શરીરનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે.
સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ એલડીએલના સ્તરને યકૃતમાં લઈ જવા માટે મદદરૂપ થાય છે. વધારે ચરબીવાળી વસ્તુઓ ખાવાથી તેનું પ્રમાણ વધે છે. તેથી શરીરમાં લોહી વહેવાનું મુશ્કેલ બને છે. તેની અસર ધમનીઑ પર પડે છે. વૃદ્ધ કે મોટી ઉંમર ધરાવતા લોકોમાં તેનું પ્રમાણ વધારે હોય છે. તેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક વગેરે જેવી અનેક બીમારીઓ થાય છે. યુવાન લોકોએ પોતાનું કોલેસ્ટ્રોલ અમુક સમયે માપવું જોઈએ.
મેથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવા માટે ખૂબ ઉપયોગી છે. તેમાં વિટામિન ઇ ખૂબ મોટા પ્રમાણમા જોવા મળે છે. મેથી શરીરના અનેક રોગો સામે રક્ષણ આપે છે. તેમાં એંટીઓક્સિડંટ જેવા ગુણધર્મ રહેલા હોય છે. તેના નિયમિત સેવનથી શરીરના રોગો સામે બચી શકાય છે.
ખૂબ વધારે પ્રમાણમા કોલેસ્ટ્રોલ હોય તેને દૂર કરવા માટે લસણ ખૂબ ફાયદાકારક બને છે. તે શરીરના અનેક રોગો દૂર કરવા માટે ઉપયોગી છે. તેની સુંગધ અને સ્વાદથી તેને ઓળખી શકાય છે. તાજા લસણનો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને તમારા શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે.
કેટલાક લોકોને અનેક પ્રકારના વ્યસનો હોય છે. તે લોકો પોતાના શરીરમાં જાતે અનેક રોગોને આમંત્રણ આપે છે. વ્યસનથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે. તેથી ધૂમ્રપાન શરીર માટે હાનિકારક છે. વધારે કોલેસ્ટ્રોલ હોય તે લોકોને પોતાના શરીરનું વજનનું ધ્યાન રાખવું જોઈએ. શરીરના સ્વાસ્થ્ય માટે કેટલીક કસરતો કરવી જોઈએ. તેનાથી શરીરમાં તેનું પ્રમાણ નિયંત્રિત કરી શકાય છે.
આંબળા શરીર માટે ખૂબ ઉપયોગી છે. તેના સેવનથી શરીરમાં વધારે કોલેસ્ટ્રોલ હોય તે ઘટી શકે છે. તેમાં અનેક પ્રકારના જરૂરી પોષક તત્વો રહેલા હોય છે. તેમાં વિટામિન સી, એમીનો એસિડ, ફેનોલીક એસિડ રહેલા હોય છે. તેનાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડી શકાય છે. નિયમિત તેનું સેવન કરવાથી શરીરની કેટલીક બીમારીઓથી આપણે દૂર રહી શકીએ છીએ.
શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જાળવી રાખવું ખૂબ જરૂરી છે. તે આપણા શરીરના વજન પર આધાર રાખે છે. શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય તો તેનું પ્રમાણ વધી શકે છે. નિયમિત કસરત કરવાથી આપણા શરીરમાં એચડીએલ નું પ્રમાણ સારું રહે છે. તેથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે.
કેટલાક વ્યસનોથી શરીરની રક્ત વાહિનીઑને નુકસાન પહોચે છે. તેનાથી શરીરની ચરબી વધી શકે છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી શરીરમાં ધમનીઓને નુકસાન પહોચે છે. નિયમિત કસરતો કરવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડી શકાય છે. શરીરની સ્ફૂર્તિ માટે કસરતો કરવી ખૂબ જરૂરી છે. તેનાથી શરીરનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. કોઈ પણ પ્રકારના રોગોથી બચી શકાય છે.