શું તમે જાણો છો? જો તમે તમારી આ દસ કુટેવો નો કરશો ત્યાગ તો સ્વયં માતા લક્ષ્મી સામે થી આવશે ચાંદલો કરવા, આજે જ છોડી દો આ બુરી આદતો….

Spread the love

મિત્રો, સામાન્ય રીતે માતા લક્ષ્મીનો સ્વભાવ ચંચલ માનવામા આવે છે અને એવું કહેવામા આવે છે કે, તે હંમેશા કોઈ એક વ્યક્તિ સાથે રહેતી નથી. જેમ કોઈ વ્યક્તિ ખરાબ કાર્ય કરવાનુ શરૂ કરે છે અથવા ખરાબ આદતો અપનાવવાનુ શરૂ કરે છે, તો માતા લક્ષ્મી તેનાથી ક્રોધિત થઈ જાય છે. ઘણીવાર આપણે અજાણતા અમુક એવી આદતો અપનાવી લેતા હોઈએ છીએ, જેના કારણે માતા લક્ષ્મી દુ:ખી થાય છે અને આપણને છોડી દે છે. તો ચાલો જાણીએ કઈ છે આ આદતો.

સ્વચ્છતા ના હોવી :

માતા લક્ષ્મીને સ્વચ્છતા ખુબ જ પ્રિય છે તેવુ માનવામા આવે છે. જે ઘરમા ગંદકી હોય છે, ત્યા તે વસવાટ કરતા નથી. ઘરની સાફ-સફાઈ સાથે તમારા શરીર અને મનની સફાઇ પણ ખૂબ જ અગત્યની છે. જો તમને બીજા પ્રત્યે કોઈ પ્રકારનો દ્વેષ હોય તો માતા લક્ષ્મી તમારાથી દૂર રહેશે.

સ્ત્રીઓ અને વૃદ્ધોનુ અપમાન :

એવુ કહેવામા આવે છે કે, સ્ત્રીઓ એ માતા લક્ષ્મીનુ સ્વરૂપ છે, તે ઘર જેમાં વૃદ્ધ અને મહિલાઓનું અપમાન થાય છે, તે ઘરમા ગરીબી વાસ કરી જાય છે. આ સાથે જ જે લોકો તેમના માતા-પિતા અથવા વડીલોનુ અપમાન કરે છે, તેમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળતા નથી.

સૂર્યાસ્તની છબ્બી :

સૂર્ય આપણને ખુબ જ સુંદર લાગે છે પરંતુ, શાસ્ત્રોમા તેને લઈને અમુક નીતિનિયમો છે. અમુક લોકો ઘણીવાર સાંજે સૂર્ય જોવા માટે ઘરની બહાર જતા હોય છે તો અમુક લોકો ઘરમા સૂર્યાસ્ત થઈ રહેલા સૂર્યની ફોટો પણ લગાવે છે. જો તમે પણ આ બંનેમાંથી એક આદત ધરાવો છો તો માતા લક્ષ્મી તમારા પર ક્રોધિત થઇ શકે છે.

પૂજાની સામગ્રી રાખવામા બેદરકારી દર્શાવવી :

અમુક લોકો પૂજા કરતી વખતે જમીન પર થોડી સામગ્રી મૂકીને તેને ઉપાડીને પૂજા માટે વાપરે છે. આ પદ્ધતિ એકદમ ખોટી છે. જમીન પર પૂજાની સામગ્રી રાખવી તે જરાપણ યોગ્ય નથી. જો તમે કોઈ વ્યવસ્થા કરી શકતા નથી, તો જમીન પર કાપડ અથવા કાગળ મૂકી ત્યારબાદ તેના પર પૂજાની સામગ્રી રાખો.

ભોજન કરતા પહેલા હાથ-પગ નાં ધોવા :

અમુક વાર લોકો વારંવાર બહારથી ઘરમાં પ્રવેશવાની ભૂલ કરે છે અને હાથ-પગ ધોયા વિના સીધા જમવા બેસે છે અથવા તો તેના રૂમમાં ચાલ્યા જાય છે. આ ટેવને ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને દૃષ્ટિકોણથી ખરાબ માનવામાં આવે છે. તેથી, તમે ઘરમા પ્રવેશતાની સાથે જ પહેલા બાથરૂમમાં જાઓ અને તમારા હાથ અને પગને સાબુથી બરાબર ધોઈ લો અને ત્યારબાદ જ ઘરમાં પ્રવેશ કરો.

અવૈધ સંબંધ રાખવો :

માતા લક્ષ્મીને એવા લોકો પણ પસંદ નથી આવતા કે જેઓ તેમના જીવનસાથી સિવાય બીજા કોઈ વ્યક્તિ વિશે વિચાર કરે. આવા પુરુષ અને સ્ત્રી પર માતા લક્ષ્મી ખુબ જ કોપિત થાય છે.

તાંબુ અને કાંસાના પાત્ર :

તાંબા અને કાંસાના પાત્રમા ભોજન કરવાથી ખામી સર્જાય છે. શાસ્ત્રોમા તાંબા અને કાંસાના પાત્રો પૂજા માટે યોગ્ય માનવામા આવ્યા છે. આ પાત્રોમા ભોજન કરવાથી તે અશુદ્ધ થઈ જાય છે માટે સ્ટીલના વાસણોમાં ખાવાનું વધુ સારું છે.

આ સમયે નવા સંબંધ બાંધવા :

જે લોકો સૂર્યાસ્ત સમયે, અમાવસ્યા, પૂર્ણિમા, એકાદશી અથવા દ્વાદશી તિથિ પર કોઈ નવા સંબંધ બનાવે છે તો માતા લક્ષ્મી ક્રોધિત થાય છે. આવા લોકો અને તેમના પરિવારોને અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સંધ્યા સમયે સુઈ જવુ :

અમુક લોકોને એવી ખરાબ આદત હોય છે કે, આખા દિવસ દરમિયાન આરામ કરવાને બદલે સાંજે આરામ કરે છે. શાસ્ત્રોમા તે દેવદર્શનનો સમય માનવામાં આવે છે. આ સમયે વ્યક્તિએ સૂવું જોઈએ નહી.

વાદ-વિવાદ અને અશાંતિનુ વાતાવરણ :

જે લોકોના ઘરમા વાદ-વિવાદ થાય છે, તે ઘરમા હમેંશા ગરીબીનો વાસ થાય છે. માતા લક્ષ્મી આ ઘરમા ક્યારેય પણ વાસ કરતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *