શું તમે જાણો છો ચરબી ઘટાડવા માટે ખુબ જ અસરકારક છે આ દિવ્ય ઔષધી, એકવખત જરૂરથી કરી જુઓ તેનો આ રીતે ઉપયોગ….

Spread the love

કુંભીનાં મોટાં વૃક્ષો થાય છે. તેનાં ફળોને વાકુંભા કહે છે. તેની ઉચાય અંદાજે એક થી દોઢ ઇંચ જેટલી હોય છે. તેનો રંગ ધેરા ભૂરા જેવો હોય છે. વાકુંભાનો આકાર લવિંગ જેવો હોય છે. તેનો સ્વાદ તૂરો હોય છે. તેનો ઉપયોગ કૃમિ, મથાનો દુખાવો, કફ, શરદી, ઉધરસ જેવા રોગોને દુર કરે છે. તેનું સેવન કરવાથી વાયુ પણ મટે છે. જયારે નાના બાળકોને વાયુ થતો હોય ત્યારે તેને દુર કરવા માટે વાકુંભાનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું સેવન કરવાથી પેટમાં થતી કૃમિ, શુળ, આફરો જેવા અનેક રોગો દુર થાય છે.

નાના બાળકોને વધુ પ્રમાણમાં કૃમિ હોય અને પેટમાં દુખાવાની સમસ્યા હોય તેના માટે વાવડીંગ સાથે વાકુંભા આપવામાં આવે તો રાહત થાય છે. વાકુંભા બાળકોની પાચન શક્તિને સારી બનાવે છે. તેણે જ્મેલું ભોજન સારી રીતે પચી જાય છે. ઉધરસ અને શરદી માટે તે ખુબ લાભકારક છે. તેની છાલને છાતી પર ચોળવાથી શરદીમાં રાહત મળે છે. ઘણા વ્યક્તિ તેનું તેલ બનાવીને પણ ઉપયોગ કરે છે. વાકુંભા કમરને પણ મજબુત બનાવે છે. વાકુભાનું ચૂર્ણ બનાવીને પીવાથી પેટને લગતા બધા રોગ દુર થાય છે.

વાકુંભાનો દવામાં ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ કોઈ વાગ્યું હોય ત્યાં તેના પાન વાટીને તે જગ્યા પર લગાવાથી રાહત મળે છે. તો ચાલો તેના પ્રયોગ વિશે જાણીએ. કટભીરજ, વાકુંભા, વાવડિંગ, ઈન્દ્રજવ, અતિવિષ, સંચળ, સુવા આ બધી વસ્તુને સમપ્રમાણમાં લઈ તેનું ચૂર્ણ બનાવું. આ ચૂર્ણ નું નિયમિત સેવન કરવાથી પેટમાં થતો દુખાવો, આફરો મટે છે. વાકુંભામાં રહેલા ઔષધીય ગુણોને લીધે તે આપણા અંધાપાને પણ દુર કરે છે. વાકુંભાના પાનને ઉકાળીને તેના રસનું સેવન કરવાથી આંખની સમસ્યા દુર થાય છે, અને આંખમાં થતો દુખાવો પણ દુર થાય છે.

વાકુંભા, સફેદ વજ, લવિંગ, અજમોદ, અતિવિષ, કડાછાલ, મોથ, લીંડીપીપર, સફેદ મરી, પીપરી મૂળ આ બધી વસ્તુને અઢી અઢી ગ્રામ લઈ, તેને મિક્સ કરી. તેની નાની નાની ગોળી બનાવીને બાળકોને ખવડાવાથી ઝાડા, ઉલટી, પેટમાં થતો દુખાવો, દાંત આવતા સમયે થતી પીડા વગેરે રોગને દુર કરે છે. વાકુંભા આપણા શરીરમાં રહેલી ચરબીને પણ દુર કરે છે. તેના માટે વાકુંભા, હિંગ, સંચળ, જીરું, ચિત્રક, સૂંઠ, મરી અને પીપર આ બધી વસ્તુને સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવું.

નિયમિત પાણીમાં અડધી ચમચી આ ચૂર્ણ પીવાથી તે આપણા શરીરમાં રહેલી ચરબીને ઓગળે છે, અને વજનમાં ધટાડો કરે છે. વાકુંભા, હરતાકી,સૂંઠ અને આંબળાનો ઉપયોગ કરી તેનો ઉકાળો બનાવીને, તેમ મધ અને ખાંધ મિક્સ કરી પીવાથી ઉધરસ, શ્વાસ અને તાવને દુર કરે છે. મોઢામાં ચાંદા પડીયા હોય ત્યારે વાકુંભાના ચૂર્ણને આખી રાત પલાળીને સવારે તે પાણીને ઉકાળી તેના કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદા, ગળામાં થતા કકળા જેવી અનેક ગળાની સમસ્યાને તે દુર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *