શું તમે જાણો છો બાવળ નો ગુંદ ખાવાથી શરીર ને થાય છે આવા સ્વાસ્થ્યવર્ધક લાભ, તમે પણ આ જાણીને ચોંકી ઉઠશો…

Spread the love

મિત્રો, આજે આ લેખમા અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, એક એવી વસ્તુ વિશે કે જેના વિશે તમે કદાચ ભાગ્યે જ સાંભળ્યું હોય. આજે અમે તમને બાવળના વૃક્ષમાથી મળતા ગુંદ અને તેના લાભ વિશે માહિતી આપીશુ. આયુર્વેદશાસ્ત્રમા આ ગુંદને એક પ્રકારની ઔષધિ તરીકે બતાવવામા આવ્યું છે. તો ચાલો જાણીએ આ બાવળના ગુંદથી શરીરના સ્વાસ્થ્યને થતા લાભ વિશે.

કમરદર્દની સમસ્યામા રાહત મળે :

જો તમે બાવળની છાલ, ફળ અને ગુંદને એકસમાન માત્રામા મિક્સ કરી તેને પીસી લો. ત્યારબાદ દિવસમા ત્રણ વાર એક ચમચી જેટલુ આ મિશ્રણ લઇ તેનુ સેવન કરવુ જેથી, તમે ગમે તેવા કમરદર્દની સમસ્યામાથી મુક્તિ મેળવી શકો છો.

સરદર્દની સમસ્યામા રાહત મળે :

જો તમે બાવળના ગુંદને પીસીને તેને પાણીમા મિક્સ કરી આ મિશ્રણ માથા પર લગાવો તો તમને સરદર્દમાંથી તુરંત મુક્તિ મળી જાય છે.

ડાયાબિટીસની સમસ્યામા રાહત મળે :

જો તમે ત્રણ ગ્રામ બાવળના ગુંદનુ ચૂર્ણ પાણીની સાથે અથવા તો ગાયના દૂધની સાથે દિવસમા ત્રણવાર સેવન કરો તો ડાયાબિટીસની સમસ્યામાથી મુક્તિ મેળવી શકો છો.

ઉધરસની સમસ્યા દૂર થાય :

જો તમે બાવળના ગુંદને મોઢામા રાખી તેનુ સેવન કરો તો ઉધરસની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

દાઝયા પર રાહત મળે :

જો તમે બાવળના ગુંદને પાણીની અંદર પલાળી શરીરના જે ભાગમા દાજી ગયા હોય તે જગ્યાએ લગાવો તો તુરંત રાહત મળે છે.

ઝાડા-ઉલ્ટીની સમસ્યામા રાહત મળે :

જો તમે ત્રણ ગ્રામ બાવળના ગૂંદના પાવડરને સવાર-સાંજ પાણીની સાથે સેવન કરો તો ઝાડા-ઉલ્ટીની સમસ્યામા રાહત મળે છે.

પેટદર્દમા રાહત મળે :

જો તમે બાવળના ગુંદને પાણીની અંદર પલાળી રાખો અને પેટ તથા આંતરડાની આસપાસ આ મિશ્રણ લગાવો તો તમને પેટ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમા રાહત મળે છે.

બળમા વૃદ્ધિ લાવે :

જો તમે બાવળના ગુંદને બે ગણા ઘી સાથે ભેળવી નિયમિત વહેલી સવારે ભૂખ્યા પેટે ૨૦ ગ્રામ જેટલુ સેવન કરો તો શરીરની અંદરના બળમા વૃદ્ધિ થાય છે.

હરસની સમસ્યામા રાહત મળે :

જો તમે બાવળનો ગુંદ અને ગેરુ દસ-દસ ગ્રામ લઈ તેને યોગ્ય રીતે પીસી લો. ત્યારબાદ એક-બે ગ્રામ મિશ્રણને ગાયના દૂધની સાથે બે થી ત્રણ અઠવાડિયા સુધી પીવો, તો હરસની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *