શું તમે જાણો છો આ વસ્તુના છે આટલા બધા ફાયદા, જાણીને તમે પણ રહી જશો દંગ…

Spread the love

જયારે પણ આપણને કોઈ શરદી ,ઉધરસ ,માથું દુખવું આવી બધી બીમારીમાં આપણે વિકસ બામનો ઉપયોગ કરતા જ હોઈ છીએ. તેને ફક્ત આ બીમારીમાં જ નહી પરંતુ બીજી ઘણી જગ્યાએ વાપરી શકાય છે. દરેકના ઘરે વિકસ બામ જોવા મળતી જ રહે છે તે શરદી માટે ખુબ ઉપયોગી છે. બીમારીને દુર કરવા સિવાય બીજે પણ આનો ઉપયોગ થાય છે. સ્ત્રીને વાંરવાર પગની પેની ફાટી જતી હોય ત્યારે પણ વિક્સનો ઉપયોગ થાય છે. તે સિવાય કોઈ જગ્યાએ લાગેલું હોય તો તેને પણ તે દુર કરે છે. શરીરમાં કોઈ સમાન્ય સફેદ નિશાન થયું હોય, તો તેને પણ તે દુર કરે છે.

સાઈનસ થી થતા માથાના દુખાવાથી પરેશાન હોય ત્યારે આ ઘરેલું ઉપાય ખુબ ફાયદાકારક છે. વિકસ બામને નાકની નીચે રાખીને ઊંડો શ્વાસ લેવો. તેનાથી તેમાં રહેલા મેન્થોલથી માથાના દુખાવામાં રાહત આપે છે. જો કોઈ વ્યક્તિને ગેસને કારણે પેટમાં દુખાવો થતો હોય ત્યારે પેટ અને નાભિમાં થોડી વિકસ બામ લાગવાથી પેટમાં ગેસની સમસ્યા માંથી છુટકારો મળશે. અને તેનાથી પેટમાં રાહત થશે. કોઈ પણ જગ્યાયે સ્ટ્રેચ માર્ક થયા હોય ત્યાં વિકસ બામ લગાવથી તે દુર થાય છે.

ક્યારેક તમારી આજુબાજુના પાલતું જાનવર આપણને પરેશાન કરતા હોય ત્યારે તેનાથી બચવા માટે વિકસ બામનો ઉપયોગ થાય છે. વિકસ લગાવાથી તેની સુગંધને લીધે તે પશુઓ તમારાથી દુર રહે છે. ઘણીવાર કોઈ ચેપ લાગવાથી કાનમાં દુખવો થતો હોય છે, તો આ દુખાવાને દુર કરવા માટે કાનની પાછળ વિકસ બામ લગાવાથી રાહત મળે છે. અથવા વિકસ વાળું રૂનું પોતું કરી કાનમાં મુકવું અને તેને બે થી ત્રણ કલાક સુધી રહેવા દેવું. તમારા ચહેરા પર થતા ખીલ અને કરચલીને દુર કરવા માટે વિકસ બામનો ઉપયોગ કરવામા આવે છે.

તે ચહેરા પર રહેલા ખીલને મટાડે છે. આ ઉપાય સાંજે કરવો, સાંજે ચહેરા પર વિકસ બામ લગાવીને સુઈ જાવ અને સવારે ચહેરાને પાણીથી સાફ કરી લો. આ કરવાથી ખીલ દુર થાય છે. તે ઉપરાંત તેમાં તેલ મિક્સ કરી ચહેરા પર લગાડવાથી ચહેરા પરની કરચલીમાં પણ ઘણો ફાયદો થાય છે. જયારે એકદમ ઉધરસ થઈ હોય ત્યારે વિકસ બામને પગના તળિયામાં લગાવીને મોજા પહેરી લેવા. આવું કરવાથી ઉધરસમાં ઘણો ફાયદો થાય છે. આ બોવ સરળ પ્રયોગ છે, જેના વિષે લોકો ખુબ ઓછુ જાણે છે.

જયારે કોઈ જગ્યાએ મુંઢ ધા વાગ્યો હોય ત્યારે વિકસ લગાવાથી તેમાં રાહત મળે છે, અને દુખાવો પણ ઓછો થાય છે. ઉનાળામાં માખીને દુર કરવા માટે વિકસ બામનો ઉપયોગ સૌથી બેસ્ટ છે. કાંડામાં દુખવો થતો હોય ત્યારે વિકસ બામ લાગવાથી તેના દુખાવામાં રાહત થાય છે. વિકસ બામને પેટ પર લગાડવાથી તે પેટ પર રહેલી ચરબીને દુર કરવામાં પણ ઉપયોગી છે. જેને નાક બંધ થવાની સમસ્યા રહેતી હોય તે લોકોએ વિકસ બામનો નાહ લેવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *