શું તમે જાણો છો આ ઉપાય દ્વારા તમે પણ ઘર બેઠા વજન કરી શકો છો ઓછું, જાણો આ સરળ ઉપાય વિશે…

Spread the love

આપણે બધા લોકો પાસેથી વજન વધવાની સમસ્યા સાંભળતા હોઇએ છીએ. કેટલાક લોકો વજન ઓછું કરવા માટે જિમમાં જતાં હોય છે. કેટલાક લોકો ભૂખ્યા રહેતા હોય છે. આવી ઘણા બધા પ્રયોગો કરવા છતાં વજન ઘટતો નથી. આપણા બધાના શરીર અલગ હોય છે. વજન ઘટાડવા માટે આપણે અનેક ઘરેલુ ઉપાયો કરવા જોઈએ. તેનાથી વજન ઘટી શકે છે.

વજન વધવાના કારણ:

જમ્યા પછી તરત સૂઈ જવું:

કેટલાક લોકો જમીને સીધા સૂઈ જતાં હોય છે અને બેસી રહેતા હોય છે. તે લોકોનું વજન ઝડપથી વધે છે. તેથી શરીરની ચરબીમાં વધારો થાય છે. જમીને સીધી તરત ઊંઘ આવી જાય છે. તેથી વજન વધે છે.

ભૂખ લાગી હોય પણ ખાવાનું ન ખાવ ત્યારે:

કેટલાક લોકો ભૂખ લાગે ત્યારે પણ જમતા નથી. જ્યારે જમવા બેસે ત્યારે એકસાથે વધારે જમી લે છે. આમ કરતાં લોકોનું વજન ઝડપથી વધી શકે છે. ભૂખ લાગે ત્યારે જમી લેવું જોઈએ. એકસાથે વધારે જમવાની ટેવ પડી જાય તો વજનમાં વધારો થાય છે.

અનિયમિત દિનચર્યા:

કેટલાક લોકોની દિનચર્યા હોતી જ નથી. તેના કારણે તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કોઈ પણ કામનો સમય હોવો જરૂરી છે. નહિતર તમે તમારા શરીરના વજનને નિયંત્રિત રાખી શકતા નથી અને ઝડપથી તમારું વજન વધી જાય છે.

હંમેશાં કંઇક ના કઈક ખાતા રહેવું :

કેટલાક લોકો વારંવાર કોઈ પણ વસ્તુઓ ખાતા રહે છે. આવી ટેવ ઘણા લોકોમાં હોય છે. તેથી શરીરમાં ચરબી વધે છે. શરીરની ચરબી વધવાથી તમારા શરીરમાં વધારો થાય છે. વારંવાર પાચનક્રિયા સક્રિય બને છે અને ચરબી બનાવે છે. તેથી તમારું વજન જલ્દીથી વધી જાય છે.

કયારેય પણ કસરત ન કરવી :

કેટલાક લોકો બોવ આળસુ હોય છે. તે ક્યારેય કસરત કરતાં નથી તેથી તે લોકો પોતાના શરીરને પરિશ્રમ કરાવતા નથી. ક્યારેય ચાલવાનું રાખતા નથી. તેથી શરીરની તાકાત શરીરમાં જ રહે છે. તેનાથી શરીરનું વજન અને ચરબી ઝડપથી વધે છે.

ફાસ્ટ ફૂડનું વધારે સેવન કરવું:

અત્યારના બધા લોકોને ફાસ્ટફૂડ વગર ચાલતું નથી. તે લોકોની આદત બની ગઈ છે. તેનાથી શરીરમાં અનેક પ્રકારના રોગો થાય છે. છતાં પણ લોકો ફાસ્ટફૂડ ખાવાનું બંધ કરતાં નથી. તેનું સેવન કરવાથી શરીરની ચરબી વધે છે અને વજનમાં વધારો થાય છે.

તેલવાળું અને ચીકણો ખોરાક વધુ ખાવો:

આપણે તેલવાળું, અને તીખું ખોરાક ખાવાનું વધુ પ્રમાણમા રાખીએ છીએ. તેથી શરીરની ચરબી વધી જાય છે. ચીકણો ખોરાક ખાવાથી શરીરમાં અનેક રોગો થાય છે અને શરીરના વજનમાં વધારો થાય છે. તેલવાળી વસ્તુઓ ખાવાનું પ્રમાણ વધારે હોય તે લોકોનું વજન ઝડપથી વધી શકે છે.

હંમેશાં બેસી રહેવું:

ઘણા લોકોનું જીવન સાવ બેઠાલું હોય છે. કેટલીક નોકરીઓમાં પણ ઘણા લોકોને બેસીને કામ કરવાનું હોય છે. તેનાથી શરીરમાં હલનચલન સાવ બંધ રહે છે. તેથી શરીરનું વજન વધતું જાય છે. કેટલાક લોકોને પેટની ચરબીમાં પણ વધારો થાય છે. પુરૂષોને ફાંદ વધી જાય છે અને વજન પણ વધી જાય છે.

થાઇરોઇડ:

કેટલાક લોકોનું વજન વધતું જ જતું હોય તો તે લોકોને થાઈરૉઈડની બીમારી પણ હોય શકે છે. ડોકટોરોની સલાહ મુજબ તેમની દવા લેવી જોઈએ. નહિતર તમારું વજનને તમે રોકી નહિ શકો. આવી બીમારીથી બચવું જરૂરી બને છે. શરીરનું વજન નિયંત્રિત રાખી શકાય છે.

ઘરે વજન ઓછું કરવા માટેના ઉપાયો :

ગ્રીન ટી:

ગ્રીન ટીનું સેવન કરવાથી વજન ઘટી જાય છે. તેમાં ઘણા બધા તત્વો રહેલા હોય છે. જે શરીરના વજનને ઘટાડી શકે છે. આપના શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરવામાં તે મદદરૂપ બને છે. શરીરના સ્વાસ્થ્યને સારું રાખવા માટે તે ખૂબ જરૂરી છે. તેનું નિયમિત સેવન કરવાથી તમારું વજન ઘટી જાય છે.

ખૂબ પાણી પીવું જોઈએ:

કેટલાક લોકોને ભૂખ વધારે લાગતી હોય તેમને પાણી પીવાનું પ્રમાણ વધારી દેવું જોઈએ. તેથી ભૂખ ન લાગે અને તમારું વજન ઘટી જાય છે. વધારે પાણી પીવાથી શરીરની પાચનક્રિયા મજબૂત રહે છે. તેથી શરીરમાં પાનું ઘટતું નથી. નિયમિત ૧૪ થી ૧૫ ગ્લાસ પાણી પીવું જરૂરી છે.

ભોજન ની માત્રા સીમિત રાખો:

વજન ઓછું કરવા માટે જમવામાં થોડું ધ્યાન રાખવું જરૂરી બને છે. વ્હદારે પ્રમાણમા જંવુ ન જોઈએ. તેલવાળા ખોરાક વધારે ન ખાવા જોઈએ. મર્યાદિત સમયે અને ઓછા પ્રમાણમા ભોજન કરવું જોઈએ. ચરબી વધી શકે તેવો ખોરાક ન ખાવો જોઈએ. આવી રીતે આપણે વજન ઘટાડી શકીએ છીએ.

ઘરે વજન ઓછું કરવાના ઉપાયો:

કેટલીક કસરતો કરીને આપણે આપનું વજન ઘટાડી શકીએ છીએ. સવારે કસરત કરવાથી વજન ઘટી શકે છે અને મનની સ્ફૂર્તિ રહે છે. સવારમાં ચાલવું જોઈએ. આવા ઘરેલુ ઉપાયો કરવાથી વજન ઓછું કરી શકાય છે.

બાલાસન :

શરીરના સ્નાયુઓને મજબૂત કરવા માટે અને પેટની ચરબી ઘટાડવા માટે બાલાસન કરવું જોઈએ. ઘૂંટણ ઉપર બેસવું પછી ઊંડો શ્વાસ લઈને જમીન તરફ આગળની બાજુ નમવું જોઈએ. છાતીને જાંઘ સાથે લાવવી અને માથું ઝુકાવવાની કોશિશ કરવી જોઈએ. આ યોગાસન નિયમિય કરવાથી વજન ઘટી શકે છે.

ભુજંગાસન:

ભુજગાસન કરવાથી આપણા શરીરની ચરબી અને વજન ઘટી શકે છે. આ આસન શરીરમાટે ખૂબ ફાયદો કરે છે. નિયમિત આ કરવાથી તમારું વજન ઝડપથી ઘટી જાય છે. તે આસન કરવા માટે શરીરના બળ પર સૂઈ જવું પછી બને હાથને માથા નીચે રાખવા. પગના અંગૂઠા ભેગા કરવા. માથાને ઊંચું કરીને હાથને ખભા તરફ લઈ આવવા.

કપાલભાતી:

આ આસન કરવા માટે એક જ્ગ્યાએ બેસવું, હાથને ઘૂંટણ પર રાખીને ધ્યાનમુદ્રામાં બેસવું. પછી શ્વાસ લેવાનો અને બીજા નસકોરાથી શ્વાસ છોડવો. આવું થોડી વાર કરવાથી શરીર સ્વસ્થ રહે છે. વજન ઝડપથી ઘટી જાય છે.

ધનુરાસન:

આ આસન કરવા માટે પેટના બળે સૂઈ જવું પગને એક સાથે ભેગા કરીને વળવા જોઈએ. પગના ઘૂંટણ અને પંજાની વચ્ચે થોડું અંતર રાખીને પગની એડીઓ હાથથી પકડવી, હાથથી પગના ઘૂંટનને અને ધડને ઉપરની બાજુ ઊભા કરો. આ આસન થોડું અઘરું છે. તે નિયમિત કરવાથી વજન ઘટી શકે છે.

ચક્રાસન:

આ આસન કરવા માટે આપણે પીઠ પર સૂઈ જવું, પગના ઘૂંટનને વાળવા પછી હાથને માથાની સાથે ઉલટા કરવા હાથ અને પગના બેલેન્સથી શરીરને ઉપરની બાજુ ઊભું કરવું. આ આસન શરીરને પૂરતા પ્રમાણમા ઉર્જા આપે છે. વજન ઘટાડવા માટે આ આસન ખૂબ જરૂરી છે. નિયમિત આ આસન કરવાથી વજન ઘટી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *