શું તમે જાણો છો આ ઘરે જ તૈયાર કરેલી ક્રીમ ને જો રાતે ચહેરા પર લગાવવામા આવે તો ક્યારે નહી જરૂર પડે પાર્લરમા જવાની, જાણો તમે પણ…

Spread the love

આજના સમયમાં બધી વ્યક્તિને સુંદર દેખાવાની ઇચ્છા હોય જ છે. બધી વ્યક્તિ સુંદર બનવા માટે એક પ્રકારના ઉપાયો કરતા જ હોય છે. ત્યારે લોકો પૈસા કમાવવા પાછળ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેને તેના શરીર માટે પણ સમય નથી મળતો. તે પોતાના ચહેરાની કાળજી નથી રાખી શકતા. દરેક મનુષ્ય માટે તેની ચહેરાની તેજ અને સુંદરતા મહત્વ નું સ્થાન ધરાવે છે.

દરેક સ્ત્રી અને પુરુષ તેના ચહેરાને સુંદર બનાવવા માટે ઘણા પ્રકારના ઉપાયો કરતા જ હોય છે. ચહેરા પર રહેલા દાગનું મુખ્ય કારણ આપણી આજની જીવનશૈલી, આહાર અને સતત વધતા વાયુ પ્રદુષણને કારણે થાય છે. તેને દુર કરવા લોકો અનેક પ્રકારના ઉપાયો કરે છે. ઘણી બધી મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. છતાં પણ તેને કોઈ ફેર પડતો નથી.

કુદરતી આપણને ઘણા ઉપાયો બતાવે છે. તે શરીરના તમામ રોગને દુર કરે છે. એ વાત પણ સાચી છે કે આપણા જીવનમાં પૈસા કમાવવા પણ ખુબ જરૂરી છે. કેમ કે આપણી બધી જીવન જરૂરિયાત પૈસાથી પૂરી થાય છે. તેની સાથે તમારે તમારા સ્વાસ્થ્ય અને ચહેરાનું પણ ધ્યાન રાખવું પડશે. તમારે તમારા ચહેરાને તાજું અને સુંદર બનાવવા મોંધી ની પ્રોડક્ટ ઉપયોગ કરે છે.

જે આપણા ચહેરાને ઘણી વખત નુકશાન પણ પોહ્ચાડે છે. આજે આપણે કુદરતી રીતે ચહેરાને સુંદર બનાવવા માટે કેટલાક ઉપાયો બતાવીશું જે આપણા ચહેરા પર લાગવાથી ચહેરો સુંદર અને ચમકદાર બને છે. તો ચાલો તે રેસીપી વિષે જાણીએ. તે ક્રીમ બનાવવા માટે જ્યોતિ સામગ્રી એલોવેરા જેલ, ગુલાબ જળ, ટોપરાનું તેલ, ટ્રી ઓઇલ અને વિટામીન ઈ ની કેપ્સ્યુલ.

આ ક્રીમ બનાવવા માટે એક ચમચી તોપરેલ તેલમાં એક ચમચી એલોવેરા જેલ, એક ચમચી ગુલાબ જળ, ઝાડનું તેલ અને વિટામીન ઈ ની ગોળી લો. આ બધી વસ્તુને મિક્સ કરી એક પેસ્ટ બનાવી. આ બનાવેલું મિક્ષણ ક્રીમ જેવું લાગે છે. આ ક્રીમને નિયમિત સાંજે ઉપયોગ કરવો. તે ક્રીમને સાંજે તમારા ચેહેરા પર લગાવીને ચાર થી પાંચ મિનીટ સુધી ચહેરા પર મસાજ કરવો. ત્યાર બાદ તેને આખી રાત રેહવા દો.

ત્યાર પછી સવારે તેને ગરમ પાણી વડે ચહેરાને વોશ કરી લો. આ ઉપાય નિયમિત કરવાથી તમારા ચહેરા પર નિખાર આવશે, અને તમારો ચહેરો ટાઇટ બનશે. તેનો ઉપયોગ કરવાથી ચહેરા પર સુંદરતા વધે છે, તેનો રંગ પણ સફેદ થવા લાગશે, અને તમારે પાર્લરમાં પણ ક્યારેય જવું નહિ પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *