શું તમે જાણો છો આ ઘરગથ્થુ ઉપાયથી દુર કરી શકાય છે શરીર પર ના અનિચ્છનીય મસ્સા, ટૂંક સમય મા જ મળશે છૂટકારો, જાણો તમે પણ…

Spread the love

કેટલાક લોકોના શરીરમાં મસા થાય છે. તેનાથી શરીરની સુંદરતા ઘટી જાય છે. તેમાં નાની નાની ફોલ્લીઓ શરીરમાં નીકળે છે. વધારે પડતાં તે ગળા, ખભા પર અને પીઠ પર જોવા મળે છે. તે શરીરમાં ભેજ વધારે થતો હોય તેવા ભાગ પર દેખાય છે. તે ફોલ્લીઓ કપડાં પહેરતી વખતે કે કોઈ પણ વાર હાથ અડવાથી ત્યાં લોહી નીકળે છે. તેમાં બળતરા થાય છે. તેને એક્રોકોર્ડોન તરીકે ઓળખવામાં આવે છે.

તે ચામડીની પેશીઓમાથી બને છે. તે કોઈ પણ ઉંમરના લોકોને થાય છે. તે ડાયાબિટીસ અને ગર્ભવતી મહિલાઓને વધારે થાય છે. તેને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કરવા ખૂબ ફાયદાકારક છે. તેનાથી શરીરને કોઈ નુકસાન થતું નથી.

મસાઓથી છૂટકારો મેળવવા માટેના ઉપાયો:

ટી ટ્રી ઓઇલ:

ચા ના તેલમાં એંટીસેપ્ટિક, એંટીબેક્ટેરિયલ તત્વો ખૂબ મોટા પ્રમાણમા રહેલા હોય છે. તે મસા દૂર કરવા માટે ખૂબ ઉપયોગી બને છે. તેના તેલનો ઉપયોગ ખીલના ડાઘ દૂર કરવા માટે પણ જરૂરી બને છે. જે જ્ગ્યાએ મસા થયેલ હોય ત્યાં રૂની મદદથી તેલ ત્યાં લગાવવું જોઈએ. નિયમિત આ પ્રક્રિયા કરવાથી મસા સુકાઈ જાય છે અને તે બીમારીમાથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ.

સફરજન નો રસ મસા માટે ઉપયોગી:

સફરજન આપણા શરીર માટે ખૂબ ઉપયોગી એવું ફળ છે. તેનો રસ મસા પર લગાવીને રાખવો. ત્યારબાદ તેને થોડા સમય પછી પાણીથી સાફ કરી નાખવું જોઈએ. નિયમિત આ ઉપાય કરવાથી થોડા સમયમાં મસાઑ શરીરમાથી દૂર થાય છે.

કેળાની છાલ મસા માટે ઉપયોગી :

કેળાં શરીરમાં ખૂબ ઉપયોગી છે. પરંતુ તેની છાલનો ઉપયોગ પણ અનેક સમસ્યાઓ માટે કરી શકાય છે. તેની છાલને મસાઑ દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. જે જ્ગ્યાએ મસા હોય ત્યાં તેની છાલ લગાવીને તે જગ્યાએ કપડું બાંધી દેવું જોઈએ. નિયમિત આ ઉપાય કરવાથી શરીરમાંથી મસા દૂર થાય છે.

વિટામિન ઇ મસા માટે ઉપયોગી :

વિટામિન ઇ નું તેલ મસા દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. તેનું તેલ જે જ્ગ્યાએ મસા થયેલ હોય ત્યાં લગાવવું જોઈએ. દરરોજ આ ઉપાય કરવાથી ઝડપથી તે સમસ્યામાથી બચી શકાય છે. ચામડીના રોગો સામે તેનું તેલ ઉપયોગી બને છે.

લસણ મસા માટે ઉપયોગી:

લસણની કળીને ફોલિને તેને પીસીને મસા પર લગાવવી. ત્યારબાદ તેમાં આછું એવું કપડું બાંધીને રાખવું. થોડો સમય રાખીને તેને પાણીથી સાફ કરવુ જોઈએ. તેથી મસા દૂર થાય છે. નિયમિત આ ઉપાય કરવાથી મસાની બીમારીમાથી છુટકારો મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *