શું તમે જાણો છો આ ચૂરણ વર્ષો જૂની એસિડિટી તેમજ ગેસને કરી દેશે ટૂંક સમય મા જ કાયમી માટે દૂર, જાણો અને બીજાને પણ જણાવો…

Spread the love

અપચો થવાને કારણે શરીરમાં કેટલાક લોકોને વારંવાર એસિડિટી થાય છે. કેટલાક ભારે અને મસાલાવાળા ખોરાક ખાવાથી આ સમસ્યા થાય છે. ઘણા લોકોને કઠોળ, દૂધ, ભારે ખોરાક ખાવાથી તે થાય છે. શરીરમાં ખોરાકનું પાચન બરાબર ન થાય તે લોકોને એસિડિટી થાય છે. ખોરાકનું પાચન ન થાય તેમાથી અનેક રોગો ઉત્પન્ન થાય છે. પિત, ખાટા ઓડકાર આવવા જેવી સમસ્યાઓ થાય છે.

ઘણા લોકોને પેટમાં એસિડિટી થવાથી માથું દુખે છે. તેના કારણે ઊંઘ આવતી નથી. ભૂખ લાગતી નથી તેથી ઉલ્ટી થાય છે. તે સમસ્યાને કારણે કેટલાક ચામડીના રોગો થાય છે. છાતીમાં બળતરા, પેટ ભારે થવું, અરુચિ, જેવા લક્ષણોથી એસિડિટી થાય છે. શરીરમાં ફોલ્લીઓ થવી, તાવ આવવો જેવી બીમારીઓ થાય છે. તે લોકો માટે મીંઢળના બીજ ઉપયોગી છે.

આમળાનો રસ, દ્રાક્ષનો રસ, મિક્સ કરીને પીવાથી એસિડિટી દૂર થાય છે. અરડૂસીના પણ અને ત્રિફળા મિક્સ કરીને તેમાં મધ નાખીને પીવાથી તે સમસ્યા દૂર થઈ શકે છે. સૂંઠ, મરી, હરડે, બિડાં, આમળા, વાવડિંગ, એલચી, તમાલપત્ર મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવીને પીવાથી આ સમસ્યા દૂર થાય છે. મગનું ઓસામણ અને ભાત ખાવા જોઈએ.

કેળાં એસિડિટી માટે ખૂબ ઉપયોગી છે. તેમાં ખૂબ પ્રમાણમા પોટેશિયમ અને ફાઈબર રહેલા હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા એસિડ દૂર થાય છે. તેમનું મિલ્ક શેક બનાવીને પીવું જોઈએ. તેનાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. નારિયેળ પાણી પીવાથી આ સમસ્યામાં રાહત મળે છે. એલચીના દાણાને વાટીને પાણીમાં નાખીને ઉકાળીને પીવાથી ખૂબ ફાયદો થાય છે.

સૂંઠનો ઉકાળો પીવાથી એસિડિટી દૂર થાય છે. વરિયાળી, કાળી દ્રાક્ષ, સાકર પાણીમાં નાખીને પીવાથી તે સમસ્યા દૂર થાય છે. કોક્મ, એલચી, જીરું, સાકર નાખીને તેની ચટણી બનાવીને ખાવાથી તે સમસ્યા ઉદભવતી નથી. લવિંગ શરીરમાં વાયુ જેવા રોગો દૂર કરવા માટે ખૂબ જરૂરી છે. તેનો ઉપયોગ કરવાથી પાચનશક્તિ ખૂબ સારી રહે છે. તેને મોમાં રાખવાથી શરીરમાં તે ફેલાઈ છે. તેનાથી એસિડિટી જેવી બીમારીઓ થતી નથી.

ફુદીનાના પાન એસિડિટી દૂર કરવા માટે ખૂબ જરૂરી છે. તેને પાણીમાં નાખીને ઉકાળીને પીવાથી આ સમસ્યા થતી નથી. દહીનો ઉપયોગ જમવામાં કરવામાં આવે તો તે બીમારી ક્યારેય ન થાય, લીંબુ, કેળાં જેવા ફળ ખાવાથી ફાયદો થાય છે. શરીરની પાચન શક્તિ મજબૂત બને છે. ધૂમ્રપાન કરવાથી આ સમસ્યા થાય છે. તેનું સેવન ન કરવું જોઈએ. તેનાથી શરીરનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *