શું તમે જાણો છો આ બોલીવુડ અભિનેત્રીઓ ના બોડીગાર્ડ્સ નો પગાર છે કરોડોમા, સની લિયોન આપે છે સૌથી વધુ પગાર, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતનાં તારલાઓ જેટલુ નામ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે, તેમને પોતાની સુરક્ષાની પણ તેટલી જ ચિંતા સતાવતી રહે છે. આ જ કારણોસર બધા મોટા ફિલ્મી સિતારાઓ પોતાના પર્સનલ બોડીગાર્ડ રાખે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ફિલ્મજગતમા એવા ઘણા સિતારાઓ છે, જે પોતાના બોડીગાર્ડને કરોડોમા સેલેરી આપે છે. તો ચાલો, જાણીએ તેમના વિશે.

કેટરિના કૈફ :

એવુ કહેવામા આવે છે કે, સલમાનના રહેવાથી આ અભિનેત્રી પર ક્યારેય કોઈ સમસ્યા આવી શકતી નથી પરંતુ, તેમછતા પણ તેણે પોતાની સુરક્ષા માટે દિપક સિંહ નામનો એક બોડીગાર્ડ રાખેલ છે. તે એક સમયમા બોલિવૂડ ફિલ્મજગતના બાદશાહ શાહરૂખ ખાનના પર્સનલ બોડીગાર્ડ રહેલા છે. તેમને ફિલ્મજગતના સૌથી હેન્ડસમ બોડીગાર્ડ તરીકે ઓળખવામા આવે છે. તમને જણાવી દઈએ કે, તેમની વાર્ષિક સ્લેરી ૧ કરોડ રૂપિયા છે.

દીપિકા પાદુકોણ :

હાલ વર્તમાન સમયમા લોકપ્રિયતાની બાબતમા ફિલ્મજગતમા આ અભિનેત્રી લગભગ બધી જ અભિનેત્રીઓથી આગળ ચાલી રહી છે. તેણે પોતાની સુરક્ષા માટે જલાલ નામનો એક બોડીગાર્ડ રાખેલ છે, જેને તે પોતાનો ભાઈ માને છે. દર વર્ષે રક્ષાબંધનના દિવસે તેણી તેને રાખડી બાંધે છે. તમને જણાવી દઈએ કે, વાર્ષિક ૯૦ લાખ રૂપિયા સેલરીના રૂપમા જલાલને મળે છે.

અનુષ્કા શર્મા :

બોલિવૂડ ફિલ્મજગતની આ પ્રખ્યાત અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાનની પત્નીએ પણ પોતાની સુરક્ષા માટે એક પર્સનલ બોડીગાર્ડ રાખેલ છે, જેનુ નામ પ્રકાશ સિંહ છે. પોતાની સુરક્ષા માટે આ અભિનેત્રી આંખ બંધ કરીને પ્રકાશ સિંહ પર ભરોસો કરે છે. પ્રકાશ સિંહ પણ અનુષ્કાની સુરક્ષા માટે હંમેશા સચેત રહે છે. અનુષ્કા પાસેથી તે વાર્ષિક ૧.૨ કરોડ રૂપિયા સેલેરીના રૂપમાં વસૂલ કરે છે.

શ્રદ્ધા કપૂર :

બોલિવૂડ ફિલ્મજગતની આ અભિનેત્રી શક્તિ કપૂરની પુત્રી છે. તેમના પ્રશંસકોની સંખ્યા લાખોમા છે. ઘણીવાર તે ભીડમા ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ચુકેલ છે. તેવામા તેમણે અતુલ કાંબલે નામનો એક પર્સનલ બોડીગાર્ડ રાખેલ છે, જે પડછાયાની જેમ તેની સાથે રહે છે. પોતાની જિંદગીનો એક મહત્વપૂર્ણ હિસ્સો શ્રદ્ધા અતુલને માને છે. અતુલના જન્મદિવસ પર તેમની સાથે તેણે પોતાની એક ફોટો પણ શેયર કરી છે. તમને જણાવી દઈએ કે અતુલને તે વાર્ષિક ૯૦ થી ૯૫ લાખ રૂપિયા આપે છે.

સની લીયોન :

સની લીયોનીની એક ઝલક મેળવવા માટે તેના પ્રશંસકોની ખૂબ જ ભીડ થતી હોય છે. તેવામા પોતાની સુરક્ષા માટે તેમણે યુસુફ ઈબ્રાહિમ નામનો એક પર્સનલ બોડીગાર્ડ રાખેલ છે. તે તેમનો સિક્યુરિટી મેનેજર પણ છે. તમને જણાવી દઈએ કે, વાર્ષિક ૧.૫ કરોડ રૂપિયાની સેલરી તે યુસુફને આપે છે અને રક્ષાબંધનનાં અવસર પર તેને રાખડી પણ બાંધે છે.

કંગના રનૌત :

બોલિવૂડની પંગા ગર્લ તરીકે ઓળખાતી આ અભિનેત્રીને સામાન્ય રીતે બોડીગાર્ડની જરૂરિયાત નથી પરંતુ, તેમછતા પણ તેમણે કુમાર નામનો એક પર્સનલ બોડીગાર્ડ રાખેલ છે. કુમાર ઘણા અવસર પર તેમની સાથે જોવા મળે છે. તે કુમારને પોતાના પરિવારના સદસ્યોની જેમ માને છે અને તેમનો જન્મદિવસ પણ ઉજવે છે. તે કુમારને વાર્ષિક ૯૦ થી ૯૫ લાખ રૂપિયા સેલેરીનાં રૂપમાં આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *