શું તમે જાણો છો આ બે રૂપિયાની વસ્તુના ઉપયોગથી તમે મેળવી શકો છો લાંબા અને કાળા વાળ, થોડા દિવસોમા જોવા મળશે અસર…

Spread the love

બધા ઇચ્છતા હોય છે કે તેના વાળ ખૂબ સુંદર દેખાય કારણકે, સ્ત્રીનું સૌથી મોટું ઘરેણુ તેના વાળ છે. તેથી તે ઇચ્છતી હોય છે કે તેના વાળ કાળા , લાંબા અને ચમકદાર બને. સારા અને સુંદર વાળ હોય ત્યારે છોકરીઓની સુંદરતામાં વધારો થાય અને તેની સાથે તેના આત્મવિશ્વાસમાં પણ ખુબજ વૃદ્ધિ  થાય છે.

હાલ, પ્રવર્તમાન સમયમા આધુનિક જીવનશૈલી, ખાણીપીણીની ખોટી આદતો વગેરે કારણો આ સમયમા મહિલાઓના વાળ ખરવા માટે જવાબદાર છે, તેનાથી તેની સુંદરતામા ઘટાડો થઈ શકે છે પરંતુ, તેના માટે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે જાણીએ જ છીએ કે, વાળને ઘરે જ કેવી રીતે કાળા અને લાંબા બનાવી શકીએ છીએ. તેના માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. ફક્ત બે રૂપિયામાં જ તમારી આ સમસ્યાનો હલ મળી જશે. તેના માટે તમારે કોફીનો ઉપયોગ કરવો પડશે અને તેનાથી તમે વાળ લાંબા અને કાળા મેળવી શકો છો. તેના ઉપાય વિષે આજે જાણીએ.

આપણે બધા કામમાં વધારે ધ્યાન આપવા માટે અને વધારે સક્રિય થવા માટે આપણે કોફીની મદદ લઈએ છીએ. તેનાથી આપણો થાક દૂર થાય છે અને આપણે તાજગી અનુભવીએ છીએ પરંતુ, ઘણા લોકો જાણતા નહીં હોય કે કોફી આપના વાળ માટે ખૂબ લાભદાયી છે. કોફીમાં કેફિન રહેલું હોય છે તે આપણા વાળને ઉગાડવામા મદદરૂપ સાબિત થાય છે. આજે આપણે કોફીનો ઉપયોગ કરીને આપણા વાળને કાળા અને લાંબા બનાવી શકીએ છીએ. તેના માટે કેવી રીતે કોફીનો ઉપયોગ કરવો તેના વિષે જાણીએ.

વાળને સારા બનાવવા માટે તમારે કોફી અને ઓલિવ ઓઇલની જરૂર પડશે. તેના માટે તમારે સૌથી પહેલા એક વાસણમાં ૫૦ મિલી ઓલિવ ઓઇલ લેવો જોઈએ. તે પછી તેમાં તમારે ૪ ચમચી કોફીનો પાઉડર નાખીને તેને સારી રીતે ભેળવી લેવું. આને સારી રીતે ભેળવીને તેને તમારે ૫ મિનિટ માટે રહેવા દેવું.

તે પછી તમારે તેને એક વાસણમાં નાખીને તમારે ગેસ પર ધીમા તાપે પાકવા માટે મૂકવું. તે પછી ગેસ બંધ કરીને તેને ઠંડુ કરવા માટે રહેવા દેવું જોઈએ. તેને તમારે ગાળીને એક બોટલમાં ભરી લેવું. આ તેલ તૈયાર છે. તમારે સપ્તાહમાં બે થી ત્રણ વાર વાળ ધોવા માટે એક કલાક પહેલા માથા ત્વચા પર સારી રીતે મસાજ કરવું. એક કલાક પછી તમારે વાળ ધોવા. આ ઉપાય કરવાથી તમારા વાળ કાળા અને લાંબા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *