શું તમે જાણો છો આ ઔષધી છોડની મદદથી તમે પણ મેળવી શકો છો કેન્સર, બી.પી, હદય રોગ, પેશાબમા બળતરા જેવા અનેક રોગોમાંથી મુક્તિ, જાણો તેના ઉપચારની રીત…

Spread the love

આપણે જયારે ઘાસ ઉગાડીએ ત્યારે અનેક નિંદામણને કાઢી નાખતા હોય છે. પરંતુ તેમાં પણ અનેક ઔષધીય ઉપચાર રહેલો છે. આ ઔષધીય ઉપચાર ગમે તેવા મોટા રોગને પણ દુર કરવામાં ઉપયોગી બને છે. જે રોગ દવાથી ન મટે તે નિંદામણથી મટી જાય છે. ઘણા વર્ષોથી ભારતના લોકો આર્યુવેદિક જડીબુટ્ટીઓ દ્વારા તેમનું જીવન પસાર કરે છે. બધા દેશો કરતા આપણા ભારત દેશમાં વધુ વસ્તી છે.

આજે એવી જ એક ઔષધીય વિષે આપણે વાત કરીશું જે મોટામાં મોટા રોગને દુર કરવામાં ખુબ ઉપયોગી બને છે. જે વનસ્પતિ છોડની વાત કરીએ તે છે, “લુણી”. બધા લોકો તેને લાખાલુણી તરીકે ઓળખે છે. ભારતમાં અલગ અલગ ભાષામાં તેને અલગ અલગ નામો રહેલા છે. જેમ કે લુણી, લોણા, ખુરસા,ફૂલકા, લુનાક, ઢોલ, લોનક જેવા અનેક નામથી તેને ઓળખવામાં આવે છે.

તેના છોડ બે પ્રકારના જોવા મળે છે, નાના અને મોટા. મોટી લાખાલુણીના પાંદડા ગોળ રતાસ પડતા લીલા રંગના જોવા મળે છે. તેના ફૂલ સફેદ રંગના હોય છે, તેના બીજ નાના અને પીળાશ પડતા જોવા મળે છે. આ છોડ આપણા આરોગ્ય માટે ખુબ સારા છે. આ ઘાસ જેવા છોડમાં ઘણા ગુણો રહેલા છે. તેની અંદર વિટામીન, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, મિનરલ્સ જેવા તત્વો પણ રહેલા છે.

લખાલુણીના છોડમાં ઓમેગા થ્રી જેવા ફેટી એસીડ રહેલા છે. ખાસ કરીને આ વિટામીન તત્વો કેન્સર જેવા રોગની સામે રક્ષણ આપે છે. તે ઉપરાંત તે હદય, લોહીની ખામી, હાડકાની મજબૂતી, શક્તિમાં વધારો, માથાનો રોગ, બાળકોને મગજનો વિકાસ, આંખનો રોગ, કાનનો રોગ, મોઢાના રોગ, ચામડીના રોગ, થૂકમાં લોહી આવવું, મૂત્ર રોગ, પેટના લગતા રોગ, તેમજ ઝેર ચડવું, સોજા ચડવા, મુત્રપિંડ, કીડની, મૂત્રાશય રોગ, હરસ મસા, માથાની ગરમી, દુઝતા મસા જેવી અનેક સમસ્યાઓમાં ફાયદાકારક છે.

લાખાલુણીનો સ્વાદ ખાટો હોય છે. તેનો ઉપયોગ સલાડ તરીકે પણ કરી શકીએ છીએ. તેનો છોડ ભારતના બધા વિસ્તારમાં થાય છે. તેનો ઉપયોગ ઘણા રોગ દુર કરવા માટે થાય છે. તેના નિયમિત બે પાન ખાવથી તે બધા રોગને શરીર માંથી દુર કરે છે. તેથી તેને અમૃત ઔષધીય તરીકે ઓળખવામાં આવે છે.

કેન્સરની સમસ્યા દૂર થાય :

લીવર કેન્સર, સર્વાઈકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ફેફસાના કેન્સરને દુર કરવામાં લાખાલુણીના પાન ખુબ ઉપયોગી બને છે. તેના માટે તેના પાન ચાવીને ,તેનું સલાડ બનાવીને, શાકભાજી અથવા તેની રાબ બનાવીને ખાવાથી તે કેન્સર જેવા મોટા રોગ સામે આપણું રક્ષણ કરે છે. તે કેન્સરના વિકારને જલ્દીથી દુર કરે છે.

ઘાવ દુર કરવા :

શરીરમાં કોઈ જગ્યા પર ઘા લાગવાથી ત્યાં સોજો આવી જાય છે, અને ત્યાં ભીંગડા વળી જાય છે. તે સિવાય બીજા ઘણા ઘા ને દુર કરવા તેના પાનનો રસ લગાવાથી ફાયદો થાય છે, અને ધા જલ્દીથી રુજાય જાય છે.

હાર્ટએટેક :

તે વધુ કોલેસ્ટ્રોલને નિયત્રણ કરવામાં પણ ઉપયોગી બને છે. તે માટે લાખાલુણીના પાનનો રસ પીવો અથવા તેને ચાવીને પણ ખાઈ શકાય છે. તેનું સેવન કરવાથી એલડીએલ અને એચડીએલ લેવલને પણ નિયત્રણમાં રાખે છે. તે હાર્ટ એટેક આવવાના જોખમને ઓછુ કરે છે.

વજન ઘટાડવા :

તેના બીજનું સેવન ગરમ પાણી સાથે કરવાથી વજન ઘટાડવામાં પણ ઉપયોગી બને છે. તે શરીરમાં રહેલી વધારાની ચરબીને દુર કરે છે. તેમાં ફાયબર રહેલું છે. તેમાં કેલેરીની માત્ર ઓછી હોય છે. તેથી તે આપણા વજનને ખુબ જલ્દીથી ઘટાડે છે.

હાડકા મજબુત બનાવે :

આપણા હાડકાને મજૂબત બનાવવા માટે લાખાલુણી ઉપયોગ થાય છે. તેના છોડમાં કેલ્શિયમ ભરપુર પ્રમાણમાં જોવા મળે છે. જેથી તે આપણા હાડકાને મજબુત બનાવે છે. નિયમિત તેના પાનમાં ગોળ, દૂધ નાખી તેનું ગુલકંદ બનાવીને ખાવાથી આપણા હાડકા મજબુત રહે છે. તે ઉપરાંત આપણા દાંતને પણ મજબુત બનાવે છે.

પેશાબમાં બળતરા મટાડે :

જે વ્યક્તિને આ સમસ્યા રહેતી હોય તેને આ લાખાલુણી ખુબ ઉપયોગી બને છે. તેના પાનનો રસ કાઢી તેનું સેવન કરવું જોઈએ. તેના થેપલા બનાવી ખાઈ શકાય છે. તે ઉપરાંત તેની પેસ્ટ બનાવીને યોની કે શિશ્ન પર લગાવવાથી પણ પેશાબના બધા રોગ દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *