શું તમે જાણો છો વાળ, ત્વચા પરના ઘા ને સંબંધિત સમસ્યા માટે રામબાણ છે આ તેલ, જાણો તેને ઉપયોગ કરવાની રીત…

Spread the love

જોજોબા એક ઔષધિ છે. તેમાં અનેક ગુણધર્મ રહેલા છે. તેના તેલનો ઉપયોગ ચહેરાની સુંદરતા માટે કરવામાં આવે છે. તેનાથી સુંદર અને ચમકીલો ચહેરો રહે છે. તે તેલનો સમયગાળો બીજા તેલની સરખામણીમાં ખૂબ હોય છે. તે તેલથી શરીરમાં કોઈ નુકસાન થતું નથી. તેને લાંબા સમય સુધી રાખવામા આવે તો પણ તે બગડતું નથી. તે તેલમાં વિટામિન ઇ, વિટામિન બી, આયોડિન ખૂબ પ્રમાણમા હોય છે.

તેનું તેલ વાળને સુંદર બનાવવા માટે ખૂબ ઉપયોગી છે. તેનાથી વાળ મજબૂત અને મુલાયમ બને છે. તે ચહેરાની ચામડીને સુંદર બનાવે છે. ત્વચા એકદમ નરમ અને સુવાળી બને છે. તેના બીજમાં અડધું તેલ રહેલું હોય છે. તે તેલમાં વિટામિન બી, આયોડિન, વિટામિન ઇ, કોપર, સેલેનિયમ વગેરે જેવા તત્વો રહેલા હોય છે. તેનાથી આપણા શરીરમાં ખૂબ ફાયદો થાય છે.

કોઈ પણ જ્ગ્યાએ ઘા વગેલ હોય ત્યાં જોજોબાનું તેલ લગાવવું જોઈએ. તેમાં અનેક પ્રકારના એંટીઓક્સિડંટ રહેલા હોય છે. ઘા લાગેલ હોય તે જગ્યાએ લોહીના પ્રવાહને ઝડપી બનાવવા માટે તે તેલ ખૂબ ઉપયોગી છે. તેનો ઉપયોગ ત્વચાને સુંદર રાખવા માટે થાય છે. તે તેલ લગાવવાથી ચામડીના કોઈ પણ રોગ થતાં નથી.

તે તેલમાં હાઈડ્રેટિંગ નામનું તત્વ રહેલું હોય છે તે શરીરની બહારની ત્વચાને સુંદર બનાવવા માટે ખૂબ ઉપયોગી બને છે. જોજોબાના તેલમાં થોડા પ્રમાણમા ભેજ હોય છે. તેના કારણે તે ચામડીને નરમ રાખે છે. સૂકી ચામડીને દૂર કરે છે અને તેની ચમકમાં વધારો થાય છે. તેનાથી ચામડીમાં કોઈ ખંજવાળ આવે કે બળતરા થતી હોય તે જ્ગ્યાએ તેલ લગાવવાથી બળતરામાં રાહત મળે છે.

આપણે બધી જ્ગ્યાએ જતાં હોય તેથી ચામડીમાં ધૂળ કેટલાક રજકણો અને વાતાવરણના લીધે કેટલાક ચેપી જીવાણુઑ આપણાં શરીરમાં આવે છે. શરીરના અંદરના અને બહારના ભાગોમાં બળતરા થાય છે. તેનું તેલ લગાવવાથી રાહત મળે છે અને બળતરા દૂર થાય છે. ચામડીમાં થયેલા કાળા ડાઘ દૂર કરવા માટે તે તેલનો ઉપયોગ થાય છે.

તે તેલ લગાવવાથી શરીરને શાંતિ મળે છે. તે મહિલાઓ માટે ખૂબ ઉપયોગી છે. ગર્ભાવસ્થા સમયે સ્ત્રીઓની ચામડિઑમાંથી ભેજ દૂર થાય છે. ત્યારે તે સ્ત્રીઓએ ભેજનું પ્રમાણ રાખવા માટે તેના તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી શરીરની ચામડી તંદુરસ્ત બને છે. કેટલીક સ્ત્રીઓને ચામડી ખેચાતી હોય ત્યારે આ તેલ લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.

આપણે વાળને મુલાયમ અને સુંદર બનાવવા માટે કેટલાક શેમ્પુનો ઉપયોગ કરીએ છીએ. તેથી વાળને ઘણું નુકસાન થાય છે. પરંતુ જોજોબાનું તેલ વાળ ભીના હોય ત્યારે લગાવવામાં આવે તો તેનાથી વાળ સુવાળા બને છે. ઘરેલુ ઉપાય કરવા વાળ માટે ખૂબ જરૂરી છે તેથી શરીરમાં કોઈ નુકસાન ન થાય. તેથી આ તેલનો ઉપયોગ વાળ માટે કરવો ખૂબ જરૂરી છે.

અત્યારની સ્ત્રીઓ મેકઅપ લગાવ્યો હોય તેને દૂર કરવા માટે બજારમાંથી અનેક પ્રકારના ફેસવોશ અને ક્લીંનઝરનો ઉપયોગ કરે છે. તેનાથી ચહેરાની ત્વચાને ખૂબ નુકસાન થાય છે. તેથી કુદરતી ઉપચાર કરવો જોઈએ. જોજોબાના તેલનો ઉપયોગ મેકઅપ દૂર કરવા માટે થાય છે. તેનાથી ખૂબ સારી રીતે મેકઅપ દૂર થઈ જાય છે. તેથી આ તેલનો ઉપયોગ કરવો જરૂરી છે.

જોજોબા તેલના ગેરફાયદા :

તે તેલનો ઉપયોગ બીજા કોઈ ખરાબ તેલ સાથે મિક્સ કરવામાં આવે તો કેટલાક શરીરમાં નુકસાન થાય છે. તે તેલનો ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ. તેનાથી ચામડીના કોઈ પણ રોગ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. બહારથી આ તેલ લઈએ ત્યારે તેની શુદ્ધતા અને તેલ બનાવવાની તારીખ જોઈને તેલ ખરીદવું જોઈએ. તેથી ચામડીને કોઈ નુકસાન ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *