શું તમે જાણો છો રાજકોટની આ પ્રખ્યાત ચટણી વિશે…? વાંચો આજે આ લેખ અને જાણો બનાવવાની રીત…

Spread the love

રાજકોટની ગ્રીન ચટણી આખા સૌરાષ્ટ્રભરમાં તેમજ બહાર પણ ખૂબ જ પ્રખ્યાત છે. ઘણી સ્ત્રીઓ તેને ઘરે બનાવવાની ટ્રાય કરે છે પરંતુ તે સેમ ટુ સેમ બનતી નથી. તેથી આજે આપણે રાજકોટની ફેમસ ચટણી બનાવવાની રેસીપી જોઈશું. આ ચટણી બનાવવા માટેની દરેક વસ્તુ તમને રસોડા માંથી જ મળી રહેશે. તેમજ આ ચટણી સસ્તી અને સારી રીતે બની જશે તેમજ તેનો સ્વાદ પણ રાજકોટની ચટણી જેવો જ હશે. આજે આપણે આ ચટણી બનાવવા માટે જરૂરી વસ્તુઓ અને તેની રીત પણ જોઈશું.

આ ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી :

૧ કાચી કેરી, ૫૦ ગ્રામ સિંગદાણા, ૨ થી ૩ લાલ મરચા, ૧ ચપટી હળદર અને મીઠું સ્વાદ અનુસાર.

ચટણી બનાવવાની રીત :

સૌપ્રથમ ૫૦ ગ્રામ સિંગદાણા લો. તેને થોડા શેકી ફોતરા ઉતારીને તૈયાર કરી લો. ત્યારબાદ આ સીંગદાણાને દસ મિનિટ સુધી પાણીમાં પલાળવાં મૂકો. સીંગદાણા પાલડે છે ત્યાં સુધી કાચી કેરીને લો અને તેની છાલ ઉતારી તેને નાના કટકા માં સમારી લો. ત્યારબાદ સીંગદાણા માંથી પાણી નિતારી લો. પાણી નીતરી જાય પછી તેને મિક્સરની જાળમા નાખો. સિંગદાણા નાખ્યા બાદ તેમાં લીલા મરચા સમારીને નાખો પછી કાચી કેરીના ટુકડા અને હળદર ઉમેરો મીઠું પણ મિક્સરમાં નાખી દેવાનું છે.

ત્યારબાદ આ બધાને બરાબર રીતે પીસીને એક પેસ્ટ તૈયાર કરો. તૈયાર છે તમારી રાજકોટની ફેમસ ખાટી તીખી ચટણી. ધ્યાન રાખો કે આ ચટણી બનાવતા વખતે કોઈપણ પાણી કે અન્ય પ્રવાહી નાખવાનું નથી. તેથી તમે આ ચટણી ને ત્રણ-ચાર મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો તેને એરટાઇટ ડબ્બામાં ભરો.

જો તમને ચટણીમાં નિમક ઓછું લાગે તો તમે ઉપરથી તેને ઉમેરી શકો છો. આ ચટણીને ઢોસા ભેગી પણ સર્વ કરી શકો છો. તેમજ તેનો સ્વાદ ખુબજ ટેસ્ટી હોય છે. તેથી ભોજન ની કોઈ પણ વસ્તુ સાથે તેનો ઉપયોગ કરી શકાય છે. તો હવે તમે ઘરે જ રાજકોટની ગ્રીન ચટણી જેવીજ ચટણી બનાવી શકશો.

આ ચટણી ને તમે ગાંઠીયા, થેપલા, પરાઠા વગેરે સાથે પણ ખાઈ શકો છો તે સ્વાદમાં ખૂબ જ લઝિઝ હોય છે. આ ચટણી બનાવી ખૂબ જ સરળ છે. ઉપર દર્શાવેલા સ્ટેપ ફોલો કરવાથી તમે રાજકોટ ની ચટણી જેવી જ સ્વાદમાં ચટણી બનાવી શકશો. તો આજે જ ટ્રાય કરો આ રેસિપી. તેમજ આમાં જ જરૂરી દરેક વસ્તુ તમારા ઘરમાં સરળતાથી મળી શકે છે. તેની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *