શું તમે જાણો છો નહાવાની એક કલાક પહેલા જો લગાવશો આ મેથી નુ હેરપેક, તો દુર થશે વાળથી લગતી આવી સમસ્યાઓ…

Spread the love

અત્યારે બધા લોકોને લાંબા અને ચમકીલા વાળ બનાવવા ગમતા જ હોય છે. પરંતુ તેને સુંદર અને સ્વસ્થ રાખવા માટે તેની સંભાળ પણ રાખવી જરૂરી છે. જેમ તમે બધા લોકો સ્કીન ની કેર કરો તેવી રીતે જ વાળની કેર કરવી પણ એટલી જ જરૂરી છે. કેમ કે ત્રીસ વર્ષ પછી આપણા વાળનો ગ્રોથ ઓછો થવા લાગે છે, અને આપણા વાળ પણ પતલા થવા લાગે છે.

તમે તમારા વાળની કેર કરવા માટે ગમે તેટલા મોંધા પ્રોડક્ટ વાપરો તેલ વાપરો છતાં પણ તમારા વાળમાં અમુક અંશના જ ફાયદા થાય છે. વાળની સમસ્યામાં જો કોઈ મોટી અને વધારે સમસ્યા હોય તો તે છે. વાળનું ખરવું. અત્યારે વાળ ખરવાની સમસ્યા બધા લોકોમાં જોવા મળે છે. જો તેના અનેક પ્રકારના કારણો હોય છે. તો આજે આપણે મેથી દ્વારા આપણા વાળને કેવી રીતે બચાવીશું, તેના વિષે માહિતી મેળવશું.

મેથી અને ઓલિવ ઓઇલ હેર માસ્ક :

બે ચમચી મેથીના દાણાને સરખી રીતે પીસી લો. એક બાઉલમાં એક ચમચી ઓલિવ તેલ લો. ત્યાર બાદ તેમાં મેથીનો પાવડર મિક્સ કરો. આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લો. ત્યાર પછી માથાના વાળમાં લગાવો. તેને તમારા વાળમાં દસ મિનીટ સુધી રહેવા દો. ત્યાર પછી વાળને ગરમ પાણી થી ધોઈ લેવા. તમારા વાળમાં હળવા સેમ્પુનો ઉપયોગ કરવો. આ ઉપાય નિયમિત કરવાથી તમારા વાળમાં તેની અસર સારી દેખાશે.

આ પેક લગાવવાથી થતા ફાયદા :

આ પેકમાં કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી બનાવવા આવે છે. કેમ કે તે આપણા વાળને કોઈ પણ જાતનું નુકસાન નથી પોહ્ચાડતું, અને તે આપણા વાળને કોમલ, મુલાયમ અને સ્વસ્થ રાખે છે. મેથીના દાણા અને ઓલિવ તેલથી બનાવેલું આ પેસ્ટ આપણા વાળને ચમકદાર બનાવે છે. મેથીમાં પ્રોટીન, નિકોટીન એસીડ અને લેસિથિન હોય છે. જે આપણા વાળને તેના મૂળમાંથી મજબુત બનવાનું કામ કરે છે.

મેથી અને દહીંનું હેર માસ્ક :

આ પેસ્ટ બનાવવા માટે એક ચમચી મેથી પાવડર અને તેમાં પાંચ થી છ ચમચી દહીં ઉમેરો. ત્યાર પછી આ પેસ્ટમાં એક થી બે ચમચી ઓલિવ તેલ મિક્સ કરવું. ત્યાર બાદ તેને બે થી ત્રણ કલાક સુધી તેને ઢાકી દેવું. ત્યાર પછી તેને તમારા વાળમાં લગાવીને તેને વીસ થી ત્રીસ મિનીટ માટે રહેવા દો. આ ઉપાય કરવાથી વાળની બધી સમસ્યા દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *