શું તમે જાણો છો આંખ ફડકવા પાછળના વૈજ્ઞાનિક કારણ વિશે? આ જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

Spread the love

તમે બધા લોકો એ ક્યારેક ને ક્યારેક તો આંખો ફરકતા જોઈ જ હશે. અથવા તો તમારી પણ ક્યારેક આંખ ફરકી હશે. પરંતુ તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે આંખો ફરકવાનું કારણ શું હોય શકે. આવું કેમ થતું હશે. આજે અમે આ લેખ દ્વારા આંખો ફરકવાનું કારણ જણાવીશું, જેને જાણી તમે પણ આશ્ચર્ય થઈ જશો. તો ચાલો તેનું કારણ જાણીએ.

ઘણા લોકો કોઈ પણ કારણોસર તણાવો રહે છે. અને તે તેના કામમાં ખુબ વ્યસ્ત રહે છે. કોઈ મોટા નિષ્ણાતના જણાવ્યા મુજબ આપણા મનમાં રહેલું તણાવ પણ આંખનું કારણ બની શકે છે. ડોકટરના જણાવ્યા મુજબ આંખના ફરકવાને ‘મ્યોકિમિયા’ કહે છે. તે આપણા માનસિક તણાવને લીધે થાય છે.

આવી પરિસ્થિતિમાં આપણા આંખના સ્નાયુઓ ખેંચવા લાગે છે. તેના લીધે આપણી આંખ ફરકતી હોય છે. ઘણી વખત આંખમાં રહેલા મેગ્નેશિયમના અભાવે પણ આપણી આંખ ફરકવા લાગે છે. ઘણી વખત આંખના જોવાની દ્રષ્ટિને આભાવને લીધે પણ આપણી આંખ ફરકતી જોવા મળે છે. વધુ પડતા આલ્કોહોલ અને માદક દ્રવ્યોનું સેવન કરવાથી પણ આપણી આંખો ફરકવા લાગે છે.

જ્યોતિષ શાસ્ત્રે આંખને ફરકવાના ઘણા કારણો કહેલા છે. જે આપણે નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ આપણે આજે આપણે આ લેખમાં આંખના કેટલાક વૈજ્ઞાનિક કારણો જ બતાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *