શું તમે જાણો છો આ ઉપચારથી શરદી, ઉધરસ તેમજ તાવ જેવા વાયરસ સંબંધિત બીમારીઓમાં મળે છે રક્ષણ, જાણો ઉપચારની સાચી રીત…

Spread the love

આ બદલાતી ઋતુમાં શરદી-ઉધરસ અને તાવ જેવી બીમારી સમગ્ર વિશ્વમાં પ્રસરે છે. આવામાં રાસાયણિક દવાઓ કરતાં ઘર ગથ્થુ ઉપચાર સારા રહે છે. આ બીમારીઓ અવાર નવાર મોસમ ના બદલવાથી થઈ શકે  છે. આ એક વાયરલ ઇન્ફેકસન છે. તેથી જો ઘરમાં એક માણસ ને થાઈ તો બીજા ને પણ ફેલાઈ શકે છે. તેથી આવા રોગો થો દૂર રહેવું જ શરૂ. તે માટે શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જરૂરી છે. આવો જોઈએ આવા રોગોથી દૂર રહેવા માટેના કેટલાક ઘરેલુ ઉપચાર.

આખા દિવસ દરમિયાન શક્ય હોય એટલું ગરમ પાણી પીવું. તે છાતીમાથી કફને છૂટો પાડશે. ગરમ પાણીમા નમક નાખી કોગળા કરવાથી ગળાના દુ:ખાવામાં ફાયદો થાય છે અને ઉધરસમા પણ ફાયદો થાય છે. અડધી ચમચી મધ અને તેમ થોડીક એલચી પાઉડર અને થોડા ટીપા લીંબુનો રસ નાખી ૧-૧ ચમચી દિવસમાં ૨ વાર પીવાથી ઉધરસ માં રાહત મળેછે.

તમે દરરોજ ચાનુ સેવન તો કરતા જ હશો. આ ચા મા તુલસી, આદું, કળા મારી નાખી સેવન કરવાથી શરદી અને ઉધરસ માં ખૂબ રાહત મળે છે. દેશી ઘી સાથે અડધી ચમચી કાળા મરીના પાવડરનુ સેવન કરવાથી કફની સાથે જો લાળ હોય તો તે પણ દૂર થાય છે. ૫૦ ગ્રામ ખડી સાકર, ૧૦ ગ્રામ મેથી દાણા, ૧૫ ગ્રામ કાળા મરી, ૧૦૦ ગ્રામ સૂંઠ આ બધાને મિક્સ કરી ક્રશ કરી લો. આ મિશ્રણને રાત્રે ગરમ દૂધમા ખાવાથી તમને ઉધરસ, શરદી અને કબજિયાતની સમસ્યામા રાહત મળે છે.

૩ ચમચી મેથીના દાણા ૨ કપ પાણી માં પાલડી રાત્રે ૧ કપ પાણી માં ઉકાળી સ્વાદ મુજબ મધ મિક્સ કરવું. ત્યારબાદ તેને ગાળી સૂતા પહેલા સેવન કરવાથી કફ, દમ, ક્ષયનો રોગ, ફેફસાંના રોગો, આલ્કોહોલ ની આડઅસર, કુપોષણ, યકૃતનું સંકોચન, સંધિવા, અને કમરના દુખાવામાં ફાયદો થઈ છે. આ ઉપરાંત આપણા આયુર્વેદ માં ઘણા ઉકાળા આપેલ છે. તેના થી પણ આ મોશમી રોગોથી બચી શકાય છે.વીક માં એક કે બે વાર આ ઉકાળા પીવા જોઈએ. આવોજ એક ઉકાળો બનવાની રીત જોઈએ.

સામગ્રી :

૧ ઇંચ આદું, ૮-૯ તુલસીના પાન, ૧ ચમચી અશ્વગંધા, ૨-૪ નંગ તજ, ૧ ઇંચ હળદર, ૪-૫ નંગ કાળા મરી અને પાણી.

ઉકાળો બનાવવાની રીત :

સૌપ્રથમ આપેલ તમામ ઘન પદાર્થોને ખાંડી લો. ત્યારબાદ ૧ લિટર પાણીમા આ બધી વસ્તુ નાખી તેને ઉકાળવા મૂકો. જ્યારે પાણી ૧૦૦-૨૦૦ ગ્રામ બાકી રહે ત્યાંસુધી ઉકાળો પછી તેને ગાળી લો. ત્યારબાદ તેમા સ્વાદ અનુસાર નિમક અને લીંબુ પણ ઉમેરી શકો છો. આ ઉકાળો પીવાથી શરીરમાં ઇમ્યુનિટી બની રહેછે અને કોરોના જેવા રોગ સામે પણ લડવાની તાકાત મળી રહેછે તેમજ તે ગળું સાફ રાખે છે,કફ દૂર કરે તેમજ ઉધરસમા પણ ફાયદો કરે છે. ઉકાળામા વપરાતી વસ્તુઓ ઇમ્યુનિટી બુસ્ટર છે. તેથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તંદુરસ્ત રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *