શું તમે જાણો છો આ શક્તિશાળી ફળ ટૂંક સમય માં જ દુર કરશે બળતરા, ખંજવાળ તેમજ ફોલ્લીઓની તકલીફ, જાણો તેના લાભ વિશે…

Spread the love

ઉનાળામાં ઘણા ફળો જોવા મળે છે. તેમાં એક ગલેલી નામનું ફળ અપણા સ્વાસ્થ માટે ખુબ ઉપયોગી છે. તે ફળ ખાવાથી ઉનાળાની ઋતુમાં તે શરીરને અંદરથી ઠંડું બનાવે છે. જે તમને ઉનાળાની ઋતુમાં થતા રોગોથી બચાવે છે. તેનો દેખાવ પારદર્શક અને સફેદ જેલી જેવો લાગે છે. ગલેલીનો સ્વાદ મીઠો હોય છે. તે ફળમાં ઘણા પોષક તત્વો રહેલા છે. ગલેલીમાં વધુ પાણી હોવાથી તે ફળ ખાવાથી આપણા શરીરમાં પાણી ઘટતું નથી. તે ફળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ગલેલીનું ઉત્પાદન દરિયા વિસ્તારમાં વધુ જોવા મળે છે.

તે ઉપરાંત ગલેલી મહારાષ્ટના કોંકણ, ગોવા અને ઉનાળામાં દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળે છે.ગરમીમાં આ ફળ ખાવાથી શરીરમાં તાજગીનો અહેશાસ થાય છે. આજે અમે તેમનાથી થતા ફાયદા વિષે જણાવશું. ઉનાળાના તડકામાં બહાર નીકળવાથી આપણી ચામડીને નુકસાન થાય છે. ઉનાળાના તડકામાં બહાર જવાથી આપણી ત્વચા પર બળતરા, ખંજવાળ અને નાની-નાની ફોડલીઓ થાય છે.

આ સમસ્યાને દુર કરવી હોય તો આ નુસખાને અપનાવો જોઈએ, ગલેલીનો રસ કાઢી તેમાં ચંદનનો પાઉડર મિક્સ કરી તેને ચહેરા પર લાગવી પછી તેને સુકાવા દો. તે સુકાય જાય પછી તેને પાણીથી ધોઈ લો. આ પ્રયોગ કરવાથી બળતરાની સમસ્યા દુર થઈ જશે. ગલેલીમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ તત્વો રહેલા હોય છે જે આપણા શરીરમાં રહેલા કચરાને બહાર કાઢે છે અને લીવરને મજબુત બનાવે છે. તે શરીરમાં રહેલા જેરી પદાર્થને દુર કરે છે. જેથી શરીરમાં થતા બધા રોગો સામે આપણને રક્ષણ આપે છે.

ઉનાળાની ઋતુમાં તાપમાન વધવાને લીધે આપણા શરીરમાં પાણી ઘટવા લાગે છે તેના લીધે ત્વચા પર બળતરા અને ડીહાઈદ્રેશન થવાની સમસ્યા ઉદ્ભવે છે. આ બધી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ગલેલીનું ફળ ખુબ ઉપયોગી બને છે. તે ફળનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. પ્રેગનેટ સ્ત્રીને પેટમાં દુખવાની અને કબજિયાતની સમસ્યા હોય તો આ ફળનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.ગલેલી ખાવાથી બાળક પણ સ્વસ્થ રહે છે. ગલેલીનું ફળ આપણા શરીર માટે ખુબ અશરકારક ફળ છે. તે આપણા શરીરમાં રહેલી પાણીની ઊણને દુર કરે છે.

ગલેલી પાચન ક્રિયા માટે પણ ખુબ લાભદાઈ છે. ગલેલી એસીડીટી ,પેટમાં થતો દુખાવો જેવી સમસ્યાને દુર કરે છે.ઉનાળાની ઋતુમાં આ રસનું સેવન દરોરજ કરવું જોઈએ.સ્ત્રીને માસિક ધર્મ દરમિયાન થતી સમસ્યા જેમ કે પેટમાં દુખાવો થવો, કમરમાં થતો દુખવો, ખંજવાળ જે ઘણી સમસ્યાને ગલેલીનું ફળ ખાવાથી તેમાં થતા બધા રોગમાં રાહત આપે છે.આ ગલેલીના ફળમાં વધુ માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસના તત્વો ને લીધે તે દરેક સમસ્યામાંથી રાહત આપે છે.

ગેલેલીમાં વધુ પ્રમાણમાં કેલેરી અને પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ હોવાથી તે શરીરમાં ઉર્જા પૂરી પડે છે.આ ફળ વજન ઘટાડવામાં ઉપયોગી છે. ગલેલીમાં વધુ પ્રમાણમાં પાણી હોવાથી તે શરીરમાં પાણીને ઘટવા દેતો નથી. તેથી આપણે વજન ઘટાડવામાં ખુબ ઉપયોગી બને છે. તેથી આ ફળનું સેવન ઉનાળામાં કરવાથી શરીરને સારું અને તંદુરસ્ત બને છે. ઉનાળામાં ગરમીના કારણે તેલી ત્વચાને લીધે ખીલ થાય છે ત્યારે આ ફળનું સેવન કરવાથી આ તકલીફમાં છુટકારો મળશે.

ગલેલીના રસમાં ખાંડ નાખી તે પીવામાં આવે તો પેશાબની સમસ્યા જેવી કે ઉનવા થવો, ટોયલેટ જતા વખતે દુખાવો થવો તેવી સમસ્યાને તે દુર કરે છે. હરસ, મસા અને ફિશર જેવા રોગો માટે આ ફળ ખુબ ઉપયોગી છે. આ ફળ ખાવાથી વાળ ખરતા હોય તો તે સમસ્યાને દુર કરી વાળને મુલાયમ બનાવે છે. ગલેલીનો રસ માથમાં નાખવાથી વાળને લગતી બધી સમસ્યા દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *