શું તમે જાણો છો આ દેશી ઉપાયથી ધોળા વાળને ટૂંક સમય મા જ કરી શકાય છે કાળા, જાણો અને એકવાર જરૂર અજમાવો…

Spread the love

આજના ઝડપીયુગમાં લોકો પાસે પોતાના માટે સમય નથી. ત્યારે કેટલીક સમસ્યાઓ જીવનમાં આવે છે. હવામાનને લીધે આપનું સ્વાસ્થ્યને હાનિ પહોચે છે. તેની કેટલીક અસર વાળ અને ચામડી પર જોવા મળે છે તેના લીધે આપના જીવનમાં અનેક મુશ્કેલીઓ રહે છે. અત્યારે નાની ઉંમરના લોકોને વાળ સફેદ થવાની સમસ્યા થઈ ગઈ છે. તેથી કેટલાક ઘરેલુ ઉપાય કરવાથી આ સમસ્યા દૂર થાય છે. તે વસ્તુઓ આપણા ઘરમાં જ રહેલી હોય છે .

આમળા અને અરીઠા વાળ માટે ખૂબ ઉપયોગી છે. તેમાં અનેક પોષક તત્વો રહેલા હોય છે. તેને પલાળીને બીજા દિવસે વાળમાં લગાવવાથી સફેદ વાળ થતાં અટકે છે. નિયમિત આ ઉપાય કરવાથી વાળની આ સમસ્યા દૂર થાય છે. તેનાથી વાળ ઘાટા અને ચમકીલા બને છે.

કૂવારપાઠું વાળ માટે ખૂબ ઉપયોગી એક ઔષધિ છે. તેનું જેલ વાળમાં લગાવવાથી વાળના મૂળિયાં મજબૂત બને છે અને વાળ સફેદ થતાં અટકે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી વાળ મુલાયમ અને લાંબા બને છે. કેટલીક સ્ત્રીઓને વાળ લાંબા રાખવાનો શોખ હોય છે.

ડુંગળી વાળ માટે ખૂબ ઉપયોગી છે. તેનો રસ કાઢીને તેને વાળના મૂળિયાં પર લગાવવું. થોડા સમય પછી તેને શેમ્પુથી વાળ ધોઈ નાખવા જોઈએ. નિયમિત આ ઉપયોગ કરવામાં આવે તો વાળ સફેદ થતાં નથી. વાળને ઘાટા અને મજબૂત બનાવવા માટે તેનો ઉપયોગ કરવો જરૂરી છે.

મેથી વાળ માટે ખૂબ ફાયદાકારક છે. તેને પલાળીને રાખવી. ત્યારબાદ તેને મિકચરમાં પીસીને તેને વાળમાં લગાવવી જોઈએ. તે સુકાઈ જાય ત્યાં સુધી રાખવી જોઈએ. પછી તેને શેમ્પુથી ધોઈ નાખવું જોઈએ. તેનાથી વાળ સફેદ થતાં અટકે છે. વાળ રેશમી અને સુંદર બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *