શું તમે જાણો છો આ ઔષધીય પાનના ઉપયોગથી મળશે પગના દુઃખાવા, મચકોડ, સોજા અને ઉલટી માંથી તુરંત રાહત, જાણીલો તેના ઉપયોગની રીત…

Spread the love

કેટલાક દેશોમાં પડતર જમીનમાં અને જંગલમાં આવળનો છોડ ખૂબ જોવા મળે છે. તેમાં અનેક ડાળી હોય છે. તેના પાન આમલીના પણ જેવા હોય છે. તેનો કલર પીળો હોય હોય છે. તેનો સ્વાદ કડવો, તૂરો અને તીખો હોય છે. તે કેટલાક રોગો જેવા કે કફ, પેશાબની તકલીફ, આંખની સમસ્યા, મુખરોગ, કૃમિ, ઉધરસ, હરસ, તાવ, સોજો, મોમાં ચાંદી પડવી, દાઢનો દુખાવો વગેરે જેવા રોગો દૂર કરવામાં ખૂબ ફાયદાકારક બને છે.

આવળની શીંગ લાંબી હોય છે. તેના બીજ ગોળ હોય છે. તેની છાલનો ઉપયોગ કપડાં અને ચંપલના ચામડા રંગવામાં થાય છે. તેના પાન, ફૂલ, બીજ, મૂળિયાંનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે. તેના ફૂલ ચામડીની સુંદરતામાં વધારો કરે છે. તેના ફૂલનું કેસર બનાવીને તેનો ઉપયોગ ઉલ્ટી થતી હોય, કૃમિ વગેરે જેવા રોગો દૂર કરે છે. તેની શિંગો કૃમિને દૂર કરે છે. તેંમના મૂળિયાં રક્તપિત, તરસ છિપાવવી, વાયુકર્તા વગેરે જેવા રોગો માટે ઉપયોગી છે.

તેની છાલનો ઉપયોગ અંડકોષનો સોજો દૂર કરવા માટે થાય છે. તેની છાલના રસમાં એરંડિયું નાખીને પીવાથી તે રોગમાં ફાયદો થાય છે. તેના પાનનો રસ મોમાં ચાંદા પડ્યા હોય કે દાઢમાં દુખાવો થાય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના મૂળિયાંને પાણીમાં ઉકાળીને નિયમિત પીવાથી પેટના અનેક રોગો દૂર થાય છે.

તેના પાન અને આમલીના પાનને વરાળમાં રાખીને તેને પીસિને તેને કોઈ પણ જ્ગ્યાએ ઘા વાગ્યો હોય, લોહી જામી ગયું હોય, સોજો આવી ગયો હોય, હાથ પગમાં મચકોડ થાય ત્યારે તેનો ઉપયોગ કરવાથી દુખવામાં ઝડપથી રાહત મળે છે. ગર્ભવતી સ્ત્રીઓને ઉલ્ટી થતી હોય તો તેના ફૂલને સાકર અને દૂધમાં નાખીને પીવાથી ખૂબ ફાયદો થાય છે. તેના બીજનો પાવડર ડાયાબિટીસના દર્દીને પીવાથી શુગરમાં ઘટાડો થાય છે.

ચામડીના રોગો, હાથ-પગના પડી ગયેલા ડાઘ, તાવ જેવા રોગોને દૂર કરવા માટે આવળના પાનનો ઉપયોગ કરવાથી ખૂબ ફાયદો થાય છે. કેટલીક બહેનોને માસિકસ્ત્રાવ સમયે વધુ બ્લીડિંગ થતું હોય ત્યારે તેના પાનનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે. તેના પાનને દૂધમાં ઉકાળીને તે કપડાને આંખો પર બાંધવાથી તેની ગરમી બહાર આવે છે. તેના ફૂલનો ઉપયોગ ચામડીની સુંદરતા અને શરીરના રંગમાં સુધારો કરે છે. ડાયાબિટીસના રોગમાં તે ખૂબ ઉપયોગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *