શું તમે જાણો છો કે બેટરી સર્વપ્રથમ ભારતમા બનાવવામા આવી હતી – રાજીવ દીક્ષિત

Spread the love

મિત્રો, શુ તમને ખ્યાલ છે કે સૌપ્રથમ બેટરી નો આવિષ્કાર ભારત મા થયો હતો અને આ વાત આધુનિક વિજ્ઞાન એ પણ સ્વીકારી છે કે , બેટરી બનાવવા ની સંપૂર્ણ વિધિ ઋષિ અગસ્ત્ય દ્વારા પ્રાચીન કાળમા જ અપાઈ ચૂકી છે. ઋષિ અગસ્ત્ય દ્વારા પહેલી બેટરી નુ નિર્માણ કરવામા આવ્યુ હતુ અને આ બેટરી બનાવવાની વિધિ નુ વિસ્તારપૂર્વક વર્ણન અગસ્ત સંહિતા મા કરવામા આવ્યુ છે. આ બેટરી બનાવવાની વિધિ હજારો વર્ષ પ્રાચીન છે.

આ પરથી એવુ તારણ પણ નીકળી શકે કે જે વ્યક્તિ ને બેટરી બનાવવા વિશેની માહિતી હોય તેને વિદ્યુત અંગે ની માહિતી પણ અવશ્ય હોય. કારણ કે, બેટરી પણ એક પ્રકાર નો વિદ્યુત જ ઉત્પન્ન કરે છે. હા એ વાત અલગ છે કે તે ડાયરેક્ટ કરંટ ની પધ્ધતિ પર કાર્ય કરે છે જ્યારે હાલ સમગ્ર વિશ્વ મા જેનો આજે ઉપયોગ થઈ રહ્યો છે તે અલ્ટરનેટિવ કરંટ છે. પરંતુ, વિશ્વ મા સૌથી પહેલા ડાયરેક્ટ કરંટ ની માહિતી ઋષિ અગસ્ત્ય ને હતી તેવુ સાબિત થાય છે.

અગસ્ત્ય સંહિતા મા એક સૂત્ર છે :

संस्थाप्य मृण्मये पात्रे ताम्रपत्रं सुसंस्कृतम्‌।
छादयेच्छिखिग्रीवेन चार्दाभि: काष्ठापांसुभि:॥
दस्तालोष्टो निधात्वय: पारदाच्छादितस्तत:।
संयोगाज्जायते तेजो मित्रावरुणसंज्ञितम्‌॥

આ ઉપરોક્ત શ્લોક નો અર્થ કઈક એવો થાય છે કે એક માટી થી બનેલુ પાત્ર લઈને ત્યારબાદ તેને વ્યવસ્થિત રીતે સાફ કરીને તેમા તામ્રપત્ર અને કોપર સલ્ફેટ ઉમેરો. ત્યારબાદ તેમા ભીના લાકડા નો ભુક્કો ઉમેરી દો. ત્યારબાદ તેના પર પારા નો ભુક્કો ઉમેરો. આ મિશ્રણ ને એ્લવાયો તાર સાથે જોડશો એટલે એક વિશિષ્ટ ઊર્જા નુ નિર્માણ થશે. આ શાસ્ત્ર મા ઉચ્ચારણ કરવામા આવેલા શબ્દો ની અમલવારી કરીને એક વાસ્તવિક પ્રયોગ પણ કરવામા આવ્યો અને સ્વદેશી વિજ્ઞાન સંશોધન સંસ્થા દ્વારા ચોથી વાર્ષિક સભા મા આ પ્રયોગ ને સૌ કોઈ ની સમક્ષ પ્રસ્તુત પણ કરવામા આવ્યો.

આ શાસ્ત્ર મા આગળ લખ્યુ છે :

अनेन जलभंगोस्ति प्राणो दानेषु वायुषु।
एवं शतानां कुंभानांसंयोगकार्यकृत्स्मृत:॥

આ શ્લોક મા સો કુંભો એટલે કે એકસમાન આવૃત્તિ ધરાવતા સો સેલ ની શ્રુંખલા ની ચર્ચા કરવામા આવી છે, જેની શક્તિ નો પાણી મા પ્રયોગ કરીને પાણી ને પ્રાણવાયુ ઓક્સિજન અને ઉદાન વાયુ હાઇડ્રોજન મા પણ પરિવર્તિત કરી શકાય છે.

ત્યારબાદ લખવામા આવ્યુ છે :

वायुबन्धकवस्त्रेण निबद्धो यानमस्तके उदान स्वलघुत्वे बिभर्त्याकाशयानकम्‌।

જો ઉદાન વાયુ હાઇડ્રોજન ને એક જગ્યાએ કોઈ વસ્તુ વડે પ્રતિબંધિત કરવામા આવે તો તેનો ઉપયોગ વિમાન ની ઉડ્યન પ્રક્રિયા માટે પણ કરી શકાય છે. તો આ શ્લોક આપણા પ્રાચીન ભારત પાસે વિમાન ઉડ્યન ની વિદ્યા હોવાનુ પણ પુષ્ટિ કરે છે. જો જોવા જઈએ તો આવા અનેક વૈજ્ઞાનિક પ્રયોગો નુ વર્ણન આપણા શાસ્ત્રો મા કરવામા આવ્યુ છે. બસ આવશ્યકતા છે તો તેના ગહન અધ્યયન ની અને તેના પર પ્રકાશ પાડવાની. પરંતુ, હાલ ની શૈક્ષણિક પધ્ધતિ એટલી ખરાબ છે કે તેણે આ પ્રાચીન ગ્રંથો પરના આપણા વિશ્વાસ ને ખોખલો કરી નાખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *