શું તમે હવે કંટાળી ગયા છો દાદ, ખાજ, ખરજવા અને ખંજવાળ ની તકલીફ થી? તો એકવાર અજમાવી જુઓ આ ઉપાય, હવે સમાધાન મળ્યુ સમજો….

Spread the love

ખરજવા ,ડાઘ તથા ખંજવાળ એક એવી સમસ્યા છે કે કોઈપણ વ્યક્તિને અને કોઈપણ અવસ્થાએ હેરાન-પરેશાન કરે છે. એમાં એક ખરજવું એ ચેપી રોગ છે જે હાથ, પગ, ગળું તથા આંતરિક અવયવ માં કોઈપણ જગ્યાએ થાય છે. તે ઘા જેવું દેખાય છે તથા તેનો રંગ લાલ અથવા ભૂરો હોય છે. તે આપણી ચામડી સાથે જોડાયેલું દેખાય છે. ખરજવું ચેપી રોગ હોવાથી નાનું હોય તો પણ ઝડપથી ફેલાય છે અને તેમાં મીઠી ખંજવાળ આવે છે. જો આ ઇન્ફેકશન ઝડપથી વધે તો તે ખીલ થવાની સમસ્યા નું પણ કારણ બને છે તથા તેમાં પરુ ભરાઇ છે.

જો તેને આપણે અવગણીએ તો તે ઝડપથી વધવાને કારણે સાઇઝમાં મોટું તથા ગંભીર બની શકે છે. આથી જો આપણને આવી સમસ્યા હોય તો તેને વહેલા તે પહેલા ના ધોરણે દૂર કરવી જોઈએ. તો અમે તમને જણાવી દઈએ કે આ સમસ્યાથી કાયમ માટે છુટકારો પામવા થોડાક ઘરેલુ નુસખા અપનાવીએ. તો ચાલો જાણીએ માત્ર ૧૦ જ દિવસમાં આવી જટિલ સમસ્યાઓને દૂર કરવાના ઘરેલુ ઉપચાર. હાલના સમયમાં ખરજવાની તકલીફ સામાન્ય જણાય છે. જો તેની યોગ્ય સારવાર કરવામાં આવે તો તે દૂર તો થાય છે. પરંતુ થોડા જ સમય બાદ તેની તે જ સમસ્યા ફરી ઉત્પન્ન થાય છે.

આ સમસ્યાને દૂર કરવા માર્કેટમાં તથા મેડીકલ સ્ટોર પર ઘણી બધી દવાઓ ઉપલબ્ધ હોય છે. જે લોકો દાવો કરે છે કે, માત્ર સાત-આઠ દિવસમાં જ ખરજવું મટી જશે. પરંતુ હાલમાં આ દાવા ખોટા પુરવાર થયા છે. આપણી સંસ્કૃતિમાં ફૂલ નું ઘણું સારું મહત્વ છે, એમાં નું એક ફૂલ છે ગલગોટો. ગલગોટાના ફૂલ અને પર્ણ ખરજવાની તકલીફ માં અકસીર સાબિત થાય છે. ગલગોટા ના ફૂલ નો ઉપયોગ આશરે બધાના ઘરમાં થતો હોય છે. માનવી ઓ ઘરમાં ગલગોટાનું તોરણ તથા મંદિરમાં પૂજા માટે ગલગોટાના ફૂલ ઉપયોગમાં લઈએ છીએ. ગલગોટાના ફૂલમાં એન્ટી ફંગલ અને એન્ટી એલર્જીક ગુણધર્મો રહેલા છે. જે આવી જટિલ સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

ગલગોટાના ઉપયોગની રીત

સૌપ્રથમ ગલગોટાને સાફ કરી તેનાં પર્ણો ને પણ સાફ કરી તેને પાણીમાં ઉકાળો. પાણી ઉકળી ગયા બાદ ઠંડુ થવા દો. આ પાણી ને જે જગ્યા પર ખરજવું, ડાઘ તથા ખંજવાળ આવતી હોય ત્યાં લગાવો. આ પાણીને સારી રીતે લગાડ્યા બાદ તેને થોડા સમય માટે એમ જ રહેવા દો પછી કોટન ના કપડા થી તેને સાફ કરો.

બીજી રીત

સૌપ્રથમ ગલગોટાના ફૂલ ફૂલનો રસ નીકાળો અથવા ગલગોટાના ફૂલ ની પેસ્ટ બનાવો. આટલું થઈ જાય પછી જે ભાગ પર આપણને ખરજવું ડાઘ તથા ખંજવાળ આવતી હોય ત્યાં લગાવો જ્યારે આ પેસ્ટ લગાવ્યા પછી તે સુકાઈ જાય છે ત્યારે તેને ઠંડા પાણી થી ધોઈ લો. આ ઉપચાર કરવાથી તમારી સમસ્યા માત્ર દશેક દિવસમાં જ ખતમ થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *