શું તમારું પેટ દિવસે-દિવસે ફૂલતું જાય છે? તો આ કારણો હોઈ શકે છે જવાબદાર, જાણો તમે પણ…

Spread the love

કેટલાક લોકોને ક્યારેક એવું લાગે છે કે તેમનું પેટ ફૂલી ગયુ છે અથવા તો  તેના પેટની ચરબી વધતી હોય તેવું લાગે છે. તેથી શરીરનું વજન વધવા લાગે છે. તેના માટેના કેટલાક ઘરેલુ ઉપાય કરવા ખૂબ જરૂરી છે. તેનાથી પેટ ઓછું થાય છે અને શરીરની અનેકવિધ બીમારીઓ દૂર થાય છે.

આપણાં શરીરમાં હોર્મોન્સ બદલવાથી શરીરનું વજન વધે છે. ત્યારે કેટલીક પેટની તકલીફો થાય છે. કેટલાક લોકોને અંડાશયમાં કેન્સરની બીમારી થાય છે. તે સમસ્યા થતાં પહેલા જ કેટલાક લોકોનું પેટ વધવા લાગે છે. કેટલાક લોકોને આઈ.બી.એસ. ની બીમારી થાય છે. તે સમસ્યામાં આંતરડામાં રહેલા બેક્ટેરિયા વધારે સંવેદનશીલ બને છે. તેનાથી શરીરમાં અનેક મુશ્કેલીઓ થાય છે.

શરીરમાં કેટલાક કોષોને નુકસાન થવાથી થાકનો અનુભવ થાય છે. તેથી ઓટો ઇમ્યુનિટી ડિસઓર્ડર જેવી સમસ્યાઓ થાય છે. કેટલાક લોકોનું મન ગુસ્સાથી ભરેલું રહે છે. તે લોકોને પેટની ચરબી વધે છે. માનસિક તણાવને લીધે આ સમસ્યા થાય છે. તે લોકોને ભૂખ વધારે લાગે તે જમવાનું વધારી દે છે. તેથી તેમનું વજન વધે છે.

આજના ઝડપી યુગમાં લોકો ભાગદોડ કરે છે અને જીવનમાં વ્યસત રહે છે. આખા દિવસના થાકને કારણે તે લોકોને ઊંઘ પૂરી થતી નથી. તેથી વજન વધી શકે છે. કેટલાક લોકો રાત્રે મોડા સૂતા હોય છે અને સવારે મોડા જાગતા હોય છે. કટાણે  ઉઠવાથી શરીરનું વજન વધી શકે છે.

કેટલાક લોકોનું બેઠાળુ જીવન હોય છે, તે લોકોનું વજન ઝડપથી વધે છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે બેઠા બેઠા કામ કરતાં હોય તે લોકોનું વજનમાં વધારો થાય છે. આખો દિવસ બેસીને શરીરની પાચનક્રિયા નબળી પડી જાય છે. તેથી પેટની ચરબી વધે છે. તેથી બેસીને કામ કરતાં લોકોને થોડી વાર ચાલવું જોઈએ.

કેટલાક લોકો ઠંડીની ઋતુમા પાણી ઓછું પીવે છે. કેટલાક લોકોને કુટેવ હોય છે તે એકસાથે વધારે પાણી પીવે છે. વજનમાં વધારો થાય છે. તે શરીરના સ્વાસ્થ્યને નુકસાન કરે છે. તેથી થોડા સમયે સમયે પાણી પીવું જોઈએ. તરસ ના લાગે તો પણ થોડી વારે પાણી પીવું જોઈએ. તેથી તમારું લોહીનું પરિભ્રમણ બરાબર થાય છે અને વજન ઘટી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *