શું તમારે પેટમાં થતા ગેસ અને એસિડિટીની સમસ્યાથી મેળવવી છે રાહત? તો આ ઉપાય થોડી જ મીનીટોમા આપશે રાહત, જાણો તમે પણ…

Spread the love

કેટલાક લોકોને જમ્યા પછી કેટલીક પેટની સમસ્યાઓ થતી હોય છે. તેના લીધે પેટમાં દુખાવો, અપચો, અને એસિડિટી જેવી અનેક સમસ્યાઓ થાય છે. આપણે તેની સારવાર ન કરીએ તો બીજી અનેક બીમારીઓ આપનું સ્વાસ્થ્ય ખરાબ કરે છે. કેટલાક મસાલાઓ આપણાં ઘરમાં જ રહેલા હોય છે જેનાથી આપણે આવી અનેક સમસ્યાઓ દૂર કરી શકીએ છીએ. હળદર શરીર માટે ખૂબ ઉપયોગી છે. તે એસિડિટી જેવા અનેક રોગો દૂર કરે છે.

હળદર:

હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તેમાં અનેક પોષક તત્વો રહેલા હોય છે. તેને પાણીમાં નાખીને દરરોજ પીવાથી શરીરમાં રહેલું ઝેર દૂર થાય છે. તે પાચનક્રિયાને મજબૂત બનાવે છે. થોડું ગરમ દૂધ લઈને તેમાં થોડી વરિયાળી નાખીને પીવાથી એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે. તેમાં કકર્યુંમીન કમ્પાઉન્ડ રહેલું હોય છે તે જઠરના માર્ગને સરળ બનાવે છે. અપચો જેવી બીમારી સામે તે ઉપયોગી છે.

અજમા:

અજમાનો ઉપયોગ પેટમાં થતાં ગેસની સમસ્યાને દૂર કરવા માટે થાય છે. તેમાં થાઈમોલ નામનું તત્વ રહેલું હોય છે. તેનાથી શરીરમાં અપચો, એસિડિટી, જેવા રોગો દૂર થાય છે. અજમાને પાણીમાં પલાળીને તેમાં થોડું નમક નાખીને પીવાથી ફાયદો થાય છે. તેનો ઉપયોગ શરીરમાં દવા તરીકે કરવામાં આવે છે.

હળદર-અજમા નું પાણી:

અજમાને એક વાસણમાં પલાળી રાખવા. હળદરને પાણીમાં નાખીને ઉકાળવી, ત્યારબાદ તે પાણી ઠંડુ થઈ જાય પછી તેને ગાળીને પીવું જોઈએ. તેનું નિયમિત સેવન કરવાથી પેટની બધી સમસ્યાઓ દૂર થાય છે. પેટનો દુખાવો, ગેસ, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓથી બચી શકાય છે. તેનું સેવન ડોક્ટરની સલાહ મુજબ કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *