શું તમારા ઘરમાં પણ નથી ટકતા પૈસા, તો આજથી જ કરો આ ઉપાય, માતા લક્ષ્મીજીની કૃપા વરસશે તમારી ઉપર…

Spread the love

કેટલીક આયુર્વેદિક ઔષધિઑ શરીરમાં રોગ સામે રક્ષણ આપે છે. તેવી રીતે કેટલાક શાસ્ત્રોમાં ધન મેળવવા માટેના ઉપાયો બતાવવામાં આવે છે. કેટલાક લોકોના ઘરમાં પૈસા રહેતા નથી. પરિવારની અને તમારી સુખ શાંતિ મેળવવા માટે કેટલાક ઉપાયો ઘરમાં કરવાથી તમને ધનની પ્રાપ્તિ થાય છે.

સુખ-સમૃદ્ધિ મેળવવા માટે આ ઉપાય:

આંકડો ધનની પ્રાપ્તિ માટે ખૂબ ઉપયોગી છે. તેના મૂળને ગળામાં તાવીજ સાથે બાંધીને પહરેવાથી તમારા જીવનમા ધનની આવક થાય છે. શંખપુષ્પીને ચાંદીની ડ્બ્બીમાં રાખીને તેને ઘરમા રાખવાથી તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે છે. તેથી તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ ઊભું થાય છે. વડલાનું પાન ઘરમાં રાખવાથી ક્યારેય ઘરમાં અનાજની સમસ્યા આવશે નહીં.

સાંપના ડરથી દૂર થવા માટે આ ઉપાય:

કેટલાક લોકોને સાપનો ડર હંમેશા લાગતો હોય છે. ત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલતું હોય ત્યારે ધતૂરાનું મૂળને ઘરમાં રાખવાથી આ ડર દૂર થાય છે. તેનાથી તમારા ઘરમાં ક્યારેય સાપ આવશે નહિ. તમે શાંતિથી ઘરમાં રહી શકશો.

બાળકોને ખરાબ નજરથી દૂર રાખવા જોઈએ:

ચંપાના વૃક્ષનું મૂળ લઈને બાળકોના ગળામાં બાંધવાથી તેને ખરાબ નજર ન લાગે. કોઈ બાળકોને ખરાબ નજર લાગી ગયેલ હોય તો તેને પૂર્વા નક્ષત્રમાં હંસપાનને લઈને ઘરમાં રાખવાથી તે ખરાબ નજર દૂર થાય છે. તેથી બાળકો આ સમસ્યામાથી દૂર થઈ શકે છે.

શત્રુ બની જશે મિત્ર આ ઉપાયથી :

ચમેલીના મૂળને ગળામાં બાંધીને રાખવાથી તમારા દુશ્મનો તમારા મિત્રો બની શકે છે. કેટલાક દુશ્મનો તમારી નજીક આવશે અને તમારા મિત્રો બની જશે. તેથી તમારા મિત્રો વધવા લાગશે. મિત્રો સાથેના સબંધો સારા બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *