શું તમારા બાળકને છે બોલવાથી લગતી કોઈપણ સમસ્યા અથવા તો મોડું કે તોતડું બોલે છે, તો અજમાવી જુઓ આ વસ્તુની માત્ર એક ચમચી, થશે આવા લાભ…

Spread the love

આ છોડ બંગાળ, ઈજિપ્ત અને અરબસ્તાનમાં થયા છે. આપણે આ છોડ આને ખૂબ ઓછી જગ્યાએ જોવા મળે છે. તેનું મૂળ અને ડાળખી બહારથી આયાત કરવામાં આવે છે. આ છોડને પીળા અને સોનેરી ફૂલ આવે છે. તેની ડાળખીને ચાવવાથી જીભેરવરવ થાય છે અને મોં માથી લાળ નીકળે છે. આના ફૂલ ઉધરસમાં ખવાય છે. તેને આયાત અલ્જીરિયાથી કરવામાં આવે છે. તેના મૂળ પણ બજારમાં મળે છે.

તે ૨ થી ૩ ઇંચ લાંબા અને નાની આંગળી જેટલા જાડા હોય છે. તે બહારથી ભૂરા અને અંદરથી સફેદ હોય છે. તેના મૂળ ચાખવાથી જીભ પર ચમચમાટ થઈ જાય છે. તે ગરમ અને બળવર્ધક હોય છે. તેની સાથે તે વાયુ, કફ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કંપવા અને સોજો દૂર કરે છે. તેને ઘસીને લગાવવાથી બધી ઇન્દ્રિય મજબૂત થાય છે.

દાંતમાં પેઢું ફૂલી જવું, જીભ જકડાય જવી વગેરે જેવી તકલીફમાં ઉપયોગી છે. એક ચમચી મધ લઈ તેમાં વટાણા જેટલું અક્કલકરા ચૂર્ણ ભેળવી તેને રોજે રાતે ચાંટવાથી શરીરમાં ગરમાહત આવે છે. ઘણા નાના બાળકો હશે કે તેને સાખી રીતે બોલતા નથી આવડતું અથવા તે મોડુ બોલતા સિખે તો આનાથી તેની વાણી સુધરશે.

તેના માટે અક્કલકરો અને ઘોડા વજનો ઘસારો લઈ તેને મધમાં ભેળવીને ચાંટવાથી ફાયદો થાય છે. આને ઓલિવ ઓઇલ સાથે ભેળવીને ચાંટવાથી મસ્તકની બીમારી, સંધાની બીમારી, સ્નાયુની બીમારી અને મોઢા અને છાતીના રોગો, પક્ષાઘાત વગેરે જેવી ગંભીર બીમારીને દૂર કરે છે.

આનુ ચૂર્ણ સડેલા અને પોલા દાંતમાં રાખવાથી દાંતનો દુખાવો દૂર થાય છે. આનું ચૂર્ણ પા ચમચી લઈ મધ સાથે ભેળવીને ચાટવાથી અથવા ચપટી એક નાકમાં નાખવાથી અપસ્માર દૂર થાય છે. આનું ચૂર્ણ મોઢામાં ઘસીને કોગળા કરવાથી મોઢાના વીકારો દૂર થાય છે. આ ચૂર્ણ બજારમાં મળી જાય છે તેનાથી ઘણી સમસ્યા જેવી કે ઉધરસ, અરુચિ, દમ, અપસ્માર, માંદાગ્નિ વગેરે જેવી સમસ્યા દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *