શું સવારે પેટ સાફ નથી થતુ? તો જરૂરથી અજમાવી જુઓ આ આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર, ટૂંક સમય મા જ મળશે રાહત

Spread the love

આપણા શરીરની તંદુરસ્તી માટે આપણા પેટનુ સારુ હોવુ ખુબ જ જરૂરી છે. પેટમા કોઇ પણ જાતની સમસ્યા હોય તો કોઇ પણ બીમારીને નોતરી શકે છે. આજકાલના લોકોને કબજીયાતની સમસ્યા ખુબ જ વધારે હોય છે. આમ પાણી ઓછુ પીવાથી, વધારે તેલ અને મસાલાવાળા ખોરાકથી, દુખાવાની દવાથી, એક જગ્યા પર બેસી રહેવાથી અને શરીરનુ મેટાબોલિઝમ ઓછુ થવા પર થાય છે.

સવારે ઊઠીને ખાલી પેટે હળવુ ગરમ પાણી પીવુ જોઇએ. પેટ સાફ થાય છે. આમ આ પાણી પીયા બાદ થોડો સમય ચાલવુ જોઇએ. પેટમા ચોંટેલ કચરો એજ જગ્યાએ ભેગો થાય છે. આમ કરવાથી શરીરમા રહેલ કફ પણ દુર થાય છે અથવા તો સવારે લીંબુ, મધ, સંચળને હળવા ગરમ પાણીમા નાખીને પીવુ જોઇએ. તમે રોજ સવારે નારીયેળ પાણી પણ પી શકો છો. આ સમસ્યા માટે તે ખુબ જ સારુ છે.

ઇસબગુલમા રહેલ તત્વો આ સમસ્યાને હમેશા માટે દુર કરી દે છે. આ પેટને લગતી બધી જ સમસ્યાઓને ખતમ કરી દે છે. આ કબજીયાત, આંતરડાની સમસ્યા અને પાચન તંત્રને મજબુત બનાવે છે. એપલ વિનેગર પણ તમને આ સમસ્યામા રાહત આપશે. આ ગમે તેવા જુના કબજીયાતને તોડે છે. આમળાની ભુક્કી પણ આ સમસ્યા માટે ખુબ જ સારી હોય છે. સુતા પહેલા રાતે આની એક ચમચી લેવી જોઇએ.

અળસીમા રહેક પોષણતત્વો પણ તેમા આરામ આપે છે. આની એક ચમચી દુધમા ભેળવીને રાત્રે પીવાથી સવારે પેટ સાફ થાય છે. આમા તમે અળસીની જગ્યાએ આમળાનો પાવડર પણ લઇ શકો છો. રાત્રે એક ગ્લાસ પાણીમા મધ અને એરંડીયુ નાખીને ભેળવવુ જોઇએ. અથવા તો હળવા ગરમ દુધમા નાખી શકો છો. આમ કરવાથી પેટ સાફ રહે છે.

પેટને સાફ કરવા માટે બેક્ટેરિયાની જરૂરત હોય છે. જે આપણને દહિં માથી મળી જાય છે. આમ પેટને તંદુરસ્ત રાખવા માટે દહિં અને છાશ જેવી વસ્તુઓ વધારે લેવી જોઇએ. ગેસ ને જલન થતી હોય તો વરીયાળી તેના માટે ખુબ જ સારી છે. આનાથી પાચનતંત્ર મજબુત બને છે. તેથી આહાર પચવા માટે લાંબો સમય નથી લેતો અને પેટ સાફ રહે છે.

લસણમા એંટીઇંફ્લેમેટરી જેવા તતવો હોય છે. આમ આવા તત્વો આપણા આંતરડાને એકદમ સાફ કરે છે. આને શેકીને કાચુ ખાવુ જોઇએ. આનાથી આપણા શરીરમા અનેક જાતના ફાયદાઓ થાય છે. ત્રીફળા આ સમસ્યા માટે ખુબ જ સારુ છે. એક પ્યાલો પાણીને ત્રીફળા નાખીને ઉકાળવુ જોઇએ. તે ઉકળી જાય એટલે તેને ગાળી લેવુ જોઇએ. ત્યારબાદ તેમા એક ચમચી એડીયુ નાખવુ જોઇએ. આમ કરવાથી આપણા આંતરડા સાફ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *