શું પીઠ ના નીચેના ભાગમા થાય છે રોજ દુખાવો, તો અજમાવી જુઓ આ કારગર ઉપાય, તુરંત મળશે રાહત…

Spread the love

મિત્રો, કમરની પાછળના ભાગમા પીડા થવી એ સામાન્ય સમસ્યા બની ચુકી છે. આ સમસ્યા એ આપણા દેશમા ઝડપથી વિકસતી શારીરિક સમસ્યા છે, હાલ આ સમસ્યા વૈશ્વિક સ્તર સુધી ફેલાઈ ચુકી છે. ૮૦ ટકા જેટલા પુખ્ત વયના લોકો આ સમસ્યાથી પીડાય છે. આ જ સમયે, શરીરના અન્ય ભાગો જેમકે, મેડિયલ અને ઉપલા વિસ્તારોમા પણ પીડાનો અનુભવ થાય છે.

હાલ આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે અનેકવિધ ઔષધો છે જેમકે, બ્રુફેન, એસીટામિનોફેન જે આપણને આ પીડામાથી રાહત અપાવી શકે છે પરંતુ, જ્યા સુધી તેની આવશ્યકતા ના પડે ત્યા સુધી આ દવાઓનુ સેવન કરવુ ના જોઈએ. ઘરગથ્થુ ઉપાય અજમાવીને પણ આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. તો ચાલો આજે આ લેખમા અમુક ઘરગથ્થુ ઉપાયો વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

હળવો વ્યાયામ કરો :

જો તમે પણ આ કમરના પાછળના ભાગમા અસહ્ય પીડાથી પીડાવ છો તો તમારા માટે ઉભા રહેવુ અને બેસવુ એકદમ પડકારજનક સાબિત થઇ શકે છે. આ સમસ્યામાથી મુક્તિ મેળવવા માટે તમે વોકિંગ અને યોગા જેવા હળવા વ્યાયામ કરી શકો છો. આ વ્યાયામ કરવાથી એન્ડોર્ફિન્સ નામનુ તત્વ બહાર આવે છે, જે મગજમા સંકેતો મોકલે છે. તે એક પ્રાકૃતિક પેઈન કિલર તરીકે કાર્ય કરે છે.

આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે રોજીંદા જીવનમા હળવા વ્યાયામનો સમાવેશ કરવો જોઈએ, જે હેઠળ શરીરના અંગોનુ ખેંચાણ થઇ શકે છે.જો તમે તમારી કમરના સ્નાયુઓ મજબુત કરવા ઈચ્છતા હોવ તો ગરમ અને ઠંડા શેકનો ઉપયોગ કરો. એક સંશોધન મુજબ ગરમ પાણીનો શેક કરવાથી તમને આ સમસ્યામા રાહત મળી શકે.

ખેંચાણની ક્રિયા કરવી :

આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે નિયમિત તમે ખેંચાણની ક્રિયા પણ કરી શકો છો. તમારે આ ક્રિયા કમ સે કમ ૩૦ સેકંડ સુધી કરવી અને જો તમને આરામ ના મળે તો તમે આ સમય વધારી શકો છો. આ ક્રિયા કરવા માટે સૌથી પહેલા પગના અંગૂઠાને સ્પર્શ કરો અને ત્યારબાદ ૩૦ સેકંડ સુધી તે જ અવસ્થામા રહો જેથી કમરના ભાગમા ખેંચાણ અનુભવ થાય અને ત્યારબાદ ફરી મૂળ અવસ્થામા પરત ફરો. આ ક્રિયા કરવાથી તમારી પીઠના સ્નાયુઓ ઢીલા થઈ જાય છે.

અર્નિકા :

આ એક હોમિયોપેથીક ઔષધ છે. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમે આ ઔષધનો ઉપયોગ કરી શકે છે. આ ઔષધ તમને જે જગ્યાએ દુખે છે , સોજો આવે છે, ઈજા થઈ છે તે જગ્યાએ લગાવવામા આવે તો રાહત મળે છે. ઘણી ફાર્મસીઓ આર્નીકાની ક્રીમ અને જેલ મળી રહે છે, જ્યાંથી તમે તેને ખરીદી શકો છો. તેની આડઅસર નહીવત છે. એક સંશોધનમા જણાવ્યુ છે કે, એક્યુપંકચર અને મસાજ દ્વારા આર્નીકા ઓસ્ટિ-ઓઆર્થરાઇટિસની પીડામાથી મુક્તિ મેળવી શકે છે.

કાર્યસ્થળમા પરિવર્તન કરો :

તમે જે જગ્યાએ કામ કરો છો ત્યા ઘણીવાર બેસવાની યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે તમે આ સમસ્યાથી પીડાઈ શકો છો. આ સમસ્યાના અસરકારક નિદાન માટે તમે તમારા કાર્યસ્થળમા ફેરફાર કરીને આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. આ ઉપરાંત જો કાર્યસ્થળે તમારે વધુ પડતુ કમ્પ્યુટરનુ કાર્ય રહેતુ હોય તો તેની સ્ક્રીનને તમારી દૃષ્ટિની સમકક્ષ ગોઠવવી. ઓક્યુપેશનલ સેફ્ટી અને હેલ્થ એડમિનિસ્ટ્રેશન પ્રમાણે તમે કામના સ્થળે યોગ્ય ગોઠવણી કરીને કમરના પાછળના ભાગના દુ:ખાવામાથી મુક્તિ મેળવી શકાય છે.

યોગ્ય ઉઘ લો :

અમુક સંશોધન એવુ દર્શાવે છે કે, ઉઘનો અભાવ પણ આ સમસ્યા ઉદ્ભવવા પાછળનુ એક જવાબદાર કારણ હોય શકે છે. આ સમસ્યાનુ નિદાન કરવા માટે સારી નિંદ્રા લો અને આરામદાયક મેટ્રિસીસનો ઉપયોગ કરો. આ સિવાય આરામ કરવા માટે યોગ્ય કદના ઓશિકાઓ વાપરો. નેશનલ સ્લીપ ફાઉન્ડેશન પ્રમાણે દરેક પુખ્ત વયના લોકોએ સાત થી નવ કલાક સુધીનો આરામ ફરજીયાતપણે કરવો જોઈએ.

મેડીટેશન કરો :

આ સમસ્યા ઉદ્ભવવા પાછળનુ એક જવાબદાર કારણ તણાવ પણ હોય શકે છે. એક સંશોધન એવુ દર્શાવે છે કે, આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે મેડીટેશન ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેથી તમે નિયમિત વહેલી સવારે મેડીટેશન માટે થોડો સમય ફાળવો. આ સિવાય સવારે ઉઠીને ઉડા શ્વાસ લો, આ ક્રિયા કરવાથી તમારા શરીરનો તણાવ ઘટી જાય છે અને તમને આ સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે.

યોગ્ય સમયે તબીબી સલાહ લો :

ઘણીવાર આ સમસ્યા એટલી ગંભીર અને જટિલ બની ચુકી હોય છે કે તેના નિદાન માટે કોઈપણ સાદા ઉપચાર ઉપયોગી સાબિત નથી થતા, આવા સમયે તમારે તુરંત જ દાકતરની મુલાકાત લઈને તેમનુ યોગ્ય માર્ગદર્શન લેવુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *