શું પૈસાની તંગીને લીધે તમે પણ છો પરેશાન? તો અવશ્ય કરો આ ત્રણ માંથી એક ઉપાય, આજે જ જાણો આ ઉપાય…

Spread the love

આપણું જીવનમાં કેટલાક પ્રકારના ઉતાર-ચડાવ આવતા રહે છે. આપણું જીવન વિચારોથી ભરાયેલું રહે છે. તેમાથી માણસ બહાર નથી આવી શકતો. ઘણી વાર જીવનમાં સુખ આવે છે તો ઘણી વાર દુખનો પણ સામનો કરવો પડે છે. આવી રીતે જીવન ચાલતું રહે છે ત્યારે આપણે ક્યારેક કોઈ લોકો પાસેથી પૈસા ન માગી શકતા હોય અને આપણી પાસે પૈસા હોય પણ નહિ તેવી વિકટ પરિસ્થિતિમાં આપણે બીજા લોકો પાસેથી પૈસા માંગવા પડે છે.

તેમાથી આપણે બચવું ખૂબ અઘરું બની જાય છે. કોઈ પાસેથી લીધેલા પૈસા જ્યાં સુધી તેને ન આપીએ ત્યાં સુધી આપણે મનની શાંતિ અનુભવી શકતા નથી. કેટલાક લોકોને પોતાના ધંધાને લીધે પૈસા બીજા લોકો પાસેથી લેવા પડતાં હોય છે અને કેટલાક લોકો ખેતીમાં જોડાયેલા હોય તે લોકોને ક્યારેક આવી રીતે પૈસાની જરૂર પડે છે. કેટલાક સામાન્ય માણસો કોઈક બીજા પાસેથી પૈસા ઉછીના લે પછી તેનું કરજ ચૂકવામાંથી ઊચો આવી શકતો નથી.

ઉપાય ૧ :

પૈસાની આવક વધારવા માટે આપણે એક ઉપાય કરવો ખૂબ જરૂરી બને છે. તેમાં એક શ્રીફળ લેવું જોઈએ. ઘરના લોકોની ઊચાઇ કરતાં વધારે એવું એક રક્ષાસૂત્ર લેવું જોઈએ. પછી એક વાટકીમાં કંકુ લઈને તેમાં થોડું ઘી નાખીને તેને ભેળવવું. તે કંકુનો સાથિયો શ્રીફળ પર કરવો અને તેના પર રક્ષાસૂત્ર બાંધી દેવું ત્યારે તમારા મનમાં રહેલી અનેક ઈચ્છા ભગવાનને કહેવી.

આપણે તે શ્રીફળને નદીમાં કે જ્યાં પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યાં પધરાવી દેવું જોઈએ. આ ઉપાય બની શકે તો મંગળવારના દિવસે કરવો જોઈએ અને હનુમાનદાદાનું નામ શક્ય હોય તેટલી વાર લેવું જોઈએ. આમ કરવાથી આપના ઘરમાં પૈસાની આવક થતી આવે છે અને કોઈ પાસેથી લીધેલા પૈસા તેને પરત આપી શકો છો.

ઉપાય ૨ :

આપણે ભગવાન શિવની પુજા કરવાથી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ. સોમવારના દિવસે સવારના સમયે ભગવાન શિવના શિવલિંગ પર જળાભિષેક કરવો જોઈએ અને ઘી નો દીવો પ્રગટાવીને તે દિવસે ભગવાન પાસે તમારી ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ. તે દિવસે તમારે ઉપવાસ કરવો જોઈએ. તેથી તમે કોઈ વ્યક્તિ = પાસેથી પૈસા લીધા હોય તેને ઝડપથી પરત કરી શકો છો.

ઉપાય ૩ :

કેટલાક લોકોના જીવનમાં તેમને પોતાની કુંડળીમાં અને ગ્રહોમાં કેટલાક કારણો જોવા મળતા હોય છે. તેથી એ લોકોને પોતાની આર્થિક અને માનસિક સ્થિતિ કેટલાક દુખ આવતા હોય છે. ગ્રહોની શાંતિ મેળવવા માટે અનેક પ્રયત્નો કરવા પડે છે. મંગલસ્ત્રોતનું ગાન કરવું જોઈએ તેથી જીવન ની વિકટ પરિસ્થિતીમાથી આપણને શાંતિ મળી શકે છે. તેનાથી કેટલાક દુ:ખ દૂર થાય છે અને તેમાથી આપણને મુક્તિ મળે છે.

કેટલીકવાર જીવનમાં કોઈ મુશ્કેલીઓને લીધે કોઈ પાસેથી પૈસા વ્યાજ સાથે લેવા પડે તો તે બુધવારે લેવા જોઈએ. તેનાથી આપણાં માટે તે ફાયદાકારક સાબિત થાય છે, થોડા સમયમાં તમે તે લીધેલા પૈસા તેમણે પાછા આપી શકો છો. કેટલાક લોકોનું એવું કહેવું છે કે જે દિવસે તમે કોઈ પાસેથી પૈસા લીધા હોય તે દિવસે જ તેમને પૈસા તમે આપો તે ખૂબ ફાયદાકારક ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *