શું ઓળખ્યા આમને? ખાલી ૬૫ રૂપિયામા નોકરી કરનાર આ માણસ ગુજરાતી ફિલ્મોના હાસ્ય સમ્રાટ બન્યા`

Spread the love

ગુજરાતી સિનેમાના ખુબ જ વધારે લોકપ્રિય અને પ્રખ્યાત અભિનેતા રમેશ મહેતાને તમે જરૂર ઓળખતા જ હશો. જેમ શાકમા નિમક વગર સ્વાદ ન આવે અને ખાંડ કે ગોળ વગરની મીઠાઇ જેમ ન ભાવે તેમ જ ગુજરાતી ફિલ્મ રમેશ મહેતા વગર ન જોવી ગમે. આમના વગરની ફિલ્મ ફ્લોપ ગઇ હોય તેવુ લાગતુ. આમના ખુબ જ વધારે દિવાનાઓ હતા. એક સમય એવો હતો કે તે સમયે નાની ફિલ્મથી લઇને મોટી ફિલ્મમા એમ બધી ફિલ્મમા રમેશ મહેતા તો હોય જ છે.

લોકો તેમને ખુબ જ વધારે પસંદ કરતા હતા. આમને ગુજરાતી ફિલ્મના હાસ્ય સમ્રાટનુ બીરુદ આપવામા આવ્યુ છે. તો આજે આમની આ અભિનયની દુનિયાની સફર વિશે જાણશુ. તેમનો જન્મ ૨૩મી જુન ૧૯૩૪ના રોજ નવાગામમા થયો હતો. તેમના પિતાનુ નામ ગિરધરભાઇ મહેતા અને માતાનુ નામ મુક્તાબેન હતુ. તેમના દાદાજીનુ નામ ભીમજી ભાઇ મહેતા હતુ. તેઓ નાના હતા ત્યાર થી જ તેમને નાટકો લખવાનુ અને અભિનય કરવાનો ખુબ વધારે શોખ હતો.

અમદાવાદમા આવેલ ભારતભુશણ થિએટરમા તેઓ નોકરી કરતા હતા. તેઓએ ત્યા છ મહિના જેવી નોકરી કરી હતી. ત્યારબાદ તેઓએ રાજકોટમા આવેલ પીડબલ્યુડીમા કામ કરતા હતા. ત્યા તેઓ વંથલી સાઇટ પર કામ કરતા હતા. ત્યા તેઓને મહિનાના 65 રુપિયા પગારના આપતા હતા. તેઓએ ત્યા ડેરીનો વેપાર કરવાનો પણ પ્રયત્નો કર્યા હતા.

તેઓની પત્નિનુ નામ વિજ્યાબેન હતુ. તેઓએ તેણીની સાથે સાલ ૧૯૪૯મા લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓને બે દિકરા અને બે દિકરીઓ થયા હતા. ત્યારબાદ તેઓએ મુંબૈમા જઇને ત્યાની કેસી નામની કોલેજમા નાટ્યકલાની શિક્ષા લિધી હતી. ત્યા તેઓ મેકઅપ, લાઇટિંગ, બોલવાની છટા, અભિનય, સ્ટેજ ડિઝાઇનિંગ અને નિર્દેશનનુ કામ શિખ્યા હતા. ત્યાર પછી તેઓએ નાટક લખવાનુ ચાલુ કર્યુ હતુ.

આમ તેઓ નાટક લખતા અને તેને મંચ પર રજુ કરતા સમયે તેઓ અરવિંદ પંડ્યાના સંપર્કમા આવ્યા હતા. ત્યારે તેઓ બન્ને વાતચિત થઇ અને તેઓની ફિલ્મ હસ્ત મેળાપની કહાની લખવાનુ રમેશ મહેતાને કહ્યુ હતુ. તેઓએ આ પહેલી ગુજરાતી ફિલ્મ લખી હતી. ત્યારબાદ તેઓએ ઘણી બધી ગુજરાતી ફિલ્મો, કથાઓ, સંવાદ અને નાટકો લખ્યા હતા. તેઓ આ સાથે પોતાના અભિનય પર પણ ધ્યાન આપતા હતા. તેઓ પોતાનુ પાત્ર અને ડાયલોગ પોતે જ લખતા હતા. તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમા મુખ્ય પાત્રના સહાયકની ભુમિકાઓ ભજવી હતી.

તેઓએ ઘણી ફિલ્મમા મુખ્ય પાત્ર પણ ભજવ્યુ છે. તેઓએ ગાજરની પિપુડીમા મુખ્ય પાત્ર ભજવ્યુ હતુ. તેઓ પોતાના ઓહ:હ: હો હો ના ડાયલોકથી ખુબ વધારે પ્રખ્યાત થયા હતા. તેઓનુ મૃત્યુ ૭૮ વર્ષની ઉમરમા થયુ હતુ. તેઓએ પોતાના છેલ્લા શ્વાસ ૧૧મે, ૨૦૧૨ના દિવસે રાજકોટમા લીધા હતા. તેઓનુ મૃત્યુ લાંબી બીમારીના કારણે થયુ હતુ. તેમના જેવુ કોઇ પણ કલાકાર આજ સુધી ગુજરાતી ફિલ્મોમા જોવા નથી મળ્યા. તેમના જેવુ કોઇ પણ કલાકાર ન બની શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *