શું કાયમી માટે રહે છે પેટના દુખાવાની ફરિયાદ, તો આજે જ અજમાવી જુઓ આ રામબાણ ઈલાજ, આ સમસ્યાથી મળશે રાહત, જાણો તમે પણ…

Spread the love

આજકાલ બધા લોકોને પેટની સમસ્યા ખુબ વધી ગઇ છે. આ બધા લોકોને મોટાભાગે જોવા મળે છે. આમ આની સાથે તેમા ચેપ લાગવાની તકલીફ પણ વધી ગઇ છે. આમ આ ઇંફેક્શનને બેક્ટેરીયલ ઇન્ફેકશન તરીકે પણ ઓળખવામા આવે છે. આનાથી આંતરડા અને જઠરમા સોજા આવે છે.

આમ થવાનુ કારણ અનિયમિત ભોજન, બહારનો અનહેલ્ધી આહાર, વધારે મસાલાવાળો અને તળેલો ખોરાક, સોજો આવવો, આંતરડાની બીમારી, એલર્જી અને ચેપના કારણે થાય છે. આ સમસ્યાનો ઇલાજ સમયસર કરવો જોઇએ. આમ, ના કરવામા આવે તો તે એક મોટી બીમારી બની શકે છે.

કારણ :

આપણા પેટમા કોલોન ઇંફેક્શન બેક્ટેરીયાના ચેપ, ઝાડા-ઉલ્ટી, વધારે મસાલાવાળો ખોરાક, તળેલો ખોરાક, બહારનુ ફરસાણ, કબજીયાત, એલર્જી, રીફાઇંડ ખાંડ, નખ ખાવાની ટેવ, વારંવાર પકાવેલ આહાર, કેફીન અને વધારે આલ્કોહોલ લેવાથી થાય છે. આમ આ ઉપર જણાવેલ વસ્તુઓનુ સેવન કરવાથી આ સમસ્યાઓમા વૃદ્ધિ થાય છે.

લક્ષણો :

આ ચેપ જ્યારે પેટમા લાગે છે ત્યારે અસહ્ય દર્દ થાય છે. પેટમા આંટી ચડે છે અને દર્દ થાય છે. પાચન સરખુ ના થાય એટલે કે અપચો થાય. કબજીયાત, ઝાડા, ઉલ્ટી, થાક લાગવો, શરીરમા નબડાઇ આવવી અને જો આનો ચેપ વધારે લાગ્યો હોય તો ઝાડામા અને કફમા લોહી નીકળે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરવા જોઇએ. તે ઉપાયો નીચે મુજબ છે.

ઓ.આર.એસ :

વધારે ઝાડા ઉલ્ટી થતા હોય તો આને પીવુ જોઇએ. આને પીવાથી શરીરમા પાણી ઘટતુ નથી. તેથી ડીહાઇડ્રેશનની તકલીફ થતી નથી. આમ આ સમસ્યામા બને તેટલુ પ્રવાહી વધારે માત્રામા લેવુ જોઇએ. તમે આમા નારીયેળ પાણી, ગરમ પાણી અને ફળોના રસ લઇ શકો છો.

દહિં અને છાશ :

દહિં અથવા છાશમા સંચળ અને જીરુ પાવડરને શેકીને પીવુ જોઇએ. આમ આને પીવાથી પેટમા રહેલ ચેપ દુર થાય છે. આનો ઉપયોગ કરીને તમે ઝાડા, ઉલ્ટી, કબજીયાત, એસિડિટિ અને પિત્તની પણ સમસ્યામા આરામ મળે છે.

પપૈયા :

દરરોજ એક વાટકો આ ફળ પણ ખાવુ જોઇએ. આ ગરમ હોય છે અને આનાથી પેટ અને આંતરડા સાફ થાય છે. આ તે બન્નેની સફાઇ કરીને વધારાના પદાર્થને દુર કરે છે. આનાથી પાચનતંત્ર વધુ મજબુત બને છે. તે ખોરાકને જલ્દી પાચન થવામા મદદ કરે છે.

લીંબુ સરબત :

લીંબુ આપણા શરીર માટે ખુબ જ સારુ છે. આનાથી શરીરની નબળાઈ પણ દુર થાય છે. એક દિવસમા તમારે આને ચાર થી પાંચ વખત પીવુ જોઇએ. આમા ખાંડ અને નમક નાખીને પીવુ જોઇએ.

હળદર :

આ સમસ્યામાથી છુટકારો મેળવવો હોય તો રોજ રાત્રે સુતા પહેલા હળદરને છ ચમચી મધ ભેળવીને ખાવુ જોઇએ. આનાથી સારો એવો ફાયદો થાય છે.

લસણ અને લવિંગ :

જો કોઇ વ્યક્તિને પેટમા ચેપ લાગ્યો હોય તો તેણે રોજ સવારે વહેલુ ઊઠીને લસણની ત્રણ-ચાર કરીઓ અથવા બે લવિંગ ભુખ્યા પેટે ખાવા જોઇએ. આને ખાલી પેટે ખાવાથી ચેપ દુર થાય છે. આ બન્નેમા એંટી-માઇક્રોબાયલ હોય છે, જેનાથી ચેપ દુર થાય છે.

આદુ :

આમા તીખાની ભુક્કી, હિંગ અને મધ ભેળવવુ જોઇએ. જમ્યા બાદ તરત હળવા ગરમ પાણીમા આને નાખીને પીવુ જોઇએ.આમ, કરવાથી આ સમસ્યા દુર થાય છે. જો તમને આ ઉપાય કરવા છતા ફેર નથી પડ્યો તો ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *