શું કાયમી માટે રહે છે પેટમા ગેસ થવાની સમસ્યા, તો હવે ચિંતા છોડો, બદલી નાખો તમારી આ ટેવ…

Spread the love

અત્યારે મોટા ભાગના લોકોને પેટમાં ગેસ થવાની સમસ્યા રહેલી હોય છે. તે એક સામાન્ય સમસ્યા છે. જે લોકોને પેટમાં ગેસ થવાની વધારે તકલીફ થાય ત્યારે તેના પેટમાં વધારે દુખાવો થાય છે. આ સમસ્યા થતી હોય ત્યારે તેમાથી છૂટકારો મેળવવા માટે તમારે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવતા હોય છે. ઘણા લોકો તેના માટે દવા પણ લેતા હોય છે તે છતાં પણ તેમણે આ તકલીફ માથી રાહત મળી શકતી નથી.

પેટમાં ગેસ થવાનું મુખ્ય કારણ તમારા ખાવા પીવાની ખોટી આદત અને અત્યારની જીવનશૈલી વધારે ભાગ ભજવે છે. આજે આપણે તમારી કેટલીક ખોટી આદત વિષે જાણીએ કે તેને છોડીને તમે તમારી આ સમસ્યા માથી સરળતાથી છૂટકારો મેળવી શકાય છે.

ઘણા લોકો વધારે સમય સુધી એક જગ્યાએ બેસી રહે છે. તેનાથી પેટમાં ગેસ બની જાય છે. આ આદત વધારે જે લોકો કોમ્પ્યુટરમાં કામ કરે છે તેમાં વધારે હોય છે. એક જગ્યાએ વધારે સમય બેસી રહેવાથી ખોરાક પચી શકતો નથી તેનાથી પેટમાં ગેસ વધારે થાય છે. તેથી તમારે તમારી આ ટેવને બદલી જોઈએ તમારે થોડા થોડા સમયે ખુરશી માથી ઊભા થઈને આમતેમ ફરવું જોઈએ તેનાથી તમને ગેસની તકલીફ નહીં થાય અને જો થઈ હશે તો તેમાથી તમને રાહત પણ મળશે.

ઘણા લોકોને એવી ટેવ હોય છે કે તે લોકો સવારે કઈ ખાતા નથી તેથી તેનું પેટ ખાલી રહે છે તેના કારણે એમને પેટમાં ગેસ થવા લાગે છે. તેથી જે લોકો સવારે નાસ્તો નથી કરતાં તેને આ ટેવ બદલીને સવારે ભરપેટ ખાવું જોઈએ. તેનાથી પેટમાં ગેસ થતો નથી. આનાથી આપનું શરીર સ્વસ્થ રહી શકે છે.

ઘણા લોકો એવા હોય છે કે તે જોઈતા કરતાં વધારે ખાતા હોય છે. આવું ન કરવું જોઈએ તેનાથી ઘણું નુકશાન થાય છે. તેનાથી ખોરાક પચવામાં વાર લાગે છે તેથી ખોરાક વધારે સમય સુધી પેટમાં રહેવાથી ગેસની તકલિફ થાય છે. તેથી તમારે જોઈતા પ્રમાણમાં અને થોડી થોડી વારે થોડા પ્રમાણમાં ખાવું જોઈએ. તેનાથી પાચન સારી રીતે થઈ શકે છે અને ગેસ થતો નથી.

ઘણા લોકો વધારે તેલ વાળો અથવા તળેલો ખોરાક ખાતા હોય છે. તેમની આદતને લીધે તેમણે ઘણી તકલીફ પડી શકે છે. તેના માટે તેમણે તળેલો ખોરાક ખાવાથી બચવું જોઈએ. તેનાથી ગેસની સમસ્યા સર્જાય શકે છે. વધારે મસાલા અને તળેલો ખોરાક ખાવાથી વજન વધવા લાગે છે અને કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *